You are here
Home > Articles >

જાણો, વિશ્વના ૧૧ એવા દેશો વિશે કે જે થયા કોરોનામુક્ત !

મિત્રો, કોરોનાની સમસ્યાએ આખા વિશ્વમા કાળો કહેર મચાવ્યો છે ત્યારે વિશ્વના ૧૧ એવા દેશો છે કે જેમણે કોરોનાની સમસ્યાને માત આપી છે. આ ૧૧ દેશો કોરોનાના કાળચક્રમાથી મુક્ત થયા છે. જે ૧૧ દેશોએ કોરોનાની સમસ્યાને માત આપી છે તેમા આઈસલેન્ડ , ન્યૂઝીલેન્ડ , સ્લોવેનિયા , આઈસલ ઓફ મેન , મોરિશિયસ , મોન્ટેગ્રો , ફેરો આઈલેન્ડ , બ્રુનેઈ, કમ્બોડિયા , ત્રિનિદાદ અને અરૂબાનો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડ, બ્રુનેઈ અને ત્રિનિદાદમા તો હવે માત્ર ૧-૧ એક્ટિવ કેસ છે જ્યારે આઈસલેન્ડ અને કમ્બોડિયામા ફક્ત ૨-૨ એક્ટિવ કેસ છે.

ફેરો આઈલેન્ડ, અરૂબા અને મોન્ટેગ્રોમા હાલ એકપણ એક્ટિવ કેસ નથી. ડબલ્યુ.એચ.ઓ. ની ગાઇડલાઇન્સ પ્રમાણે આ તમામ દેશને કોરોનામુક્ત જાહેર કરાશે. આઈસલેન્ડમા તો જાન્યુઆરીથી જ ટેસ્ટિંગ શરૂ કરી દેવામા આવ્યુ હતુ. જ્યારે સ્લોવેનિયામા ફેબ્રુઆરીમા કોરોના સામે લડવા દાક્તરો અને હોસ્પિટલોની કામગીરી શરૂ કરવામા આવી હતી. ન્યૂઝીલેન્ડમા કોરોના પોઝિટિવ કેસનું ટ્રેસિંગ ૪૮ કલાકમા પૂરુ કરીને સંક્રમિતને સારવારની સિસ્ટમ અમલમા મૂકવામા આવી હતી, જેના કારણે કોરોનાના કેસને વધતા અટકાવી શકાયા હતા. મોન્ટેગ્રોમા છેલ્લા ૨૮ દિવસથી એકપણ કોરોનાનો નવો કેસ નોંધાયો નથી.

ઇટાલીએ યુરોપના દેશો પર મુકેલો પ્રવાસ પ્રતિબંધ હટાવ્યો :

ઇટાલીએ હવે સ્થિતિ સુધરતા યુરોપના દેશો પરનો પ્રવાસ પ્રતિબંધ હટાવી લીધો છે. ટૂરિઝમ સેક્ટરને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે લોકો વિદેશથી આવે છે તેમને ક્વોરન્ટાઇન નહી કરવા માટે પણ નિર્ણય લેવાયો છે. આ સિવાય દેશમા ડોમેસ્ટિક પ્રવાસ પરનો પ્રતિબંધ પણ ઉઠાવી લેવાયો છે. બુધવારથી હવે દેશમા લોકો ગમે ત્યાં હરીફરી શકશે. અહી ૧૫ જૂનથી થિયેટરો અને સિનેમાઘરો પણ ખોલવામા આવશે.

સ્પેનમા વર્તમાન સમય સુધીમા ટોટલ ૨ લાખ ૪૦ હજાર કોરોનાના કેસ :

સ્પેનમા નિરંતર બીજા દિવસે કોરોનાના કારણે એકપણ મૃત્યુ થયુ નથી. જો કે મૃત્યુના આંકડામાં ગયા અઠવાડિયે થોડો ફેરફાર જોવા મળ્યો હતો. આરોગ્ય મંત્રાલય દ્વારા અગાઉના અઠવાડિયે ૩૪ મૃત્યુ દર્શાવવામા આવ્યા હતા પરંતુ, વાસ્તવમા છેલ્લા ૨૪ કલાકમા એકપણ મૃત્યુ નોંધાયુ ના હતુ. સ્પેનમા વર્તમાન સમય સુધીમા ૨ લાખ ૪૦ હજાર કોરોનાના કેસ નોંધાયા હતા જેમા ૨૭,૧૨૭ મૃત્યુ નોંધાયા હતા.

સમગ્ર વિશ્વજગતમા કોરોનાના કેસની સંખ્યા :

સમગ્ર વિશ્વજગતમા કોરોનાના કેસની સંખ્યા વધીને ૬૪ લાખ ૮૨ હજાર ૬૯૫ થઈ ચુકી છે, જ્યારે મૃત્યુનો કુલ આંકડો ૩ લાખ ૮૩ હજાર ૭૨ થયો છે અને ૩૦ લાખ ૮૯ હજાર ૧૦૧ લોકો સારવાર પછી સાજા થયા છે.

અમેરિકામા છેલ્લા ૨૪ કલાકમા થયેલા મૃત્યુ :

અમેરિકામા છેલ્લા ચોવીસ કલાકમા વધુ ૧,૧૩૪ ના મૃત્યુ નીપજ્યા હતા. છેલ્લા ચોવીસ કલાકમા ૨૧ હજાર ૮૮૨ નવા કેસ પ્રકાશમા આવ્યા હતા. અહી ટોટલ ૧૮ લાખ ૮૧ હજાર ૨૦૫ લોકો કોરોનાથી સંક્રમિત થયાં છે, જ્યારે મોતનો કુલ આંકડો ૧ લાખ ૮ હજાર ૫૯ પર પહોંચ્યો છે.

યુ.કે.મા કોરોના મૃત્યુનો આંકડો :

બ્રિટનમા કોરોનાની સમસ્યાના કારણે મૃત્યુનો કુલ આંકડો ૫૦ હજારને પાર થઇ ચુક્યો છે. યુરોપના દેશોમાં આ આંકડો સૌથી વધુ છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન લોકડાઉનને ઝડપથી હળવુ કરવા ઈચ્છે છે.

રશિયામા છેલ્લા ૨૪ કલાકમા મૃત્યુઆંક :

રશિયામા કોરોનાની સમસ્યાએ ફરીથી માથુ ઊંચક્યુ છે. છેલ્લા ચોવીસ કલાકમા અહી ૮ હજાર ૮૬૩ કેસ બહાર આવ્યા હતા, જ્યારે ૧૮૨ લોકોના મૃત્યુ થયા હતા. અહી સંક્રમણનો આંક ૪ લાખ ૩૨ હજાર ૨૭૭ એ પહોંચ્યો ત્યારબાદ સરકાર ફરી હરકતમા આવી છે અને સંક્રમણ અટકાવવાના પગલાં લીધાં છે. મોસ્કોમા ૧લી જૂનથી લોકોને ઘરની બહાર નીકળવાની છૂટ આપવામા આવી છે.

સિંધમા એક પ્રધાનનુ મૃત્યુ :

પાકિસ્તાનના સિંધ પ્રદેશમા એક પ્રધાન મૃત્યુ પામ્યા છે. હાઝી ગુલામ મુર્તઝા બલોચનુ કોરોના સંક્રમણથી મૃત્યુ થયુ હતુ. પાકિસ્તાનમા લોકડાઉન હટાવ્યા બાદ ટોટલ ૭૯ હજાર ૯૨૯ કેસ સામે આવ્યા છે. જ્યારે ૧ હજાર ૬૮૩ લોકોના મૃત્ય થયા છે.

બ્રાઝિલમા કોરોનાથી સ્થિતિ ભયંકર :

બ્રાઝિલમા કોરોનાથી સ્થિતિ ભયંકર બની ચુકી છે. છેલ્લા ચોવીસ કલાકમા ૧ હજાર ૨૬૨ લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. અહી, કુલ મૃત્યુઆંક ૩૧ હજાર ૧૯૯ થઇ ચુક્યો છે.

Leave a Reply

Top