You are here
Home > Life Style >

જામફળ ના પાંદડાઓ થી સાત દિવસમા કરો સફેદ વાળ ને કાળા, એ પણ કોઈ નુકશાન વગર

મિત્રો, હાલ વર્તમાન સમય એટલો તણાવમય બની ગયો છે કે તમારા વાળ ખુબ જ નાની વયે ધોળા થવા માંડયા છે. આ સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે અનેક મોંઘી મેડિસિન નો ઉપયોગ કરવામા આવે છે, પરંતુ તેનાથી કશો જ ફરક પડતો નથી અને ઉલ્ટા ની આ મેડિસિન ના સેવન થી તમારા શરીરમા આડઅસર પણ પહોંચાડી શકે છે. આજે આ લેખ મા તમને એક અસરકારક નુસખા વિશે જણાવીશું જે તમને આ સમસ્યા ને દૂર કરવા મા સહાયરૂપ બનશે.

તમારા ધોળા થયેલાં વાળ ને પ્રાકૃતિક પધ્ધતિ થી કાળા કરવા તથા તમારા વાળ ખરી જવાની સમસ્યા ને દૂર કરવા માટે આ નુસખો ખુબ જ અસરકારક છે. આ નુસખો છે જામ ફળ ના પાંદડાઓ માંથી તૈયાર કરેલો પાવડર. વિશેષ વાત તો એ છે કે તેને તૈયાર કરવું અત્યંત સરળ છે. ઋતુ પરિવર્તન ના કારણે લોકો અનેકવાર ખોડા ની સમસ્યા થી પીડાતા હોય છે. જો તમે પણ તમારા વાળને આકર્ષક બનાવવા માટે ખર્ચાળ શેમ્પૂનો ઉપયોગ કરી કરીને ત્રાસી ગયા હોવ તો આ જામ ફળના પર્ણો નો પ્રયોગ શરૂ કરો.

આ પાંદડાઓ માંથી તૈયાર કરેલો પાવડર એટલે કે હેર પેક માત્ર તમારા વાળને ખરતા જ નથી અટકાવતું પરંતુ, ધોળા વાળને ફરી થી કાળા, લાંબા અને આકર્ષક બનાવે છે. જો તમે લીંબુના રસને જામ ફળ ના પાંદડાઓ માંથી તૈયાર કરેલો પાવડર સાથે મિક્સ કરીને લગાવાથી ખોડા ની સમસ્યા માંથી પણ મુક્તિ મળે છે. આ પ્રયોગ અજમાવવા માટે ૧૫ થી ૨૦ જામ ફળ ના પાંદડાઓ ને પીસીને પાવડર તૈયાર કરો. આ પાવડરમા ૨ થી ૩ ટીપાં લીંબુનો રસ ઉમેરી તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરો.

આ તૈયાર કરેલી પેસ્ટને ૨૦ મિનિટ ના સમયગાળા સુધી માથા પર લગાવી રાખો. આ નુસખો અજમાવવા થી તમારી ખોડા ની સમસ્યા જડમૂળ થી દૂર થઈ જશે. જામ ફળના પાંદડાઓ માથી તૈયાર કરેલો પાવડર તમને ધોળા વાળ ની સમસ્યા માંથી આજીવન મુક્તિ અપાવે છે. આ સમસ્યા ને દૂર કરવા માટે, એક ગ્લાસ પાણી મા ૪ થી ૫ જામ ફળના પાંદડાઓ ને ક્રશ કરી તેને મિક્સ કરી તેને ઉકાળો. ૧૫ મિનિટ બાદ આ પાણી ને ઠંડુ થવા માટે રાખી મૂકો. આ પાણી ઠંડુ પડી જાય ત્યારબાદ આ પાણી થી માથુ ધોઈ લેવું.

ત્યારબાદ , તમારા વાળ ને ૫ મિનિટ બાદ સારા શેમ્પૂ થી ધોઈ લો. આ પ્રયોગ અજમાવવા થી તમારા ધોળા વાળ એક વીક માં કાળા થઈ જશે. વાળ ખરવા ની સમસ્યા ને દૂર કરવા માટે આમળા ના ઓઇલ સાથે જામફળના પર્ણો નો ઉપયોગ કરી શકો. આ માટે સૌથી પહેલાં ૧ ચમચી જામ-ફળ ના પાવડરમા ૨ ચમચી આમળા નું ઓઇલ મિક્સ કરો. આ તેલ થી માથા મા હળવા હાથે માલિશ કર્યા બાદ તેને 30 મિનિટ માટે છોડી દો.ત્યારબાદ શેમ્પૂથી વાળ ધોઈ લો અને કન્ડિશનર લગાવો. તો આ છે તે અસરકારક નુસખા, એક વાર અવશ્ય અજમાવજો.

Leave a Reply

Top