You are here
Home > Health >

જાણો ઘણા રોગોને જડમૂળ થી નાબુદ કરે છે આ એક ટમેટું, આવા લાભ કે જે જાણીને તમે પણ હેરાન રહી જશો…

મિત્રો, જો તમે નિયમિત ટામેટાનુ સેવન કરો તો તમારે ક્યારેય પણ દવાખાનાની અથવા તો દાક્તરની જરૂર પડતી નથી. પોષકતત્વો થી ભરપૂર આ ટમેટા મૂળ તો અમેરિકાના વતની છે. વર્તમાન સમયમા સમગ્ર વિશ્વમા ટમેટાનો ઉપયોગ બહોળા પ્રમાણમા થાય છે, બટાટા અને શક્કરિયા પછી સમગ્ર વિશ્વમા ઉત્પાદનની દ્રષ્ટિએ ટમેટાનો નંબર આવે છે. ટામેટામા અનેકવિધ પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થાય છે.

ટમેટા સમગ્ર ભારતમા થાય છે. તે રેતાળથી માંડીને બધી જ પ્રકારની જમીનમા થાય છે પરંતુ, તેને કઠણ, ખાર કે ઉસવાળી જમીન વધુ પડતી માફક આવતી નથી. ટમેટા એ વધુ પડતી સખત ઠંડીને સહન કરી શકતા નથી. ભારે વરસાદવાળી અને ઠંડી ઋતુને છોડી ગમે તે ઋતુમા તેના બી નુ ધરુ કરીને વવાય છે. સામાન્ય રીતે વર્ષમા બે વાર ચોમાસાની ઋતુમા અને શિયાળાની ઋતુમા ટમેટાની વાવણી કરાય છે. જો કે, બજારમા તો તે બારેમાસ મળી રહે છે.

ટામેટાના છોડ એ બે થી ચાર ફૂટના થાય છે. છોડની ડાળીને આંતરે પાન બેસે છે. તે રીંગણના પાનથી ખુબ જ નાના હોય છે. ટમેટાના બી એ રીંગણી કે મરચાના બીને મળતા આવે છે. તેના છોડ ઝાંખા મેલા રંગના દેખાય છે. તેમાથી કઈક ઉગ્ર અને સહેજ ખરાબ વાસ આવે છે. ટમેટાની અનેકવિધ પ્રકારની જાતો થાય છે. તેમા ઘાટ, રંગ અને સ્વાદ જુદા-જુદા હોય છે. ટમેટાં જેટલા મોટા હોય છે તેટલા જ તેમા ગુણતત્વો વધારે હોય છે.

કાચા ટમેટા એ રંગે લીલા, સ્વાદે ખાટા અને પચવામા હલકા હોય છે પરંતુ, જયારે એ પાકવા માંડે છે ત્યારે ચળકતા તેજસ્વી લાલ રંગના થાય છે. બટાકા કે શક્કરીયાની સબ્જીમા ટમેટા ઉમેરીને સબ્જી બનાવવામા આવે તો સબ્જી સ્વાદિષ્ટ બને છે. ગોળ અથવા તો ખાંડ ઉમેરી બનાવેલ ટમેટાની સબ્જી ખટમધુર સ્વાદવાળુ, સ્વાદિષ્ટ, રુચિકર અને પાચક બને છે. આ સિવાય જો ટામેટાની સબ્જીમા થોડો ગોળ ઉમેરી ધાણાજીરા નો વઘાર આપવામા આવે તો પણ તે સ્વાદિષ્ટ બને છે.

ટામેટાની સબ્જી ઉપરાંત તેનો ઉપયોગ કચુંબર માટે પણ થાય છે. વળી, ટામેટા સેન્ડવિચ બનાવવામા પણ વપરાય છે. પશ્ચિમના દેશોમા ટામેટામા લીંબુ, ખાંડ વગેરે મસાલા ઉમેરીને અનેકવિધ વસ્તુઓ બનાવી શકાય છે. પાકા ટમેટાના ૨સમા ફુદીનો, જીરુ અને બીજા મસાલા મેળવીને તેને ઉકાળવાથી અત્યંત સ્વાદિષ્ટ ચટણી બને છે. તો ચાલો આજે આ લેખમા આપણે ટામેટાથી સ્વાસ્થ્યને થતા લાભ વિશે માહિતી મેળવીશુ.

લાભ :

પેટ સાથે સંકળાયેલ સમસ્યા દૂર થાય :

જો ટામેટાના રસમા ૧/૪ ભાગની સાકર, એક-બે રતી એલચીના દાણાનુ ચૂર્ણ, સહેજ લવિંગ અને મરીનુ ચૂર્ણ ઉમેરી તેને મિક્સ કરી તેનુ સેવન કરવાથી ઉલટીની સમસ્યા દૂર થાય છે તથા પેટ સાથે સંકળાયેલ અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે. જો તમે પાકા ટમેટાનો એક પ્યાલો રસ કે સૂપનુ નિયમિત સેવન કરો તો આંતરડામા જામેલો સૂકો મળ છૂટો પડે છે તથા જુના વખતની કબજિયાત પણ દૂર થાય છે.

આ સિવાય જો તમે ટામેટાના રસમા હિંગનો વઘાર કરીને તેનુ સેવન કરો તો કૃમિની બીમારીમા તમને રાહત મળી શકે છે. આ ઉપરાંત પાકા ટમેટાનો એક-બે ચમચી રસ દિવસમા ત્રણ વાર સેવન કરવાથી થોડા જ દિવસોમા દાંતના પેઢા શિથિલ થઈ તેમાથી થતો રક્તસ્ત્રાવ દૂર થાય છે. આ સિવાય પાકા ટમેટાના તાજા રસમા પાણી અને થોડુ મધ મિક્સ કરી તેનુ સેવન કરવાથી રક્તપિત્ત, લોહીવિકાર અને હૃદયરોગની સમસ્યા દૂર થશે.

ત્વચા સાથે સંકળાયેલ સમસ્યા દૂર થાય :

જો તમે સવારે અને સાંજે નિયમિત પાકા ટમેટાના રસનુ સેવન કરો તો ત્વચા પર થનારા લાલ ચાઠા, ત્વચાની શુષ્કતા, ખંજવાળ, ચામડી પર થતી નાની ફોડલીઓ લોહીવિકાર વગેરેમા લાભ થાય છે. આ સિવાય ટમેટાના રસથી બે ગણુ કોપરેલ લઈ બંનેને એકત્ર કરી શરીર પર માલિશ કરવાથી અને ત્યારબાદ કોકરવર્ણા પાણીથી સ્નાન કરવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે.

પાચનશક્તિ મજબુત બને :

જો તમે ટામેટાના રસમા કોડી ભસ્મ મિક્સ કરીને બાળકોને આપો તો તમને અનેકવિધ સમસ્યાઓમા રાહત મળી શકે છે. આ સિવાય ટમેટાનો એક-બે ચમચી રસ દૂધ સાથે પીવડાવતા બાળકોને થતી ઉલટીની સમસ્યા દૂર થાય છે. તેમાં શરીરને પોષનારા કીમતી તત્ત્વો રહેલા છે, તેના સેવનથી લોહીમા ૨ક્તકણોનુ પ્રમાણ વધે છે. પાકા ટમેટા ભોજન વખતે લેવાથી રુચિ ઉત્પન્ન થાય છે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. આ સિવાય પાચનશક્તિ પણ મજબુત બને છે અને અનેકવિધ પ્રકારના રક્તસંબંધી તથા પિત્તસંબંધી રોગો દૂર થાય છે.

સ્ત્રીઓ માટે લાભદાયી :

સગર્ભા સ્ત્રીઓ માટે તેમજ પ્રસૂતિ થયા બાદ શારીરિક અને માનસિક બળ વધારવા માટે ટમેટાનો રસ સર્વશ્રેષ્ઠ છે. સ્ત્રીની અનેકવિધ બીમારીઓના નિદાન માટે આ રસ રામબાણ ઈલાજ છે. જો તમે નિયમિત પાકા ટામેટાનુ સેવન કરો તો લાંબા ગાળે તમારુ વજન વધે છે. ફિક્કા શરીરવાળા લોકોએ પણ ભોજનમા ટમેટા લેવા અત્યંત આવશ્યક છે. ટમેટામાં જે ખાટો રસ છે, તે મનુષ્યના જઠર માટે ઉપયોગી, રુચિકર અને પાચક છે.

વિશેષ નોંધ :

જે લોકો શીળસ અથવા તો એલર્જીથી પીડાતા હોય તેમણે ટમેટાનુ સેવન ના કરવુ જોઈએ. આ સિવાય જે લોકોના શરીરમા ગરમીનુ પ્રમાણ વધારે હોય અને હોજરી, આંતરડાં કે ગર્ભાશયમા ચાંદા પડી જતાં હોય તો તેમના માટે પણ ટમેટાનુ સેવન લાભદાયી નથી. જેમને ઝાડા થતા હોય તેમણે ટમેટા ખાવા નહિ કે તેનુ સુપ પીવુ નહિ. જે લોકોની પ્રકૃતિને ખટાશ માફક આવતી ના હોય તેમણે ટમેટાનુ સેવન કરવુ જોઈએ નહિ. ટમેટા એ ગુણકારી હોવા છતા પથરી, સોજા, સંધિવા, આમવાતના રોગીઓને માફક આવતા નથી માટે તેમણે ટમેટાનુ સેવન ના કરવુ.

Leave a Reply

Top