You are here
Home > Articles >

જાણો, ગુજરાત સ્વાસ્થ્ય વિભાગની બેદરકારીના કારણે હાઇકોર્ટે આપવી પડી ચેતવણી

મિત્રો, સરકારી હોસ્પિટલના મુદા પર ૨૨ મેના રોજ હાઇકોર્ટ દ્વારા આપવામા આપેલા આદેશોમા યોગ્ય સુધારા કરવાની માંગ સાથે રાજ્ય સરકારે કરેલી અરજીમાં હાઇકોર્ટે સિવિલમા ચાલી રહેલી કામગીરીના રિપોર્ટ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ, રાજ્ય સરકારને સરકારી હોસ્પિટલના મુદ્દે હાલ ક્લીન ચીટ ના આપી શકાય તેવુ અવલોકન કર્યું છે. સાથે જ સિવિલની ખરાબ સ્થિતિ વિશે સ્થાનિક દાક્તરે લખેલા નનામા પત્રના મુદ્દાઓની ઝીણવટભરી તપાસ કરવા માટે શહેરના નિષ્ણાંત દાકતરોની સમિતિનું ગઠન કરી રિપોર્ટ રજૂ કરવા રાજ્ય સરકારને આદેશ આપવામા આવ્યો છે.

હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વોરાની સમિતિએ સરકારને ચેતવણી આપી છે કે, સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને રાજ્ય સરકારની સ્વાસ્થ્ય વિભાગ ઓથોરિટી પોતાની જાતને તૈયાર કરી લે કારણકે, કોઇપણ એક સારા દિવસે અમે સરકારી હોસ્પિટલની પરિસ્થિતિ નું નિરીક્ષણ કરવા આવી શકીએ છીએ. જેથી સરકારી હોસ્પિટલના મુદ્દે ચાલી રહેલા તમામ વાદ-વિવાદોનો અંત આવે.

આ સમગ્ર પ્રકરણમાં જસ્ટિસ જે.બી. પારડીવાલાની સમિતિએ આદેશમા નોંધ્યું છે કે, સરકાર દ્વારા રજૂ કરવામા આવેલા મટિરીયલ પરથી જણાય છે કે કોરોનાના દર્દીઓની સરકારી હોસ્પિટલમા યોગ્ય રીતે કાળજી લેવાઈ રહી નથી અને સારવાર અપાઇ રહી છે.આ મામલો અહીં પૂર્ણ થતો નથી. ગુજરાત અને વિશેષ કરીને અમદાવાદના નાગરિકોના હિત માટે રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલની અનેક સમસ્યાઓને ઝીણવટપૂર્વક ચકાસીને તેનુ નિરાકરણ શક્ય એટલી ઝડપે લાવવું પડશે. સરકારી હોસ્પીટલના સ્થાનિક દાક્તરે જે પત્ર લખ્યો છે, તે આ કેસમાં સૌથી વધુ દુઃખ ની બાબત છે.

રાજ્ય સરકાર હાલ એવો દાવો કરી રહી છે કે, આ પત્રમા કોઇ પ્રકારની સત્યતા નથી. પરંતુ આટલી ગંભીર બાબતને નજરઅંદાજ કરવી જોઇએ નહી. અમે સરકાર પાસેથી આશા રાખતા હતા કે તેઓ આ પત્રને ગંભીરતાથી લઇને યોગ્ય પગલા લેશે તથા યોગ્ય કાર્યવાહી કરશે. પરંતુ, રાજ્ય સરકારે તો આ પત્રને ફગાવી દીધો છે. પોતાની ઓળખ સાથે તો કોઇ દાકતર ક્યારેય આવો પત્ર  લખી શકે નહિ એટલે નનામો પત્ર લખી સરકારી હોસ્પીટલનુ વાસ્તવિક ચિત્ર જણાવ્યું છે.

તેથી, હાલ આ પત્રમા રજૂ કરાયેલા મુદ્દાઓ પર તાત્કાલિક એક તપાસ થવી જોઇએ તથા રાજ્ય સરકારે તપાસ માટે એક સમિતિની રચના કરવી જોઇએ. આ સમિતિના સભ્યો સ્વતંત્ર હોવા જોઇએ. તેમા કોઇપણ  સરકારી અધિકારી કે સરકારી હોસ્પિટલ સાથે સંકળાયેલી વ્યક્તિ ના હોવી જોઇએ. શહેરના બે કે ત્રણ પ્રખ્યાત તબીબો સમિતિમાં હોવા જોઇએ. જેથી તેઓ જે રિપોર્ટ આપે એ વિશ્વાસ ને પાત્ર હોય.

હાલ, અહીની સરકારી હોસ્પિટલ સંબંધિત તમામ કામગીરીને કોર્ટ રેકોર્ડ પર લઇ રહી છે, ત્યારે અમે હાલ સરકારને આદેશ આપીએ છીએ કે તેઓ સરકારી હોસ્પિટલની નાનામા નાની સમસ્યા અંગે ધ્યાન આપે અને તેનુ નિરાકરણ લાવે. કોરોનાના દર્દીઓની સારવારની ગુણવત્તા અંતે તો દાક્તરો અને નર્સિંગ સ્ટાફની કામગીરી પર જ આધારિત રહેશે. જો દાક્તરો અને સ્ટાફ જ હોસ્પિટલમા કાર્ય કરીને ખુશ નહી હોય તો તેની અસર સીધી કોરોનાના દર્દીની સારવાર પર દેખાશે.

હાઇકોર્ટની સમિતિએ નોંધ્યું છે કે, યોગ્ય ટીમ-વર્ક અને યોગ્ય સમજણ નો અહી અભાવ જોવા મળી રહ્યો છે. જો અહી યોગ્ય ટીમ-વર્ક અને યોગ્ય સમજણ થી કાર્ય કરવામા આવે તો એ વાતમા કોઇ જ  શંકા નથી કે સરકારી હોસ્પિટલની સ્થિતિમા તુરંત સુધારો આવશે. હાલ , સ્વાસ્થ્ય મંત્રીની જવાબદારી ફક્ત એટલી છે કે, તેઓ નિરંતર વહીવટી તંત્ર અને તેમની કામગીરી પર નજર રાખે.

હાલ, સરકારે અમને આશ્વાસન આપ્યુ છે કે, તેઓ સરકારી હોસ્પીટલની સ્થિતિ સુધારવા પોતાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરશુ. એટલા માટે હાલ, અમે સરકારની આ અરજીનો નિકાલ કરીએ છીએ પરંતુ, હજુ પણ  સરકારી દવાખાનાનો મુદ્દો ચર્ચા-વિચારણા માટે ખૂલ્લો રાખીએ છીએ. અરજીની સુનાવણી દરમિયાન આ અરજીના પેપર્સ પણ રજીસ્ટ્રીએ રજૂ કરવાના રહેશે.

અમે આ અરજીને રાજ્ય સરકારના સરકારી હોસ્પીટલના મુદ્દે રિપોર્ટ સમજીને રાખીએ છીએ અને સુઓમોટો અરજીના અન્ય વકીલો  સરકારી  હોસ્પિટલના મુદ્દે કોર્ટની મદદ કરવા ઈચ્છતા હોય તો તેઓ રજીસ્ટ્રીમાંથી આ અરજીની નકલ પ્રાપ્ત કરી શકે છે. રાજ્ય સરકારે  સરકારી હોસ્પિટલના મુદ્દે તપાસ કરવા માટેની સમિતિનો રિપોર્ટ આગામી સુનાવણીએ રજૂ કરવાનો રહેશે.

હાઇકોર્ટે આ વાત નોધી અને જણાવ્યુ કે, અમે એ જાણીને ખુશ થયા છીએ કે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી નીતીનભાઇ પટેલ હાલ સરકારી  હોસ્પિટલની વહીવટી વ્યવસ્થાઓમા રસ લઇ રહ્યા છે. એક રીતે નાગરિકોના આરોગ્યની  ચિંતા કરવી એ તો સ્વાસ્થ્ય મંત્રીની ફરજ જ છે. પરંતુ , હાલ સ્વાસ્થ્યમંત્રી ના ખભે જવબદારીઓનો ભારે બોજ છે.

તે હાલ  રાજ્યના નાગરિકો માટે શ્રેષ્ઠ રીતે પોતાની જવાબદારી નિભાવે તેવી  આશા છે. આ ઉપરાંત રાજ્ય સરકારે ભૂલ કરનાર બેદરકાર અધિકારી સામે સખત કાર્યવાહી કરવામા કોઈપણ જાતનો સંકોચ અનુભવવો જોઇએ નહી તો જ તે પ્રજાના મનમા વિશ્વાસ પ્રસ્થાપિત કરી શકે છે. આ સરકારી હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ હોવાની બડાઇ થઇ રહી  છે પરંતુ, હવે આ સરકારી  હોસ્પિટલને એશિયાની શ્રેષ્ઠ હોસ્પિટલ બનાવવા માટે એડી ચોટીનુ જોર લગાવવુ આવશ્યક છે.

હાલ, રાજ્ય સરકારને આપવામાં આવેલી સૂચનાઓના સંદર્ભમા રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામા આવેલા અહેવાલની હાઇર્કોટે સકારાત્મક નોંધ લીધી છે. પ્રદિપસિંહજી જાડેજા એ આ અંગેની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યુ કે, નામદાર હાઈકોર્ટ દ્વારા ૨૨ મેના રોજ સરકારી હોસ્પિટલ અમદાવાદમા કોરોનાની સારવાર બાબતે એક હુકમ કરવામા આવ્યો હતો. આ હુકમ સરકારી હોસ્પિટલ, અમદાવાદ ના એક સ્થાનિક દાક્તરની નનામી અરજી તથા કોઈ મેડીકલ ઓફીસરના પત્રના આધારે કરવામા આવ્યો હતો.

આ પત્ર સોશીયલ મીડીયામા મે માસના પહેલા અઠવાડીયાથી જ ફરતો હતો. આ નનામી અરજીમા રજૂ કરવામા આવેલા મૂદાઓ કોવિડ સરકારી હોસ્પિટલની સાચી વિગતો રજૂ કરતા નહોતા. જેથી રાજ્ય સરકારે .હાઈકોર્ટને વિનંતી કરી હતી કે, વ્યાપક જનહિતમાં તાત્કાલીક આ અરજી અંગે સુનવણી કરવામા આવે. જેથી, રાજ્ય સરકારે લીધેલા પગલાં અને સારવારની વિગતો ઝડપથી જાહેર જનતા સમક્ષ રજુ કરી શકાય અને લોકો સમક્ષ સાચી વાસ્તવિકતા મુકી શકાય.

કાયદા રાજ્યમંત્રીએ જણાવ્યુ કે, રાજય સરકાર દ્વારા રજૂ કરવામા આવેલી દલીલો અને પૂરાવાઓને ધ્યાને લઈને  નામદાર હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારે કોવિડ સરકારી હોસ્પિટલમા ઉત્તરોત્તર સુધારા માટે કરેલી કામગીરીની સકારાત્મક નોંધ લેતો એક હુકમ કરવામા આવ્યો છે. નામદાર હાઇકોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો છે કે રેસિડેન્ટ ડોકટર કે અન્ય સ્ટાફની કોઇપણ મુશ્કેલીઓને નિવારવા માટે એક સ્વતંત્ર સમિતીની રચના કરવામાં આવે.રાજ્ય સરકારે આ માટે રાજ્યના ખ્યાતનામ ડોકટરો ડો. પંકજ શાહ, ડો. તેજસ પટેલ, ડો. અતુલ પટેલ અને ડો. હરિશ દોષીની સમિતીની તાત્કાલિક રચના કરી છે.

વધુમા રાજ્ય સરકાર દ્વારા કોવિડ સિવીલ હોસ્પિટલની આકસ્મિક જાત મૂલાકાત લઇ ત્યા ઉપલબ્ધ સગવડતાઓ અને દર્દીઓને અપાતી સુવિધાઓના નિરીક્ષણ માટે નામદાર હાઇકોર્ટને કરેલી વિનંતીને ગ્રાહય રાખી છે. હાલ કુલ કોવિડ દર્દીઓના ૬ર ટકા જેટલા લોકો સિવિલ હોસ્પિટલમાં ભરતી થાય છે. અહિં આ સારવાર તદ્દન મફત કરવામાં આવે છે. કાયદામંત્રીએ જણાવ્યુ કે, નનામી અરજીના આધારે નામદાર હાઇકોર્ટે કરેલા અવલોકનોના કારણે દર્દીઓમા ગેરસમજ ઊભી થયેલ હતી.

જાહેર આરોગ્ય અને સુખાકારીને અનુલક્ષીને નામદાર હાઇકોર્ટને સાચી અને સચોટ માહિતી આવશ્યક આધાર પૂરાવા સાથે રજૂ કરવામા આવી હતી. આ અંગે કમલ ત્રિવેદી અને મનીષા લવકુમાર દ્વારા માનનીય ન્યાયાધિશ શ્રી જે.બી. પારડીવાલા અને ઇલેશ વોરાને  વિગતવાર માહિતી રજુ કરવામા આવી હતી અને નામદાર હાઇકોર્ટે હાલ વધુ એક ઓર્ડર આ કેસમા કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા નામદાર હાઇકોર્ટને સરકારી દવાખાના ખાતે ઉપલબ્ધ વિવિધ સગવડતાઓની માહિતી ફોટોગ્રાફ સાથે રજૂ કરવામા આવી હતી. સાથોસાથ અહીની સેવાઓ જેમકે, સી.સી.ટીવી નેટવર્ક, મોનિટરીંગ રૂમ,  મેનેજમેન્ટ સીસ્ટમ, નિષ્ણાત દાકતરોની  સેવાઓ અને એઇમ્સના દાકતર ડો. રણદિપ ગુલેરીયાની મૂલાકાત અને તેમના દ્વારા દવાખાનાના ઇન્ફ્રાસ્ટ્રકચર અને સારવાર બાબતે વ્યકત કરવામા આવેલ સંતોષથી પણ વાકેફ કરવામા આવ્યા છે.

હાઇર્કોટને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અગ્ર સચિવ ડો. જયંતિ રવિ દ્વારા સરકારી હોસ્પિટલની અમુક સમયના અંતરે  લેવામા આવેલી મુલાકાત અને તેમના દ્વારા દવાખાનામા આપવામા આવતી સેવાઓનુ નિરીક્ષણ અને દર્દીઓની સારવાર બાબતે આપવામા આવેલ સૂચનોથી પણ માહિતગાર કરવામા આવ્યા હતા. હાઈકોર્ટ દ્વારા કોવીડ સરકારી હોસ્પિટલ ,અમદાવાદ ને લગતા ૨૨ મુદ્દાના સોશીયલ મીડીયામાં ફરતા પત્રની વિવિધ બાબતો અંગે વિગતવાર રીપોર્ટ રજુ કરવા ત્રણ સીનીયર મેડીકલ ઓફીસર્સની નિમણુક કરવામાં આવી હતી.

આ ત્રણ સીનીયર મેડીકલ ઓફીસર્સની ટીમમા એસ.વી.પી. ના દાકતર અમી પરીખ અને દાકતર અદ્વૈત ઠાકોર તથા સરકારી  દવાખાનાના દાકતર વિપિન અમીનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પત્રમા રજુ કરવામા આવેલા ૨૨ મુદ્દાઓ પર આ કમીટી દ્વારા રીપોર્ટ નામદાર હાઈકોર્ટ સામે રજુ કરવામા આવ્યો. જેના મહત્વના નિરીક્ષણો આ મુજબ છે તેની વિગતો કાયદા રાજ્યમંત્રીએ આપી હતી.

આ નિરીક્ષણ મુજબ મેનેજમેન્ટ અથવા ખાતાકીય કામગીરી બાબતે મેડીસીન વિભાગના મુખ્ય અધિકારી સામે કોઈ લેખિત ફરીયાદ સ્થાનિક દાક્તરો દ્વારા કરવામા આવેલી નથી. દવાખાનામા આવશ્યક દવાઓની અને કન્ઝ્યુમેબલ્સની કોઈ અછત જણાયેલ નથી. કોવીડ દવાખાના ખાતે ડેડિકેટેડ સ્ટોર્સમાં દરેક વોર્ડ અને આઇ.સી.યુ. માટે ૧૦ દિવસનો સ્ટોક હંમેશા ઉપલબ્ધ રહે છે. કોવિડ દવાખાનામા કલીનીકલ અને મેડિકલ મેનેજમેન્ટ અઠવાડિક રોટેશનથી કરવામા આવે છે.

અહી, ઇન્સ્ટીટયુશનલ પ્રોટોકોલ મુજબ કાર્યવાહી કરવામા આવે છે અને કમિટીના સુચનોનુ પણ નિયમીત રીતે અમલ કરવામા આવે છે. ઓન ડયુટી દાક્તરો ને આવશ્યક  ડિસ્ચાર્જ અને મરણ પ્રમાણપત્ર આપે છે. સેમ્પલ કલેકશન માટે પણ પૂરતા પ્રમાણમાં લેબોરેટરી, ટેકનિશીયન ઉપલબ્ધ છે અને નિયમ અનુસાર સેમ્પલ લેવામા પણ આવે છે. દરેક વોર્ડમા કોમ્પ્યુટર સિસ્ટમ અને પ્રીન્ટર, હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ સહિત કાર્યરત છે અને લેબોરેટરી સાથે જોડાયેલો છે. આઇ.એન.સી. અને એમ.સી.આઇ. ની ગાઇડલાઇન્સ મુજબ નર્સોનુ પ્રમાણ પણ જાળવવામા આવે છે.

આઇ.સી.યુ.મા ત્રણ બેડ દીઠ એક નર્સ, આઇસોલેશન વોર્ડમા પંદર બેડ માટે એક નર્સ ચોવીસ કલાક માટે હાજર રહે છે. આઇ.સી.યુ.માં પેશન્ટ મેનેજમેન્ટ માટે વધારાના કર્મચારીઓ પણ હાજર હોય છે.સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે યોગ્ય પી.પી.ઇ કીટની વ્યવસ્થા કરવામાં આવે છે. ઇન્ફેકશન ન ફેલાય તેના માટે પણ પૂરતા પગલા લેવામાં આવે છે. અને આ વાતને રેસિડેન્ટ ડોકટર એસોસિએશને પણ સ્વીકારી છે.દર્દીઓને લાવવા લઇ જવા માટે ડેડિકેટેડ એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

તમામ સ્ટાફને કોરોના અંગે યોગ્ય તાલીમ આપવામા આવેલી છે. ભોજનને લગતી તમામ વ્યવસ્થાઓ માટે શરૂઆતથી જ એક  ડાયેટિશીયનની નિમણૂંક કરવામાં આવી છે. દર્દીઓને હોટલથી મંગાવીને ૮ વાર જમવાનું અને ચા-નાસ્તો આપવામાં આવે છે. મૃતક દર્દીઓના મૃતદેહ તેમના સંબંધિતોને કોઇપણ જાતની અડચણ વગર સોપવા માટે મેડિકલ સુપ્રિટેન્ડેટ દ્વારા ડેડિકેટેડ દાક્તરો અને કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે.

હોસ્પિટલમા રાઉન્ડ ધી કલોક સિનીયર દાકતર સહિત તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ઉપર મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ અને ઓ.એસ.ડી. દ્વારા નિરંતર દેખરેખ રાખવામા આવી રહી છે. બધી જગ્યાએ સી.સી.ટીવી કેમેરા ગોઠવવામાં આવેલા છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેનું મોનિટરીંગ થાય છે. રેસિડેન્ટ ડોકટરોએ પણ સ્વીકાર્યુ છે કે સિનીયર ડોકટરો પણ દર્દીની સારવારમાં જોડાય છે અને વોર્ડનો રાઉન્ડ પણ લે છે.

કોવિડની કામગીરી સાથે જોડાયેલા ઓન ડયુટી સ્થાનિક દાક્તરોને  બહારથી શુદ્ધ અને પૌષ્ટિક ભોજન મંગાવીને આપવામાં આવે છે અને કોવિડ ફરજ પર હાજર ના હોય તેવા સ્થાનિક દાક્તરોને  હોસ્ટેલની મેસમા મફતમા જમવાનુ આપવામા આવે છે. મેડીસીન, એનેસ્થીશીયા, ઇ.એન.ટી, ફેફસા અને ઇમજન્સી મેડિસીનના સ્થાનિક દાક્તરો આઇ.સી.યુ. જેવા ક્રીટીકલ એરિયામા રાઉન્ડ ધી કલોક ફરજ બજાવે છે. પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે ગુજરાત હાઇર્કોટે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી બધી જ બાબતોની સકારાત્મક નોંધ લીધી છે.

Leave a Reply

Top