You are here
Home > News >

જાણો કેવી રીતે કોરોના વાયરસ છે અન્ય તમામ વાયરસ કરતા અલગ અને કઇ રીતે તે પ્રવેશે છે શરીરમા

મિત્રો , હાલ ની ઋતુ કઈક એવા પ્રકાર ની છે કે તેમા તમે કોરોના વાઇરસ, સીઝનલ ફ્લુ કે સામાન્ય શરદી આમાથી કઈ સમસ્યા થી પીડાવ છો તેનું અંતર કરવુ ખુબ જ મુશ્કેલ છે. જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે આપણા દેશ મા કોરોના વાઇરસ થી પીડાતા ૩૧ કેસ સામે આવી ચુક્યા છે. આ ઉપરાંત દિલ્લીમા પણ હાલ એક દર્દી આ વાઇરસ ની ઝપેટ મા આવ્યો છે તેવા ન્યુઝ સંભળાઈ રહ્યા છે. હાલ અત્યારે લોકો દાકતર પાસે તાવ, ગળા મા ખારાશ, ઉધરસ વગેરે સમસ્યાઓ ના નિદાન માટે આવી રહ્યા છે.

આ સમસ્યાઓ મુખ્યત્વે ઋતુજન્ય ફ્લુ અથવા તો સ્વાઈન ફ્લુ ના કારણે ઉદ્ભવી શકે છે. એટલા માટે જયારે પણ આ સમસ્યા ઉદ્ભવે તો તેને કોરોના વાઇરસ સમજીને તેનાથી ગભરાવવું નહી. કોરોના વાઇરસના લક્ષણો અંગે વાત કરીએ તો તેમા સૌથી પહેલા દર્દીને તાવ આવી જાય છે ત્યારબાદ કફ વગર ની ઉધરસ થાય છે ત્યારબાદ માંસપેશીયો મા દર્દ થવા માંડે છે અને સતત થાક નો અનુભવ થયા કરે છે. અમુક લોકો ને સરદર્દ ની સાથોસાથ ઉધરસ ખાતા સમયે લોહી આવવુ અને ડાયરિયા જેવી સમસ્યાઓ પણ ઉદ્ભવતી હોય છે.

જો આ કોરોના વાઇરસ ની સમસ્યા માથી રીકવરી અંગે ની વાત કરીએ તો સામાન્ય બાબતો મા દર્દી ફક્ત બે જ વીક મા સાજા થઈ જાય છે પરંતુ, ક્રીટીકલ કેસ મા ૬ વીક સુધીનો સમય લાગી શકે છે. આ સમસ્યા માટે કોઈ વેક્સીન અને મેડીસીન નથી પરંતુ, અમુક સાવચેતી દ્વારા આ સમસ્યા ના લક્ષણોનો ઉપચાર થઇ શકે છે.

કોરોના વાઇરસ ની સમસ્યા ને ઓળખવા માટે ના લક્ષણો :

તાવ , સુકી ઉધરસ , માંસપેશીઓમા અસહ્ય દર્દ થવો , થાક લાગવો , સરદર્દ ની સમસ્યા , ઉધરસ ખાતા સમયે મોઢા માંથી લોહી નીકળવુ , ડાયરિયા. આ લક્ષણો તમને આ સમસ્યા ના ૧-૧૪ દિવસ મા જોવા મળી શકે છે. ઘણા કિસ્સાઓ મા આ લક્ષણ દેખાતા ૨૪ દિવસ પણ લાગી શકે છે.

કોમ્પ્લીકેશન :

જો તમે એક્યુટ નિમોનિયા, રેસપેરેટરી ફેલીયોર, સેપ્ટિક શોક, મલ્ટીપલ ઓર્ગન ફેલીયોર જેવી સમસ્યાઓ થી પીડાતા હોવ અને તમને કોરોના ની સમસ્યા ઉદ્ભવે તો પરિસ્થિતિ થોડી ગંભીર બની શકે છે.

રીકવરી :

જો તમે આ સમસ્યા ના પ્રારંભિક સ્ટેજ મા હોવ તો તમે આ સમસ્યા માંથી બે વીક મા જ મુક્તિ મેળવી શકો છો. પરંતુ, જો સ્થિતિ ગંભીર હોય તો આ સમસ્યા ને નિયંત્રણ મા લાવવા મા ૨-૬ વીક જેટલો સમય લાગી શકે છે.

ઉપચાર અને વેક્સીન્સ :

આ કોરોના વાઇરસ ની સમસ્યા ના નિદાન માટે એકપણ પ્રકાર નુ વેક્સીન અને એન્ટીવાઈરલ ડ્રગ હાલ ઉપલબ્ધ નથી.

તો ચાલો હવે કોરોના વાઇરસ, ઋતુજન્ય બીમારી અને સામાન્ય શરદી વચ્ચે ના અંતર વિશે વિસ્તારપૂર્વક માહિતી મેળવીએ :

ઋતુજન્ય બીમારી ના લક્ષણો નીચે મુજબ છે :

લક્ષણો :

તાવ , સુકી ઉધરસ , માંસપેશીઓમાં દર્દ , થાક લાગવો , ગળામા ખરાશ થવી , નાક વહેવુ , ઉલટી વગેરે. આ સમસ્યા ના લક્ષણો તમને ૧ થી ૧૪ દિવસ ના સમય ની અંદર જોવા મળી શકે છે.

કોમ્પ્લીકેશન :

જો તમે નિમોનિયા ની સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો આ સમસ્યા માથી મુક્તિ મેળવવી થોડી કપરી બની શકે છે.

રીકવરી :

આ સમસ્યા ના નિદાન માટે વેક્સીન ઉપલબ્ધ છે. તમે ૧ વીક ની અંદર આ સમસ્યા માથી મુક્તિ મેળવી શકો છો અને જો સમસ્યા વધુ પડતી ગંભીર હોય તો રીકવરી માટે ૨ વીક નો સમય લાગી શકે છે.

સામાન્ય શરદી :

શરદી ના લક્ષણો નીચે મુજબ છે.

લક્ષણો :

નાક વહેવા માંડવુ , છીક આવવી , ગળામા ખારાશ આવવી , હળવો તાવ , સરદર્દ વગેરે. આ લક્ષણો તમને ૨-૩ દિવસ ના સમયગાળા મા દેખાવા માંડે છે.

રીકવરી :

આ સમસ્યા માથી તમે ઓછામા ઓછુ એક વીક અને વધુ મા વધુ ૧૦ દિવસ સુધી મા રીકવરી મેળવી શકો છો.

કોરોના વાઇરસ :

આ સમય માટે કોઈ ઉપચાર નથી પરંતુ ડોક્ટર ની સલાહ અનુસાર તમે અમુક સાવચેતી રાખીને કોરોના વાઇરસ ની સમસ્યા માથી મુક્તિ મેળવી શકો છો. અહી તમને આ અમુક ટીપ્સ આપી છે , જે નીચે મુજબ છે.

હાથ ધોવો :

આખા દિવસ મા અનેક બીમારી ફેલાવતા કીટાણુ તમારા હાથ ના સંપર્ક મા આવતા હોય છે માટે આ કીટાણુઓ થી રક્ષણ મેળવવા માટે તમારે વારંવાર હાથ ધોવા ની આદત કેળવવી.

ગ્લોબલ એડવાઈઝરી :

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ એડવાઇઝરી અનુસાર કોવીડ-૧૯ કોરોના વાઇરસથી રક્ષણ મેળવવા માટે હાથની સફાઈ અત્યંત આવશ્યક છે. આ ઉપરાંત અમેરિકા ના ‘ સેન્ટર ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ’ એ સાબુ અને પાણી થી હાથને ધોવા એ સૌથી શ્રેષ્ઠ બચવાનો ઉપાય જણાવ્યો છે.

કોરોના વાઇરસ ના કીટાણું ને દૂર કરવા માટે સૌથી વધુ શ્રેષ્ઠ શું સાબુ, પાણી કે સેનેટાઈઝર?

સાબુ અને પાણી થી હાથ ને ધોવા એ એક યોગ્ય વિકલ્પ જણાવવામા આવ્યો છે, કારણ કે સેનેટાઈઝર અમુક કીટાણુંઓ નો નાશ કરવામા નિષ્ફળ સાબિત થઈ ચુક્યો છે. ગ્રીસ અને ધૂળ થી ભરેલા હાથ ને ધોવા માટે પણ સેનેટાઈઝર નિષ્ફળ સાબિત થયું છે.આલ્કોહોલ પણ એક વિકલ્પ છે. જો સાબુ ના હોય તો તમે આલ્કોહોલ વાળુ સેનેટાઈઝર પણ ઉપયોગ મા લઇ શકો છો.

આ છે હાથ ધોવાની યોગ્ય પદ્ધતિ જાણો :

સૌથી પહેલા પોતાના હાથ ને પાણી ના નળ ની નીચે ભીના કરો અને ત્યારબાદ પાણી ના નળ ને બંધ કરી દો. ત્યારબાદ સાબુ ને સારી રીતે હાથ ની પાછળ, આંગળીઓ ની વચ્ચે અને નખ ની આજુ-બાજુ મા લગાવો. ત્યારબાદ ચોખ્ખા પાણી વડે પોતાના હાથ ને ધોઈ લો અને કોરા કપડાથી પોતાના હાથ ને લુછી લો.

Leave a Reply

Top