You are here
Home > Articles >

જાણો, પોતાની બહેનને કોરોનામુક્ત રાખવા માટે આ ફિલ્મી અભિનેતાએ કરાવી આખી ફ્લાઈટ બુક

મિત્રો, કોરોના સામેની લડતમા આગળ પડતો ભાગ લઈને લોકોની મદદ કરતા બોલીવુડના ખિલાડી અક્ષયકુમાર પોતાના પરિવારની સુરક્ષા માટે જરા પણ બાંધછોડ કરતા નથી. તેમણે પોતાની બહેન અને તેના સંતાનોને મુંબઈ થી દિલ્હી મોકલવા માટે આખી ફ્લાઈટ જ બુક કરાવી નાખી હતી. અક્ષય કુમારે તેના પરિવારજનોને કોરોના વાયરસથી સંક્રમિત થતુ અટકાવવા માટે આ ઉપાય અજમાવ્યો હતો.

મુંબઈની આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા હાલ આ અંગે ચર્ચા થઇ રહી છે કે, શું એક અભિનેતા પોતાના પરિવારને કોરોનાથી બચાવવા માટે આખી ફ્લાઇટ બુક કરાવી શકે છે. આ સમગ્ર ચર્ચા અંગે તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, મુંબઈથી દિલ્હી જનારી એક ફ્લાઇટ સૌથી ઓછા મુસાફરોને લઈને જઈ રહી છે.

આ ફ્લાઇટ અભિનેતા અક્ષય કુમારની ઓફિસેથી બુક કરવામા આવી હતી :

આ સમગ્ર ચર્ચા અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, ફ્લાઇટમા મુસાફરી કરનારા લોકોની યાદીમા અક્ષય કુમારની બહેન અલકા હિરાનંદા અને તેના બાળકોના નામ સામેલ હતા તથા આ ફ્લાઇટ અક્ષયકુમારની ઓફિસેથી બુક કરવામા આવી હતી. તેમનો ઇરાદો એવો ન હતો કે, ફ્લાઇટમા અન્ય કોઈ મુસાફરો મુસાફરી કરે જ નહી પરંતુ, તેમણે પોતાની બહેન અને તેના સંતાનોની સુરક્ષા માટે આ કાર્ય કર્યુ હતુ.

એક સહયોગી કર્મચારી પણ આ ફ્લાઈટમા હાજર હતી :

મુંબઈ એરપોર્ટના સૂત્રોથી જાણવા મળ્યુ હતુ કે, આ ફ્લાઇટમા અલકા હિરાનંદા અને તેના સંતાનો સાથે તેમની સહયોગી કર્મચારી પણ મુસાફરી કરી રહી હતી. ભારતમાં લોકડાઉન બાદ પહેલી વાર આ સપ્તાહથી વિમાન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આવી જ રીતે બે દિવસ અગાઉ ભોપાલથી દિલ્હી માટે એક ફ્લાઇટ રવાના થઈ હતી જેમાં એક બિઝનેસમેને તમામ સીટ તેની પુત્રી, તેના સંતાનો અને સહયોગીઓ માટે બુક કરાવી હતી.

Leave a Reply

Top