You are here
Home > Jyotish >

જાણો સાળંગપુર ના કષ્ટભંજન દેવ ના ઈતિહાસ વિષે, વાંચન માત્રથી થશે દુખ દુર

આપણે બધા જાણીએ જ છીએ કે હનુમાનજી નુ નામ એ મનુષ્ય ના દરેક કષ્ટો ને દૂર કરી શકે છે. હનુમાન દાદા ના વિવિધ સ્વરૂપ નિહાળવા માટે હનુમાન જયંતી નો એક વિશેષ લ્હાવો છે. તો ચાલો આવા જ એક ખ્યાતનામ મંદિર ની માહીતી પ્રાપ્ત કરીએ. આ મંદિર મા ભાવીકો ના દુખ તેમજ ખરાબ શક્તિ થી પિડાતા માણસો ના નિવારણ આવે છે. આ મંદિર ને ખુબ જ પવિત્ર ગણવામા આવે છે. ગુજરાત ના બોટાદ જીલ્લા ના બરવાળા તાલુકા નુ ગામ સાળંગપુર મા આવેલ હનુમાન દાદા ના મંદિર વિશે એવુ માનવામા આવે છે કે આ મંદિર ના દર્શન માત્ર થી લોકો ના કષ્ટ દુર થાય છે.

તેમજ માનસિક અસ્થિરતા ધરાવતા લોકો પણ તેના દર્શન કરવા આવે છે. ભાવિકો ની ભીડ વધુ ચૌદશ ના દિવસે જોવા મળે છે. એક માન્યતા મુજબ ભુત પ્રેત થી પીડાતા મનુષ્ય મંદિર મા પ્રવેશ તા જ ધ્રુજવા લાગે છે અને આ મંદિર મા દર્શન કરતા પીડા દુર થાય છે. તેમજ મંદિર મા થતા ધુપ ને કારણે આવી ખરાબ શક્તિઓ ભાગી જાય છે. આ મંદિર ની સ્થાપના માણસો ના દુખ દુર કરવા આશરે ૧૫૦ વર્ષ પહેલા થઈ હોવાનુ મનાય છે.

મંદિર મા રહેલ મુર્તિ પાછળ નુ શુ છે ભવ્ય ઈતિહાસ:

સ્વામીનારાયણ પંથ ના સહજાનંદ સ્વામી જે ગઢડા ગામ મા નિવાસ કરતા. તેણે આ પંથ ના વડા તરીકે વડતાલ ના ગોપાલાનંદ સ્વામી ની વરણી કરી. વડતાલ થી ગઢડા તરફ જતા ગોપાલનંદ સ્વામી સાળંગપુર રોકાતા. આ ગામ મા રહેતા જીવા ખાચર નામના દરબાર ભક્ત ખુબ જ સેવા કરતા તેમજ તેનો પુત્ર વાઘા પણ આ જ આચરણ કરતો. એક કથા મુજબ આશરે દોઢ સો વર્ષ પુર્વે સાળંગપુર મા દુષ્કાળ ની સ્થિતી સર્જાણી. તે વખતે જીવા ખાચર ના પુત્રએ ગુરુ ગોપાલાનંદ ને કહ્યું કે અમારે ત્યા બે દુષ્કાળ ની સ્થિતી સર્જાણી છે.

એક તો છે ત્રણ વર્ષ થી આ વરસાદ ની રાહ અને બીજુ છે આ બોટાદ તેમજ કરીયાણા ના દરબારો ધન ધાન્ય થી સમ્પન્ન છે તેથી તેઓ સાધુ-સંતો ને અહિયાં નથી આવવા દેતા. જેથી અમને આ સાધુ-સંતો ના સત્સંગ નો લાભ મળતો નથી. આ વાત જાણી ને સ્વામીજીએ જવાબ આપતા કહ્યુ કે હુ તમારા દુખ દુર કરે એવી પ્રતિમા ની સ્થાપના કરી આપીશ. જે આખી દુનિયા મા પ્રસિધ્દ્ધ થાશે. તેમને સાળંગપુર થી પથ્થર મગાવી તેના પર હનુમાન દાદા નુ એક ચિત્ર દોર્યુ અને તેને કોતરાવવા નું કહ્યુ.

બધુ કાર્ય પુર્ણ થતા ઈ.સ. ૧૮૫૦ની આસો સુદ પાચમ ના દિવસે તેમને બીજા સાધુ સંતો ને પણ બોલાવ્યા અને આ પ્રતિમા ની સ્થાપના કરી. તેમના મુખ્ય ચેલાએ પુજા કરી અને તેમને ત્રાટક વિધિ કરી તેમજ પ્રતિમા ની પ્રાણ પ્રતિષ્ઠા કરી. પુજા ના પાંચમા તબક્કે પ્રતિમા મા હલન-ચલન જોવા મળી ત્યારે સ્વામીએ પ્રાથના કરી કે બધા જ ભક્તો ના દુખ દુર કરજો. ત્યારબાદ થી જ આ મુર્તિ શાંત પડી અને ત્યારથી આ સ્થાન પર સ્થપાયેલ હનુમાન દાદા ની પ્રતિમા નુ નામ કષ્ટભંજન પડયુ.

ઈ.સ.૧૯૦૦ મા આ જગ્યા ના કામ ની શરૂવાત થઇ. ૨૦૧૧ મા પણ સતત તેનુ કાર્ય ચાલુ હતુ અને આજે તે એક ઘણા મોટા મંદિર મા બદલાઈ ગયું છે. આ મંદિર મા રહેલ સભામંડપ આરસ માથી બનાવાયો છે તેમજ તેની પહોળાય ૨૫ ફુટ જેટલી છે. આ મંદિર નુ મુખ્ય દ્વાર ચાંદી થી જડાયેલ છે અને તેની પાછળ જ આ પ્રતિમા આવેલ છે. બ્રહ્મચારી બ્રાહ્મણ આ પ્રતિમા ની આરતી કરે છે. આ મંદિર ના દ્વાર સદેવ માટે સવાર થી બપોર સુધી તેમજ બપોરે ૪ વાગ્યા થી સાંજ સુધી ખુલ્લા રહે છે.

દેશ ના તમામ ભાગો મા થી તેમજ જુદા-જુદા ધર્મ ના લોકો પોતાની મન ની ઈચ્છાઓ ની પૂર્તિ માટે અહિયાં આવે છે. આ મંદિર ના દર્શન માત્ર થી દુષ્ટ શક્તિઓ થી છુટકારો મળે છે. મંદિર ની બાજુ મા જ ૫૦ ખંડ ધરાવતી ધર્મશાળા તેમજ ગૌશાળા બનાવેલ છે. ભાવિકો ને મફત મા ભોજન અપાય છે. ૬૦૦ એકર જમીન દાન સ્વરૂપે મળેલ જેમા થી ૨૦૦ એકર મા ધાન્ય નુ ઉત્પાદન થાય છે. આ મંદિર ની બાજુ મા અક્ષર પુરુષોત્ત્મ સેવા સંસ્થાન નુ સ્વામિનારાયણ મંદિર પણ છે. ત્યા સ્વામી ના પગલા તેમજ મુર્તિ રાખેલ છે.

Leave a Reply

Top