You are here
Home > Jyotish >

જાણો શા માટે પૂજા કરવામા આવે છે ઘરના ઉંબરાની, શું છે ઉંબરાનું મહત્વ, જો નથી કરતા પૂજા તો કરી દો આજથી જ ચાલુ

મિત્રો , આપણો દેશ એ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતો થી પરિપૂર્ણ છે. અહીં દરેક વ્યક્તિ પ્રભુ પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. આપણા દેશ મા વસતા દરેક વ્યક્તિ ની જીવનશૈલી તથા તેમનો જીવવા નો દ્રષ્ટિકોણ તદ્દન અલગ છે. પુરાતન કાળ મા ભાગ્યે જ કોઈ ઘર નું નિર્માણ ઉંબરા વિના નું હશે તથા ભાગ્યે જ કોઈ ઉંબરા નું પૂજન નહિ કરતું હોય. ઉંબરા ના આ પૂજન પાછળ એક વિશિષ્ટ લાગણી છુપાયેલી છે.

આપણા ઘર નો ઉંબરો એ આપણા ઘર નું રક્ષણ કરે છે. માનવી નું મન અતિ ચંચળ હોય છે એ આપણે સૌ જાણીયે છીએ તે ક્યારે કઈ સમસ્યા માં ફંસાઈ જાય તે કહી ના શકાય. આપણા ઘર નો ઉંબરો એ આપણા ઘર નું માન-સન્માન તથા સુખ-સમૃદ્ધિ નું પ્રતીક છે. પહેલા ના જમાના માં સ્ત્રીઓ નિત્ય પરોઢે ઘર ના ઉંબરા નું પૂજન કરતી. પરંતુ , હાલ આ પ્રથા આધુનિકીકરણ ના કારણે નાબૂદ થઈ રહી છે. જો તમે વાસ્તુ ની દ્રષ્ટિ એ નિહાળો તો ઘર નો ઉંબરો અત્યંત મહત્વ નો છે.

કોઈપણ સ્ત્રી જયારે પણ ઘર ની બહાર પગ મૂકે છે ત્યારે ઘર નો ઉંબરો તેના અંતરમન માં ગડમથલ કરે છે અને કહે છે કે , તું આ ઉંબરો ભલે પાર કર પરંતુ , તું તારી મર્યાદા ને ક્યારેય પણ ના ઓળંગીશ. આવેશ માં આવી ને ઘર ની ઈજ્જત ને ક્યારેય પણ કલંકિત ના કરીશ. આમ આપણા ઘર નો ઉંબરો એ આપણા ઘર માં એક વડીલ ની ગરજ સારે છે તથા લોકો ને ગેરમાર્ગે જતા અટકાવે છે.

આમ , આ ઉંમરો ઘર માં પ્રવેશતા તથા ઘર માંથી બહાર જતા તમામ લોકો ની નોંધ લે છે તથા તેમના આચરણ ની તપાસ કરે છે. મનુષ્યજીવન માં બુદ્ધિ પણ ઉંમરા સમાન કાર્ય કરે છે. આપણા ઘર નો ઉંબરો એ ઘર માં પ્રવેશતા તમામ વ્યક્તિ ના મન માં ચાલી રહેલા વિચારો ને પણ તપાસે છે. આ ઉપરાંત ઘર માં જયારે પણ પુરુષ નાણાં કમાવીને લાવે છે ત્યારે આ ઉંબરો ફરી ગડમથલ કરે છે કે , આ ઘર માં જે નાણાં પ્રવેશી રહ્યા છે તે નીતિ થી કમાયેલા છે કે અનીતિ થી.

જો આ નાણાં અનીતિ થી કમાયેલા હશે તો તે ઘર માં પ્રવેશતા જ સંપૂર્ણ ઘર માં નિરાશા છવાઈ જશે. ઉંબરા ને લક્ષમણ રેખા નું બિરૂદ પણ આપવામાં આવેલું છે. ઉંબરો એ ઘર માં પ્રવેશતા દરૅક વ્યક્તિ ની મર્યાદા નક્કી કરે છે કે તેમને ઘર માં પ્રવેશવા દેવું કે ઉંબરા બહાર થી જ તેમને વિદાય આપવી. આ ઉપરાંત ઘર તરફ પ્રવેશવા આવતી દરેક વ્યક્તિ ની રહેણીકરણી ઘર ના ઉંબરા પર થી જ નક્કી થઈ જાય છે.

વર્તમાન સમય માં વ્યક્તિ ગંદા પાણી નું સેવન કરતા નથી પરંતુ , પોતાના મન માં ગંદકી ને સરળતા થી પ્રવેશી જવા દે છે. જેમ ગંદા પાણી ને ઉકાળી ને ત્યાર બાદ તેને ગરણી વડે ગાળી ને સ્વચ્છ કરી ને તેનું સેવન કરવામાં આવે છે તેવી જ રીતે આપણા મન માં પણ કોઈ વિચાર ને પ્રવેશવા દેતા પૂર્વે તેને બુદ્ધિ નામ ના ગરણા વડે ગાળી લેવા. કારણ કે , અનૈતિક વ્યક્તિ , અનૈતિક વિચારસરણી તથા અનૈતિકતા થી પ્રાપ્ત કરેલા નાણાં તમને પતન ના માર્ગે દોરી શકે.

માટે આ બધી વૃત્તિઓ થી દૂર રહેવું જ આપણા માટે લાભદાયી છે. દરેક ઘર ની સ્ત્રી એ નિયમિત ઉંબરા નું પૂજન કરીને તેમાં વસતા દેવ નું વિંનતી કરવી કે , હે ઈશ્વર , મારા ઘરે સજ્જ્ન માણસો તથા દિવ્ય સંતો નું આગમન થાય , મારા ઘર માં અનીતિ ના નહી પરંતુ , નીતિપૂર્વક કમાયેલા નાણાં આવે તથા મારા ઘર માં છપ્પન ભોગ નો થાળ નહિ પરંતુ , આહાર માં પ્રભુ ની પ્રસાદી મળે અને સમગ્ર ઘર સકારાત્મકતા થી ભરાઈ જાય.

આમ ઘર નો ઉંબરો એટલે જીવન માં એક મર્યાદા , સારા વિચાર , વાણી , વૃત્તિ તથા વર્તન નું નિર્માણ કરતો ઘર નો એક અભિન્ન ભાગ છે. ઋષિમુનિઓ અને આચાર્યો દ્વારા અમુક વેદમાન્ય વિચારો નું સર્જન કરાયું છે જે મુજબ આપણે આપણા જીવન મા પ્રવેશતા વિકારો ને નિયંત્રણ માં રાખવા. આપણી વાણી આપણી મર્યાદા થી જ શોભે છે. દરેક વ્યક્તિ એ વૃત્તિ ની એક મર્યાદા ની સ્વીકાર કરવો જોઈએ અને હમેંશા સત્કર્મો નું આચરણ કરવું જોઈએ.

જો તમે આ નીતિનિયમ અનુસાર ચાલો તો પૃથ્વી પર જ સ્વર્ગ નું નિર્માણ કરી શકો. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે જેમાં પરિસ્થિતિ અનુસાર કેવી રીતે વર્તવું તે વિશિષ્ટ આવડત સમાયેલી છે. તે પોતાની સાથોસાથ અન્ય વ્યક્તિ ને પણ ભલાઈ ના માર્ગે લઇ જવાની ક્ષમતા ધરાવે છે. પ્રભુ શ્રી રામ એ પોતાના જીવનકાળ દરમિયાન બધા જ નીતિનિયમો નું ચુસ્તપણે પાલન કર્યું હતું અને તેના લીધે જ હાલ સમગ્ર વિશ્વ તેમને મર્યાદાપુરુષોત્તમ તરીકે ઓળખે છે.

આ સમગ્ર ચર્ચા નો એક ટૂંક માં સારાંશ કાઢીયે તો ઉંબરો એ આપણ ને દ્વેષ , ઈર્ષ્યા , ગુસ્સો , નાકરાત્મક્તા વગેરે જેવા વિકારો ને દૂર કરી અથવા તો નિયંત્રિત કરી ને એક સુખી જીવન વ્યતીત કરવાની શીખ આપે છે. તેથી , ઉંબરા નું નિયમિતપણે પૂજન કરવું.

Leave a Reply

Top