You are here
Home > Articles >

જે સ્ત્રીઓ ધરાવે છે આ ગુણો તેમના પતિ હોય છે અત્યંત શ્રીમંત, ઘરમાં સૌભાગ્ય લઈને આવે છે આ સ્ત્રીઓ

મિત્રો , હિંદુ ધર્મ માં સ્ત્રીઓ ને લક્ષ્મી માતા નું બિરુદ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે જે ઘર માં આ સ્ત્રીઓ હોય છે તે ઘર માં સાક્ષાત લક્ષ્મી માતા નો વાસ થાય છે. પરંતુ , આપણાં સમાજ માં મુખ્યત્વે માન્યતા છે કે કોઈપણ સ્ત્રી એ એક પારકું ધન છે. આ સ્ત્રી સાથે બે-બે કુટુંબો નું ભાવિ સંકળાયેલું હોય છે. એક સ્ત્રી એ વિવાહ પૂર્વે પોતાના માતા-પિતા ની સાર-સંભાળ રાખે છે અને વિવાહ બાદ પોતાના સાસરીયા ના લોકો ની સાર-સંભાળ રાખે છે.

આનો એક અર્થ તમે એવો પણ કાઢી શકો કે વિવાહ બાદ સ્ત્રી દ્વારા જે પણ કાર્યો કરવામાં આવે તેનો સીધો પ્રભાવ તેના પતિ પર પડે છે. આ વાત તો શાશ્વત છે કે વિવાહ દ્વારા બે વ્યક્તિઓ એક પવિત્ર ગ્રંથિ એ જોડાય છે એટલે કે તેમના ભાગ્ય એકબીજા સાથે જોડાય છે. માટે બંને જે કંઈપણ શુભ-અશુભ કર્મે કરે તેની સીધી જ અસર એકબીજા પર પડે.

વાસ્તવિક જીવન માં અમુક સ્ત્રીઓ એવી હોય છે જે વિવાહ બાદ પતિના સૂતેલા ભાગ્ય ને જગાડી દે છે તો અમુક સ્ત્રીઓ એવી પણ હોય છે કે જે તેના પતિ ના જીવન ને નરક સમાન બનાવી નાખે છે. આજે આ લેખ માં તમને ભાગ્યશાળી સ્ત્રીઓના અમુક વિશિષ્ટ ગુણતત્વો વિશે જણાવીશ જો કોઈપણ સ્ત્રી આ ગુણતત્વો ધરાવતી હશે તો તેના પતિ નું ભાગ્ય ચમકવા થી કોઈપણ રોકી શકશે નહીં.

શાસ્ત્રો મુજબ જે પણ સ્ત્રી આ ગુણતત્વો ધરાવે છે તેના પતિ ને વધુ પડતો પરિશ્રમ કરવાની આવશ્યકતા રહેતી નથી. તો ચાલો સ્ત્રીઓ ના આ વિશિષ્ટ ગુણો વિશે માહિતી મેળવીએ. એવી માન્યતાઓ છે કે જે સ્ત્રી નું મન વધુ પડતું ધાર્મિક કાર્યો માં ગુંચવાયેલું હોય એટલે કે તે સ્ત્રી આખો દિવસ સાચા હૃદય અને નિષ્ઠા થી પ્રભુ ના પૂજન-અર્ચન ના કાર્યો કરતી હોય તે જેના પણ ઘરે જાય છે ત્યાં સુખ અને સમૃદ્ધિ માં વધારો થાય છે તથા તેમનું વૈવાહિક જીવન ખુશહાલમયી બને છે.

આ ઉપરાંત જે સ્ત્રીઓ શાંત સ્વભાવ ધરાવતી હોય અને જે ગમે તેવી વિકટ પરિસ્થિતિ નું યોગ્ય નિવારણ લાવવા ની ક્ષમતા ધરાવતી હોય તો આ સ્ત્રીઓ ના પતિનું જીવન સુખમયી બને છે. આ સ્ત્રીઓ ઘર ના તમામ સદસ્યો નું તથા તેમની તમામ જરૂરિયાતો ની સાર-સંભાળ રાખે છે અને દિવસ-રાત બધાની સેવા કરે છે. આ સ્ત્રીઓ જેના પણ ઘરે પરણીને જાય છે તેમના ઘરમાં સાક્ષાત લક્ષ્મીજી નો વાસ થાય છે.

જે સ્ત્રીઓ દયાભાવના ની લાગણી ધરાવતી હોય એટલે કે તેમના ઘરે આવેલા કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ ને ખાલી હાથે પાછો ના મોકલતી હોય તો આ સ્ત્રીઓ જેના પણ ઘરે જાય છે તેમનું ઘર ધન-ધાન થી ભરેલું રહે છે. આ સ્ત્રીઓ પર પ્રભુ ની અસીમ કૃપા હોય છે. તેમના ઘરમાં સદૈવ સુખ-શાંતિ નો માહોલ રહે છે. તેમનાં ઘર માં કયારેય પણ ધન કે ધાન ની અછત સર્જાતી નથી.

જે સ્ત્રીઓ વડીલો ને આદર-સન્માન આપતી હોય તેમના ઘર માં કયારેય પણ નાણાં ની અછત સર્જાતી નથી. તેમના પતિ ને દરેક કાર્ય તથા દરેક ક્ષેત્ર માં અભૂતપુર્વ સફળતા પ્રાપ્ત થાય છે. તેમનું વૈવાહિક જીવન પણ સુખમયી બને છે. જો તમારી પત્ની માં પણ આ ઉપરોકત ગુણો રહેલા છે તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top