
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિ પોતાનું કિસ્મત પોતે કરેલા કર્મો પ્રમાણે બદલી શકે છે. ઘણી વખત એવું પણ બને છે કે વ્યક્તિ ખૂબ મહેનત કરવા છતાં અને ખૂબ સારા કર્મો કરવા છતાં પણ તેનું નસીબ બદલાતું નથી. આવા વ્યક્તિઓ ઉપર થી જ તેનું ભાગ્ય લખાવીને આવતા હોય છે.
ઘણા વ્યક્તિઓ ખૂબ જ કિસ્મતવાળા હોય છે. જન્મથી જ માતા લક્ષ્મીની તેના ઉપર કૃપા બની રહે છે. આજે આપણે તમારા નસીબ વિશે વાત કરીશું કે જેમાં તમારા વિશ્વમાં અમેરિકા છે કે ગરીબી તે અમુક લક્ષણો પરથી જાણીશું.
હથેળીમાં ધજાનું નિશાન: મિત્રો ઘણા વ્યક્તિના હથેળી ની અંદર ધજા નું નિશાન મળતું હોય છે, આ નિશાન ધરાવતા વ્યક્તિઓ જીવનની અંદર એક વખત જરૂર ધનવાન બને છે. આ વ્યક્તિનો જન્મ એક સાધારણ પરિવારમાં થયો હોવા છતાં તે પોતાની આવડત અને મહેનતથી તે અમીર બની શકે છે.
અંગુઠા પર જવ નું નિશાન :
મિત્રો તમને જણાવી દઈએ કે જે વ્યક્તિના અંગૂઠા પર જવ જેવું નિશાન બનતું હોય તે લોકો પણ ખૂબ જ કિસ્મતવાળા હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના નિશાન વ્યક્તિઓ પોતાના કામમાં કોશિશ કરીને ધનવાન બની શકે છે. આ પ્રકારનું નિશાન ધરાવતા વ્યક્તિ સંતાન પણ સારા ગુણવાળા હોય છે.
હથેળીમાં ઊંડી રેખાઓ :
ખાસ કરીને જે વ્યક્તિની હથેળીની પર હળવી રેખાઓ દેખાય તેને અશુભ અને રોગકારક માનવામાં આવે છે. પરંતુ જો આ રેખાઓ ગુલાબી રંગ વાળી હોય તો તેને શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિ ના હથેળી ની અંદર દરેક રેખાઓ એકબીજા પરથી પસાર ના થતી હોય તેને પોતાના દરેક કાર્યમાં સફળતા મળે છે.
આંગળીઓની બનાવટ :
આ ઉપરાંત જે લોકો ની આંગળીઓ લાંબી તથા સીધી બનાવટ વાળી હોય છે તે વ્યક્તિઓ પણ ધનવાન બની શકે છે. સમુદ્ર્શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આવા લક્ષણો વ્યક્તિ કોઈને કોઈ રીતે ધન ભેગું કરી શકે છે. ખાસ પ્રકારની આંગળીઓની આ બનાવટ વેપારીઓની અંદર વધુ પડતી જોવા મળે છે.
હથેળી પર શુભ નિશાન :
આ ઉપરાંત અમુક વ્યક્તિઓ ની હથેળી ની અંદર ત્રિશુલ, ધનુષ, તલવાર કે પછી ચક્ર જોવા મળતા હોય તે લોકો સરકારી ક્ષેત્રમાં આગળ વધે છે. આ પ્રકારના વ્યક્તિઓ નું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિ થી ભરેલું હોય છે. આ ઉપરાંત જો તમારા હથેળી ની અંદર મંદિર અને ત્રિકોણનું નિશાન જોવા મળે તો આ લોકો ને આધ્યાત્મિક માનવામાં આવે છે. આ લોકો સમાજની અંદર સારી પ્રતિષ્ઠા અને સન્માન પ્રાપ્ત કરે છે.