You are here
Home > Jyotish >

જો ઘર મા સમૃદ્ધિ લાવવા ઈચ્છતા હોય તો શનિવારે કરી લો આ કામ, માતા લક્ષ્મી કરશે કાયમ માટે વસવાટ

મિત્રો, દરેક મનુષ્ય ના જીવન નું એક માત્ર સ્વપ્ન હોય છે કે તે જીવન ને એકદમ સરળતા થી અને ભરપૂર ખુશીઓ થી વ્યતીત કરી શકે. દરેક વ્યક્તિ સમૃદ્ધિ મેળવવા પાછળ અથાગ પરિશ્રમ કરે છે. જીવન મા સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે જ્યોતિષશાસ્ત્ર મા અમુક ઉપચાર દર્શાવવામા આવ્યા છે. માતા લક્ષ્મી નો તમારા ઘર મા નિવાસ થાય તે માટે અમુક વિશેષ ઉપાય દર્શાવવામા આવ્યા છે.

આ ઉપાય અજમાવવા થી તમારા પર બની રહેશે લક્ષ્મી માતા ના અવિરત આશીર્વાદ :

તમારા ઘરમા આજીવન સુખ-સમૃદ્ધિ નો વાસ રહે તે માટે શનિવાર ના શુભ દિવસે લોઢા ના પાત્ર મા જળ, ગોળ, તલ અને દૂધ ભેળવીને પીપળા ના વૃક્ષ નીચે અર્પણ કરી દેવા. શનિવાર ના દિવસે ઘઉં નો લોટ દળવા માટે મુકો ત્યારે તેમાં અમુક પ્રમાણ મા ચણા, ૧૧ તુલસી ના પર્ણો, ૨ દાણા કેસર ઉમેરી દેવું. જેથી તમારી આર્થિક સ્થિતિ પ્રબળ બની જશે.

આ ઉપરાંત શનિવાર ના દિવસે કાળા કુતરા ને તેલ લગાવેલી રોટલી નું સેવન કરાવવું. તુલસી ના રોપ મા નિયમિત પરોઢે જળ અર્પણ કરવું અને સંધ્યાકાળે દિપક પ્રજ્વલિત કરવો. તમારી તમામ મહેચ્છાઓ પૂર્ણ થઈ જશે. આ સિવાય શનિવાર ના દિવસે પીપળા ના વૃક્ષ નીચે દિપક પ્રજ્વલિત કરવાથી વ્યક્તિ ની તમામ મહત્વકાંક્ષાઓ પૂર્ણ થઈ જાય છે.

શનિદેવને વાદળી રંગ ના પુષ્પ અર્પણ કરો :

શનિદેવ ના મંદિરે શનિવાર ના શુભ દિવસે જઈને તેલ અર્પણ કરવું અને પૂજન કરવું. શનિદેવને વાદળી રંગના પુષ્પ અત્યંત પ્રિય છે , શનિવાર ના દિવસે તેમને આ પુષ્પ અર્પણ કરો તથા શનિ મંત્ર “ऊँ शं शनैश्चराय नम:” નું મંત્રોચ્ચાર કરવું. સૂર્ય અસ્ત થવાના સમયકાળે કોઈ એવા પીપળા ના વૃક્ષ ની પાસે જઈને દિપક પ્રજ્વલિત કરવો કે જે સુમસાન સ્થળ પર હોય અથવા તો કોઈ દેવસ્થળે સ્થિત પીપળા ના વૃક્ષ પાસે પણ દિપક પ્રજ્વલિત કરી શકાય છે.

તો આ હતા શનિદેવ ને પ્રસન્ન કરવા માટે ના અમુક વિશિષ્ટ ઉપાયો કે જેને અજમાવીને તમે તમારા ઘર મા તથા જીવન મા સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકો છો. માટે શનિદેવ ને પ્રસન્ન કરવા માટે ના આ ઉપાયો અચૂક અને અવશ્ય અજમાવજો. આ ઉપાય અજમાવવા થી ન્યાય ના દેવ તમારા પર પોતાની કૃપા દ્રષ્ટિ રાખશે અને જેના લીધે માતા લક્ષ્મી નો કાયમી વસવાટ તમારા ઘરે થશે.

Leave a Reply

Top