You are here
Home > Jyotish >

જો કરવામા આવે આ ઉપાય તો, બજરંગબલી આપે છે સ્વપ્ન મા દર્શન

મિત્રો, શુ તમે એક સામાન્ય વ્યક્તિ અને સાચા ભક્ત વચ્ચે નુ અંતર જણાવી શકો? આ અંતર છે તો અત્યંત સહેલુ જો તમે સચોટ દ્રષ્ટિએ જુવો તો ઊંડાણમાં પહોંચ્યા વગર પણ તમે આ વાત જણાવી શકો છો કે કોણ પ્રભુ નો સાચો ભક્ત છે અને કોણ સામાન્ય વ્યક્તિ છે. એક સામાન્ય વ્યક્તિ માટે તેનુ જીવન અને જીવન ની આવશ્યકતા અત્યંત મહત્વપૂર્ણ હોય છે.

સ્વપ્ન મા પ્રભુ ના દર્શન :

જો તમે પ્રભુ ના પરમ ભક્ત છો અને એવીં ઈચ્છા ધરાવતા હોવ કે પ્રભુ તમને દર્શન દે અને તેઓ સ્વયં આવીને તમને આશિર્વાદ આપે તો તે અવશ્ય સંભવ થઇ શકે છે. વાસ્તવિક જીવન મા ભલે પ્રભુ તમારી સમક્ષ ના આવે પરંતુ , સ્વપ્નમા પ્રભુ સ્વયં તમારી સમક્ષ અવશ્ય પ્રગટ થઈ શકે છે.

તંત્ર શાસ્ત્ર :

તંત્ર શાસ્ત્ર એટલે અહી કોઈ ટોણા-ટોટકા ની વાત નથી થઇ રહી. અહી ધાર્મિક કર્મકાંડ વિષે ની વાત થઇ રહી છે. તે માટે તમારે સાચી રીતે કરવામા આવેલા કર્મ અને અતુટ શ્રદ્ધા ની આવશ્યકતા પડે છે. આપણા દેશ ની પ્રાચીન વિદ્યા તંત્ર શાસ્ત્ર ની સહાયતા થી સ્વપ્ન મા પ્રભુ હનુમાન દર્શન આપી શકે છે. તંત્ર શાસ્ત્ર મા દર્શાવેલી આ વિદ્યા નો જો કોઈ શ્રદ્ધાળુ યોગ્ય રીતે પ્રયોગ કરે તો આ ભક્તિ મા અસીમિત બળ છે કે જે તમને પ્રભુ શ્રી બજરંગબલી ના સ્વપ્ન મા દર્શન કરાવી શકે. તો તમે જાણવા ઈચ્છો છો કે આ તંત્ર શાસ્ત્ર તમને પ્રભુ શ્રી બજરંગબલી ના દર્શન કેવી રીતે કરાવી શકે?

મંગળવાર ના દિવસે અજમાવો આ વિશેષ ઉપાય :

તંત્ર શાસ્ત્ર ના આ વિશેષ ઉપાય કોઈપણ મંગળવાર થી પ્રારંભ કરી શકો છો. મંગળવાર એ પ્રભુ શ્રી બજરંગબલી નો પ્રિય દિવસ માનવામા આવે છે. આ ઉપરાંત હનુમાનજયંતી ના દિવસ ને પણ અત્યંત શ્રેષ્ઠ માનવામા આવે છે. ચાલો જાણીએ કે આ ઉપાય કઈ રીતે કાર્ય કરે છે.

હનુમાનજયંતી ના દિવસે અજમાવો આ વિશેષ ઉપાય :

હનુમાન જયંતી અથવા તો કોઈપણ મંગળવારે વહેલી પરોઢે ઉઠીને તમારા દૈનિક કાર્યો પૂર્ણ કરીને , સ્નાન કરીને સાફ સુથરા કપડા ધારણ કરો. ત્યારબાદ એક લોટામા શુદ્ધ જળ લઈને પ્રભુ શ્રી બજરંગબલી ના દેવસ્થળે જઈને તેમની પ્રતિમા ને સ્નાન કરાવો.

બીજા દિવસે અજમાવો આ ઉપાય :

મંગળવાર ના દિવસે આ કાર્ય કર્યા બાદ તેના બીજા દિવસે એક અન્ય ઉપાય અજમાવવા નો છે. આ ઉપાય મુજબ તમારે પહેલા દિવસે સાબુદાણા અને અળદ ની દાળ પ્રભુ ના મસ્તક પર અર્પણ કરીને ૧૧ વાર પ્રતિમા ની પરિક્રમા કરવાની છે. આ પરિક્રમા દરમિયાન મનમા તમારી તમામ ઈચ્છાઓ ને યાદ કરો જે તમે ઈચ્છતા હોવ કે પ્રભુ પૂર્ણ કરે. ત્યારબાદ આ દાણા લઈને ઘરે જાવ અને તેને ઘર ના એક ખૂણા મા રાખી મુકો.

આ પ્રયોગ ૩૧ દિવસ સુધી અજમાવો :

તમારે નિયમિત પ્રભુ ની આરાધના કરતા સમયે અડદ અને સાબુદાણા ના દાણામા વધારો કરતો જવાનુ છે જેમ કે, જો તમે પ્રથમ દિવસે ૧ દાણા થી શરૂઆત કરી હોય તો બીજા દિવસ થી ૨ અને ૧૦મા દિવસ થી ૧૦ દાણા લઇ લો. આ પ્રયોગ નિરંતર ૩૧ દિવસ સુધી અજમાવતા રહેવુ.

પ્રભુ શ્રી બજરંગબલી થશે સ્વયં પ્રકટ તમારા સ્વપ્નમા :

જ્યારે ૩૧ દિવસ પૂર્ણ થઈ જાય એટલે ત્યાર પછીના દિવસો મા નિયમિત એક-એક દાણો ઘટાડતા જવાનુ છે એટલે કે ૩૧ દિવસે ૩૧ દાણા હોય તો ૩૨ મા દિવસ થી ૩૦ દાણા કરો. આવુ ૬૧ દિવસ સુધી કરતા રહેવુ. તંત્ર શાસ્ત્ર અનુસાર આ ૬૧ દિવસ પ્રભુ ની સાચા હૃદય થી આરાધના કરવી અને શ્રદ્ધાપૂર્વક પરિક્રમા પણ કરવી જેથી, પ્રભુ શ્રી બજરંગબલી ૬૧ મા દિવસે તમારા સ્વપ્ન મા અવશ્ય જોવા મળશે.

વહેતા નદી ના પવિત્ર જળમા પ્રવાહિત કરી દો આ દાણા :

ઉપરોક્ત ઉપાય દરમિયાન એકત્રિત કરવામા આવેલા દાણા ને વહેતા નદી ના પવિત્ર જળમા વહાવી દેવા જોઈએ. જેથી તમારા પર સદાય ને માટે પ્રભુ શ્રી બજરંગબલી ની કૃપા બની રહેશે.

Leave a Reply

Top