You are here
Home > Jyotish >

જો કોઈ વ્યક્તિના હાથ ની હથેળી મા હોય આવો મણિબંધ તો થઈ જાશો માલામાલ, જીવન મા ક્યારેય પૈસા પાછળ નહી દોડવું પડે

દરેક વ્યક્તિ ના હાથ ની હથેળીમા ઘણા પ્રકાર ની નાની-મોટી રેખાઓ તેમજ નિશાનઓ અથવા તો આકૃતિઓ જોવા મળતી હોય છે. આ હાથ મા આવેલ એક નાના મા નાની રેખાનુ પણ હસ્તરેખા શાસ્ત્રમા ઘણું મહત્વ છે. તે કોઈ ને કોઈ પ્રકારે જીવનમા સારું ફળ આપતી હોય છે. આ રેખાઓ બદલાતી પણ હોય છે. આ માટે રેખાઓનુ વારંવાર અવલોકન કરવું એ વ્યક્તિના હિતમા નિવડે છે. હથેળી ની નીચે આવેલ મણિબંધ વ્યક્તિ ના નસીબ સાથે સંબંધ ધરાવે છે.

આ મણિબંધમા એક અથવા તો બે રેખાઓ ને શુભ માનવામા આવે છે અને જો બે કરતા વધુ એટલે કે ત્રણ રેખાઓ ને અશુભ માનવામા આવે છે. અહિયાં હથેળીમા જોવા મળતી રેખાઓ તેમજ નિશાનો વિશે ઘણા તથ્યો આપવામા આવ્યા છે. તો ચાલો જાણી લઈએ કે તમારી હથેળીમા આ મણીબંધ છે કે નહિં.

હથેળી મા ધનલાભ સાથે સંકળાયેલી રેખાઓ

જો કોઈ વ્યક્તિ ના હાથ ની હથેળીમા ક્યાંય પણ ત્રિકોણ જેવી આકૃતિ બનતી હોય અથવા તો જીવન રેખા ગોળાઈ થી ભરેલી હોય અથવા તો મસ્તિષ્ક ની રેખા બે ભાગમા વહેંચાયેલી હોય તો તેવા વ્યક્તિઓ તેના જીવનમા ઘણા પૈસા કમાય છે તેમજ તેને અચાનક ધનલાભ પણ મળે છે.

જો કોઈ માણસ ના હાથ ની હથેળી મા ભાગ્ય રેખા, મણિબંધ રેખા કે જે કાંડા ના ભાગ પાસે થી શરૂ થાય છે ત્યાં જ હોય તેમજ તે જો કપાયા વગર હથેળી ની તરફ આગળ વધતા શનિ ના પર્વત પાસે થી પસાર થતી હોય તો તે માણસ અત્યંત ભાગ્યશાળી હોય છે તેમજ તે તેના જીવનમા ઘણી પ્રગતિ પણ કરે છે.

આવા વ્યક્તિઓ સદા અમીર હોય છે કે જેમની હાથ ની હથેળી ભારે હોય તેમજ તેની આંગળીઓ સાવ કોમળ હોય. આ વ્યક્તિઓ ની જન્મકુંડળી મા ધનવાન બનવાના યોગ હોય જ છે. જે વ્યક્તિઓ ના હાથ ની હથેળીમા શનિ પર્વત ઉપસેલો હોય તો તે જરૂર થી ધનવાન બને જ છે તેમજ આ સાથે તેઓ સમાજમા ઘણું માન-સન્માન પણ મેળવે છે.

Leave a Reply

Top