You are here
Home > Articles >

જો મંગળવારના શુભ દિવસે કરશો આ કામ તો હનુમાનજી થશે તમારાથી પ્રસન્ન અને તમારા જીવનની તમામ સમસ્યાઓને કરશે દૂર

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પ્રભુ શ્રી બજરંગબલી એ પ્રભુ મહાદેવ નું જ એક સ્વરૂપ છે માટે હનુમાનજી ના પૂજન નું અત્યંત વિશેષ મહત્વ રહેલું છે. એવી માન્યતાઓ છે કે જો પ્રભુ શ્રી બજરંગબલી કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થઈ જાય તો તેમના જીવન ની તમામ સમસ્યાઓ ને દૂર કરી દે છે તથા તે વ્યક્તિ ના ધાર્યા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. આ કળિયુગ માં જો કોઈ દેવગણ હજુ પણ પૃથ્વી પર હાજરાહજૂર હોય તો તે છે પ્રભુ શ્રી બજરંગબલી.

કારણ કે જયારે પ્રભુ શ્રી રામ વૈકુંઠ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે હનુમાનજી ને આજ્ઞા આપી હતી કે તમે આ પૃથ્વીલોક પર સ્થિત થઈને લોકો ના દુ:ખ તથા સમસ્યાઓ દૂર કરજો. જો કોઈ વ્યક્તિ સાચા હૃદય થી હનુમાનજી નું પૂજન કરે તો હનુમાનજી તેમના થી પ્રસન્ન થઈને તેમને દરેક કાર્યો માં સફળતા અપાવે છે. હાલ , આજે તમને આ લેખ માં અમુક એવા ઉપાયો વિશે જણાવીશું કે જેને અજમાવ્યા બાદ તમારા પર પ્રભુ શ્રી બજરંગબલી ની અસીમ કૃપા રહેશે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ તથા બાધાઓ માંથી તમને મુક્તિ મળશે.

જો તમે પણ તમારા ઘર માં સુખ-સમૃદ્ધિ આવે તેવું ઈચ્છતા હોવ તો હનુમાનજી ના આ ઉપાય અવશ્ય અજમાવો. નિયમિત રાત્રે સૂતા પૂર્વે ઘર ના પૂજા સ્થળ પાસે એક માટી નો દિવડો પ્રજવલિત કરવો અને હનુમાન ચાલીસા નું પઠન કરવું ત્યાર બાદ સૂવા જવું. આવું નિયમિત કરવા થી તમારા ઘર માં કયારેય પણ ધન ની ઉણપ નહી સર્જાય.

જો તમે એવી ઈચ્છા ધરાવતા હોવ કે તમારા જીવનમાં આવતી તમામ બાધાઓ તથા સમસ્યાઓ માંથી તમને મુક્તિ મળે તો તમે હનુમાનજી નો આ અસરકારક ઉપચાર અજમાવો. સૌપ્રથમ એક છાલવાળું શ્રીફળ લ્યો. ત્યાર બાદ તેના પર સીંદુર લગાવો. ત્યાર બાદ તેને કાચા દોરા વડે બાંધી , ચોખા અર્પણ કરીને તેને પ્રભુ શ્રી હનુમાનજી ની પ્રતિમા અથવા છબ્બી પાસે મૂકીને નિયમિત તેનું પૂજન કરવું જેથી તમારા જીવન ની તમામ સમસ્યાઓ દૂર થાય.

જો તમે તમારા મન માં રહેલી કોઈ મહત્વકાંક્ષા પૂર્ણ કરવા ઈચ્છતા હોવ તો પીપળા ના વૃક્ષ નીચે સરસવ ના તેલ નો દીવડો પ્રજવલિત કરવો અને “ઓમ રામદુતાય નમ:” મંત્ર નો ૧૦૮ વાર મંત્રોચ્ચારણ કરવું. જેથી તમારા મન ની તમામ મહત્વકાંક્ષાઓ પૂર્ણ થઈ જશે. જો કોઈ વિદ્ધાર્થી અભ્યાસ માં સારા ગુણે પાસ થવા ઈચ્છતો હોય અથવા તો કોઈ સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહ્યો હોય તો તેમણે આ ઉપાય કરવો.

હનુમાનજી ના મંદિરે જઈને ચમેલી ના તેલ નો દિવડો પ્રજવલિત કરવો તથા હનુમાનજીને સિંદુર અર્પણ કરવું. નિયમિત આ ક્રિયા કરવાથી તમે તમારા અભ્યાસ માં સારા ગુણે પાસ થશો. જો તમે તમારું કોઈ અગત્ય નું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરીવવા ઈચ્છતા હોવ તો પ્રભુ શ્રી હનુમાનજી ના મંદિર પર જઈ ને ધજા ચડાવો તથા મંગળવાર ના દિવસે વાનરો ને ચણા નું સેવન કરાવો. આ ઉપાય થી તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે.

આ ઉપરાંત જો તમે મંગળવાર ના શુભ દિવસે પીપળા ના ૧૧ પર્ણો લઈ તેમને સ્વચ્છ પાણીએ સાફ કરીને તેના પર ચંદન અથવા તો કંકુ થી શ્રી રામ લખી તેને પ્રભુ શ્રી હનુમાનજી ને અર્પિત કરવા. જેથી તમારા દરેક ધાર્યા કાર્યો પૂર્ણ થઈ જશે. જો તમે તમારા શત્રુઓ સામે વિજયી થવા ઈચ્છતા હોવ તો છાલવાળા શ્રીફળ પર સિંદુર લગાવી તેના પર કાચો દોરો બાંધીને હનુમાનજી ને અર્પણ કરો. આમ કરવાથી તમારા પર હનુમાનજી ની વિશેષ કૃપા બની રહેશે અને તમારા જીવનમાં પ્રવર્તતી તમામ સમસ્યાઓ નો અંત થશે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

 

Leave a Reply

Top