You are here
Home > Jyotish >

જો મનોકામના પૂરી થતી ન હોય તો નંદી ના કાન માં આ રીતે જણાવો તમારી ઈચ્છા, પછી જુઓ કમાલ

ભગવાન શિવ ને ભોલે નાથ માનવામાં આવે છે, શિવ નું વાહન નંદી છે, જ્યાં પણ શિવ મંદિર હોય છે ત્યાં શિવ જી ની સાથે નંદી પણ વિરાજમાન રહે છે. શિવ ની પૂજા કરવાની સાથે જ નંદી ની પૂજા પણ કરવામાં આવે છે.


શાસ્ત્રો માં માનવા માં આવે  છે કે જો નંદી ના કાન માં સંતાઈ ને પોતાના મન ની વાત ને કહેવામાં આવે તો વ્યક્તિ ની દરેક મનો કામના પૂરી થઇ જાય છે. આજે અમે આ લેખ માં નંદી ના કાનમાં પોતાની મનો કામના શા માટે કહેવામાં આવે છે, તેની પાછળ છુપાયેલા રહસ્ય વિષે જણાવીશું.


પૌરાણિક કથા ની અનુસાર , શ્રીલાદ મુની એક બ્રહ્મચારી હતા અને તેને એક વાર એક બાળક ખેતર માં પડેલું મળ્યું, તે બાળક ને લઈને તે પોતાના આશ્રમ માં લઇ આવ્યા અને તેનું નામ નંદી રાખ્યું. તે બાળક ભગવાન શિવ નો ભક્ત હતો.


એક વાર બે સાધુ શ્રીલાદ મુની ના આશ્રમ માં આવ્યા અને નંદી ને જોઇને તેના વિષે ભવિષ્ય વાણી કરી, કે આ બાળક અલ્પ આયુ છે. આ સાંભળી ને નંદી ને ઘણું દુખ થયું અને તે ભગવાન શિવ ની ખુબ જ કઠોર તપસ્યા કરવા લાગ્યું, ભગવાન શિવ એ નંદી ની આ કઠોર તપસ્યા થી પ્રસન્ન થઇ ને નંદી ને અજર – અમર થવાનું વરદાન આપ્યું.


ત્યાર બાદ ભગવાન શિવ અને માતા પાર્વતી એ પ્રસન્ન થઈને ખુશી થી બધા ગણો માં નંદી ને ગણાધિપતિ બનાવ્યા અને નંદી નો અભિષેક પણ કરાવ્યો. ત્યાર બાદ ભગવાન શિવ એ નંદી ને વરદાન પણ આપ્યું અને કહ્યું કે તેનો પોતાનો નિવાસ જ્યાં જ્યાં હશે ત્યાં ત્યાં નંદી પણ અવશ્ય વિરાજમાન થશે.


તેની સાથે જ જે વ્યક્તિ નંદી ની પૂજા કર્યા બાદ તેના કાન માં પોતાની જે મનો કામના કહેશે, તે વ્યક્તિ ની  બધી મનો કામના પૂરી થશે. આ કારણ થી દરેક ભક્ત નંદી ના કાન માં પૂજા કર્યા બાદ પોતાની મનો કામના બોલે છે અને નંદી તેમની દરેક મનો કામના પૂરી કરે છે.

Leave a Reply

Top