You are here
Home > Jyotish >

જો નિયમિત આ એક શબ્દ નો જાપ કરવામા આવે તો તુરંત મળશે ઘણી તકલીફો માથી છુટકારો, જાણીને આજ થી જ કરી દો ચાલુ…

મિત્રો, ઓમ શબ્દથી તો સૌ કોઈ વાકેફ જ હશે પરંતુ, તેનો મંત્રોચ્ચારણ કરવાથી થતા લાભ વિશે ખુબ જ ઓછા લોકોને ખ્યાલ જ હશે. તે ફક્ત એક મંત્ર જ નથી પરંતુ, અખૂટ શક્તિનો સ્ત્રોત છે. આ મંત્ર એ ત્રણ સ્વરોનો બનેલો છે અ, ઉ અને મ. આ ત્રણેય શબ્દોને વેદોમાથી લેવામા આવ્યા છે. આ ત્રણેય પરમ બ્રહ્મને દર્શાવે છે. તેમા સમગ્ર બ્રહ્માંડનુ જ્ઞાન સમાવિષ્ટ છે.

આ ત્રણેય શબ્દો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ના પ્રતીક છે. તે ભૂલોક, ભૂવલોક અને સ્વર્ગલોકનુ પ્રતીક છે. તેના ઉચ્ચારણ માત્રથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જો તમે પદ્માસન, અર્ધપદ્માસન અથવા તો સુખાસનમા બેસીને પાંચ વાર, સાત વાર, અગિયાર વાર કે એકવીસ વાર આ મંત્રનો મંત્રોચ્ચારણ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ આ મંત્રના અન્ય લાભો વિશે.

લાભ :

આ મંત્રનુ મંત્રોચ્ચારણ ધીમો, સામાન્ય અને પૂર્ણ શ્વાસ છોડવામા મદદરૂપ સાબિત થાય છે.

આ મંત્રનુ મંત્રોચ્ચારણ આપણા શ્વસનતંત્રને આરામ આપે છે અને સાથે જ તમારા મનને શાંત કરવામા સહાયરૂપ સાબિત થાય છે.

જ્યારે તમે આ મંત્રનુ મંત્રોચ્ચારણ કરો છો ત્યારે પેટ, ફેફસા અને ગળા સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર થાય છે અને તેનાથી એકાએક જ તમને અલગ જ શક્તિની અનુભૂતિ થવા લાગે છે.

આ મંત્ર ધ્વની વક્ષ પિંજરને કંપિત કરે છે, જે આપણા ફેફસામા ભરેલી હવા સાથે સંપર્કમા આવે છે. આ પ્રક્રિયા ફેફસાની કોશિકાઓને ઉત્તેજિત કરે છે. જેનાથી ફેફસામા શ્વાસ ઉચિત માત્રામાં અવરજવર થઇ શકે છે.

એક સંશોધન દ્વારા એવુ પણ સામે આવ્યુ છે કે, આ કંપન અત:સ્થાવી ગ્રંથીઓને પ્રભાવિત કરે છે, જેનુ ચિકિત્સામા અદ્દભુત મહત્વ છે.

જે લોકો ચિંતા અને ક્રોધથી સમસ્યા છે, તેમના માટે આ મંત્રનો ઉચ્ચારણ જેવો બીજો કોઈ સરળ રસ્તો નથી.

આ સિવાય પ્રદુષિત વાતાવરણમા પણ ઓમ શબ્દનુ ઉચ્ચારણ આપણા શરીરમા રહેલ ઝેરને મુક્ત કરી દે છે.

નિયમિત આ મંત્રના મંત્રોચ્ચારણથી શરીરને આરામ મળે છે અને શરીરમા હોર્મોન્સની સંતુલીતતા જળવાઈ રહે છે.

આ મંત્રનુ મંત્રોચ્ચારણ હૃદય અને રક્ત સંચાર પ્રણાલીને વધારે કાર્યક્ષમ બનાવે છે.

આ મંત્રના મંત્રોચ્ચારણથી યુવાની અને ચહેરા પર તેજ આવે છે.

આ મંત્રનો મંત્રોચ્ચારણ પાચનતંત્રને પણ સક્રીય બનાવે છે અને પાંચેય ઇન્દ્રિયને નિયંત્રણમા કરે છે.

અનિંદ્રાની સમસ્યામા આ મંત્રનો મંત્રોચ્ચારણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

જ્યારે આપણે થાક અનુભવીએ ત્યારે જો આ મંત્રનુ મંત્રોચ્ચારણ કરવામા આવે તો તે મંત્રોચ્ચારણથી આપણામા નવી ઉર્જાનો સંચાર થાય છે.

Leave a Reply

Top