
મિત્રો, ભારત સહિત સમગ્ર વિશ્વમા આ જીવલેણ કોરોના ની અસર રોજબરોજ વધી રહી છે. ભારત મા અત્યાર સુધી અનેક લોકો કોરોના વાયરસ થી પીડિત થઇ ચૂક્યા છે, જેમા અમૂક માણસોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. કોરોના એકદમ જીવલેણ અને ગંભીર સમસ્યા છે. કોરોના વાયરસના લક્ષણો વિશે અમુક સંશોધકોએ રિસર્ચ કર્યુ છે, તે મુજબ ત્રણ લક્ષણો જોવા મળે છે. જર્નલ એનલ ઓફ ઇન્ટરનલ મેડિસિન ના એક અહેવાલ અને સંશોધકો ના રિસર્ચ મુજબ કોરોના વાયરસ ક્યારે લાગુ પડે છે?
તેના ત્રણ ખુબ જ મહત્વ ના લક્ષણો છે. સંશોધકોના દાવા મુજબ પાંચ દિવસ ની અંદર કોઇપણ માણસ ને અહી દર્શાવેલ ત્રણ લક્ષણ દેખાય તો સમજી લેવુ કે કોરોના ની અસર ચાલુ થઇ ગઇ છે. અમેરિકન સંશોધકો ના મત મુજબ જાહેર કરવામા આવેલ આ રિપોર્ટમા એવુ જણાવવામા આવ્યુ છે કે કોરોના વાયરસ ની ઝપેટમા આવ્યા પછી પહેલા પાંચ દિવસમા માણસ ને સુકી ઉધરસ આવવાનુ ચાલુ થઇ જાય છે. ત્યારબાદ માણસ ને વધુ પ્રમાણમા તાવ આવવા લાગે છે અને તેના શરીર નુ તાપમાન એકાએક જ પુષ્કળ પ્રમાણમા વધી જાય છે.
અત્યાર સુધી ઘણા આરોગ્ય સાથે સંકળાયેલા તજજ્ઞો કોરોના ના વાયરસ મા વધુ તાવ ચડી જવા નો દાવો કરી ચૂક્યા છે. કોરોના વાયરસ થાય ત્યારે આગળ ના પાંચ દિવસમા વ્યક્તિ ને શ્વાસ લેવામા વધુ પડતી સમસ્યા સર્જાય છે. એક રિપોર્ટ મા એવો દાવો કરવામા આવ્યો હતો કે શ્વાસ ની સમસ્યા ફેફસા મા લાળ ફેલાવવા ના કારણે ઉદભવી શકે છે
આ બધી વાતો વચ્ચે સૌથી અગત્ય ની અને વિશેષ વાત તો એ છે કે, “નેશનલ હેલ્થ સેન્ટર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન” ને પણ કોરોના ના આ જ લક્ષણો જણાવ્યા હતા. એવુ જાણવા મળ્યુ છે કે, સંશોધકો આ વિશેષ રિસર્ચ ચીનના વુહાન શહેરની બહાર અંદાજિત ૫૦ ભાગોમા કર્યુ હતુ. આરોગ્ય ના તજજ્ઞો આ સમયે માણસોને ૨૧ દિવસ સુધી સેલ્ફ આઇસૉલેટમા રહેવાની પણ સલાહ આપી છે