
મિત્રો, જયારે પણ આપણે નવા ઘર ની ખરીદી કરીએ છીએ ત્યારે તેને કોઈ ની બૂરી નજર ના લાગે તે માટે આપણે ઘર મા પ્રવેશ કરતા પૂર્વે વાસ્તુપૂજા નુ આયોજન કરતા હોઈએ છીએ. જેથી ઘર મા કોઈપણ પ્રકાર નો વાસ્તુદોષ ના રહે અને ઘર નો માહોલ શાંતિમયી તથા સુખમયી બની રહે તથા ઘર મા લક્ષ્મીજી નો વાસ થાય. વાસ્તુશાસ્ત્ર મા એવી અનેકવિધ બાબતો નો ઉલ્લેખ કરાયો છે જેનુ યોગ્ય રીતે પાલન ના કરવામા આવે તો તમારા ઘર મા નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે.
આપણ ને ખ્યાલ પણ નથી હોતો અને અમુક અયોગ્ય રહેણીકરણી ના લીધે આપણા જીવન મા અનેક પ્રકાર ની સમસ્યાઓ પ્રવર્તતી હોય છે. જો તમે પણ તમારા જીવન મા સમસ્યાઓ અનુભવી રહ્યા હોવ તો એકવાર અવશ્ય ચકાસી લેવુ કે તમારુ ઘર અથવા તમારા ઘર મા રહેલી વસ્તુઓ વાસ્તુશાસ્ત્ર અનુસાર છે કે નહી? જો ના હોય તો તણાવ લેવા ની જરા પણ આવશ્યકતા નથી હાલ તમને આ લેખ મા અમુક એવી બાબતો વિશે જણાવીશુ કે જો એ વસ્તુઓ તમારા ઘર મા યોગ્ય હશે તો તમારા જીવન મા સમસ્યાઓ કયારેય પણ નહી આવે.
વાસ્તુશાસ્ત્ર મુજબ કયારેય પણ સૂવા ના ઓરડા મા એટલે કે બેડરૂમ મા અરીસો ના લગાવવો જોઈએ પરંતુ , જો એવી પરિસ્થિતિ સર્જાણી હોય કે તમારે ફરજિયાતપણે અરીસો બેડરૂમ મા રાખવો જ પડે તો તેને પલંગ ની ડાબી તરફ અથવા જમણી તરફ ગોઠવી શકાય. પરંતુ , કયારેય પણ તેને પલંગ ની સામે ભૂલ થી પણ ના રાખવો. આ સિવાય તમારા પલંગ ની પાસે બૂટ , ચપ્પલ , ફૂલદાની આ બધી વસ્તુઓ રાખવાનુ ટાળવુ. કારણ કે, તેના કારણે તમારી ઉંઘ બગડી શકે.
આ ઉપરાંત વાસ્તુશાસ્ત્ર મુજબ કયારેય પણ પ્રવેશદ્વાર ની સમક્ષ પગ રાખીને ના ઉંઘવુ તે અશુભ ગણાય છે એટલે કે આપણા પલંગ ને કયારેય પણ પ્રવેશદ્વાર સામે આવે તે રીતે ના ગોઠવવો. વાસ્તુ અનુસાર આપણા પલંગ ની ગોઠવણી એવી રીતે કરવી કે રાત્રિ એ સૂતા સમયે આપણુ મુખ પ્રવેશદ્વાર ની સમક્ષ રહે. આ સીવાય આપણા બેડ પર પથરાયેલી ચાદર કયારેય પણ ફાટેલી ના હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર મા આ બાબત ને અશુભ ગણવામા આવે છે.
આ બાબત તમારા ભાગ્ય ને પણ અસર કરે છે માટે હંમેશા બેડ પર ની ચાદર સ્વચ્છ અને વ્યવસ્થિત હોવી જોઈએ. જો તમે વાસ્તુશાસ્ત્ર મા દર્શાવેલી દરેક બાબત નુ યોગ્ય રીતે પાલન કરો અને તે અનુસાર વર્તો તો તમારા જીવન મા કયારેય કોઈપણ બાધા ઉત્પન્ન ના થાય. માટે આ લેખ મા દર્શાવેલી દરેક બાબતો નુ યોગ્ય રીતે પાલન કરવુ અને કયારેય પણ વાસ્તુશાસ્ત્ર વિરુદ્ધ કાર્ય ના કરવુ નહિતર તમારા ઘર મા નકારાત્મક ઉર્જા નો સંચાર થશે તથા જીવન મા પ્રવર્તતી સમસ્યાઓ મા વૃદ્ધિ થશે.