You are here
Home > Jyotish >

જો પતિ અને પત્ની વચ્ચે ન હોય મનમેળ તો તકરાર અટકાવવા ઉપયોગ મા લો આ ટોટકા

લગ્ન તેમજ પ્રેમ નો સમ્પૂર્ણ આધાર બંને વ્યક્તિઓ પર હોય છે. એક બીજા ઉપર પરસ્પર વિશ્વાસ તેમજ પ્રેમ જ જીવન ને સુખમયી અને શાંતિપૂર્ણ બનાવે છે. પરંતુ ઘણા લોકો નું આ સુખી વૈવાહિક જીવન જીવવા નુ સ્વપ્ન પૂરૂ થતું નથી. ઘણા લોકો ના વિવાહ મા સતત વિધ્નો જ આવે રાખતા હોય છે તો ઘણા ને લગ્ન તો થઈ જાય છે પણ તેમાં પ્રેમ ની ખામી સદા માટે રેહતી હોય છે. આ સમસ્યા ને દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્ર તમને મદદરૂપ થઈ શકે છે.

લગ્ન મા આવતા વિધ્ન ને ટાળવા

પ્રત્યેક સોમવારે કોઇ શિવ મંદિરે દર્શન કરવા જવું અને ત્યાં ભગવાન શિવ ને દૂધ સાથે કાળા તલ ઉમેરી અભિષેક કરવો. આ સાથે જ ગુરૂવાર ના દિવસે ઉપવાસ કરવો તેમજ કોઇપણ પીળી વસ્તુઓ નુ દાન કરવું. આ ઉપાય ના અપનાવવા થી બૃહસ્પતિદેવ પ્રસન્ન થશે. આ સિવાય નિયમિત પરોઢે ભગવાન સૂર્યનારાયણ ને ત્રાંબા ના લોટા થી અર્ધ્ય આપવો અને “ऊं सूर्याय नम:” મંત્ર નો જાપ કરવો.

લગ્ન જીવન મા પ્રેમ ને પામવા માટે 

દરેક વ્યક્તિ ના ગૃહસ્થ મા પ્રેમ મા આવતી તમામ મુશ્કેલીઓ ને દૂર કરવા માટે બુધવાર ના દિવસે કેળા ના પાન પર પોતાના પતિ નું નામ લખી તે પાન ભગવાન વિષ્ણુ ને અર્પણ કરવું. આ સિવાય બે મુખી રુદ્રાક્ષ ને ધારણ કરવા થી પણ વ્યક્તિ ને લાભ થાય છે. આ સિવાય દર સોમવાર ના દિવસે ભગવાન ભોળાનાથ ને અભિષેક કરવો.

આ અભિષેક માટે ત્રાંબા ના લોટા મા પાણી સિવાય આખી હળદર, ચોખા તેમજ ગોલોચન અર્પણ કરવું. આ સિવાય એક લાલ કપડા લઈ તેમા ચંદન થી એક ત્રિકોણ બનાવવું અને તેમાં તમારા પતિ નુ નામ લખવુ. ત્યારબાદ આ લાલ કપડા ને કોઈ જગ્યાએ સાચવી ને રાખી મુકવું. આ સાથે જ શુક્ર નો રત્ન ધારણ કરવા થી પણ વ્યક્તિ ને ઘણો લાભ થાય છે.

Leave a Reply

Top