
આજે ઘણા લોકો અસિડિટી થી પીડાઈ રહ્યા છે. પેટ મા એસિડ બનવુ કે પછી ગેસ થવો અથવા તો પેટ ફૂલવા જેવા અનેક દર્દો હરેક ઘરમા જોવા મળવુ હવે સામાન્ય વાત છે. પેટ મા ઍસિડ બનવાના કારણે છાતીમા ધીમે ધીમે બળતરા વધવા લાગે છે જે થોડા સમય બાદ એસીડીટી મા રૂપાંતર થઈ જાય છે. લોકો આ સમસ્યાના ઈલાજ માટે ઘણી દવા કરે છે પરંતુ પરિણામ મળતુ નથી.
તો આપને જાણીએ કે કેવી રીતે પેટમા થતી અસિડિટી ને ઘરેલુ ઉપાય થી દૂર કરવી.
1) ભોજન કર્યા બાદ જો થોડી વરિયાળી ખાવામાં આવે તો છાતીમાં બળતરા અને એસિડ બનવાની સમસ્યા થી બચી શકાઈ છે.
2) જીરું એસિડ ને બનતું રોકે છે જેથી દરરોજ એક ચમચી જીરું કાચું ચાવીને ખાઈ લો બાદમાં થોડા સમય પછી નવસેકા પાણી પી લો. આવું કરવાથી એસિડિટીથી રાહત મળે છે.
3) એલ્ચિ થી પેટ માં પાચન ક્રિયા સારી થાઈ છે. તેથી રોજ 2-3 એલ્ચિ ખાઈ ને તેના ઉપર ઉકાળેલું પાણી પીવાથી શરીર માં શાંતિ મળે છે.
4) જે લોકોને દૂધ ભાવે છે એના માટે એસિડિટી સામાન્ય છે કારણ કે ઠંડુ દૂધ પીવાથી પેટમાં ઍસિડ બનવાનું બંધ થઈ છે અને તુરંત આરામ મળવા લાગે છે.
5) તુલસીના સારા સારા પાન તોડી ને પાણીમાં ઉકાળી લો અને બાદમાં આ પાણી ને ઠંડુ કરીને પીવો ઍસિડ બનતું અટકી જશે.
6) ગોળ નું મુખ્ય કામ છે પાચન ક્રિયા માં વધારો કરવાનું, જેથી રોજ જમ્યા પછી બે ગાંગડી ગોળ ખાવો.
7) જમ્યા પહેલા કે બાદમાં એલોવેરા માથી બનાવેલું જ્યુસ પીવાથી એસિડિટી માં આરામ મળશે.
8) રેગ્યુલર લસણની કળી ના સેવન થી પણ પેટમાં એસિડ બનતું અટકે છે.
9) ખાણી પીણી તો ઠીક છે પણ જો સવારે વહેલા ઊઠીને યોગ જેવાકે કપાલભાતિ કે ભાસ્ત્રિકા પ્રાણાયામ કરવામાં આવે તો એસિડથી બચાવ થઇ શકે છે.
10) સેકેલું જીરું સાથે કાળામરી પાઉડર ને છાસ માં નાખીને પીવાથી એસિડ બનતો નથી.