You are here
Home > Jyotish >

જો સિંહ રાશિના જાતકો દ્વારા કરી લેવામા આવે આ ઉપાય, તો તેમના જીવન ની તમામ સમસ્યાઓ નો આવશે અંત

મિત્રો, આપણો દેશ એ પૌરાણિક સંસ્કૃતિ અને શાસ્ત્રો અંગે અત્યંત સમૃદ્ધ દેશ છે. શાસ્ત્રો મા પણ જ્યોતિષ શાસ્ત્ર એ અત્યંત મહત્વપૂર્ણ શાસ્ત્ર છે. આ શાસ્ત્ર માંથી તમે તમારી રાશિ અનુસાર તમારા ભૂતકાળ, વર્તમાનકાળ તથા ભવિષ્યકાળ અંગે ની માહિતી મેળવી શકો છો. સિંહ રાશિ નો સ્વામી સૂર્ય ગ્રહ છે. રાશિફળ મા આ રાશિ પાંચમા સ્થાને બિરાજમાન છે. પ્રામાણિકતા તેમજ બધા લોકો પ્રત્યે સમાન ભાવ એ આ રાશિનો વિશેષ ગુણ છે.

આ રાશિના જાતકો પોતાના કાર્યમા નિપુણ હોય છે, તેમને તેમના જીવનમા નવરા બેસવું જરાપણ પસંદ નથી. તે ફક્ત પોતાના કામ થી કામ રાખે છે. તેમને બધા લોકો સાથે હળીમળી ને રહેવું જરાપણ પસંદ નથી. તેમને એકલા રહેવું વધારે ગમે છે. ઉચ્છી ના નાણાં લેવા કે દેવા થી આ રાશિના જાતકો કોસો દુર જ રહે છે. આ લોકો ના મન મા કોઈપણ પ્રકાર નો છળ-કપટ હોતો નથી. તેમને નાની-નાની વાતમા પણ વધુ પડતો ક્રોધ આવી જાય છે. તેમને તેમની સ્વતંત્રતા અત્યંત વ્હાલી હોય છે.

જો કોઈ તેમને કારણ વિના નું ઇગ્નોર કરે તો તેમને ક્રોધ આવી જાય છે. કોઈ તેમની ચમચાગીરી કરે તે તેમને જરાપણ પસંદ નથી. આ જાતકો ને કોઈપણ વસ્તુ ખરાબ લાગે અથવા તો ના ગમે તો તે તુરંત મોઢા પર જ બોલી જતા હોય છે. તેમને કોઈ વાત છુપી રાખવી જરાપણ પસંદ નથી. તે પોતાના વડીલજનો નું સન્માન કરવું ખૂબ જ સારી રીતે જાણે છે. વિકટ પરિસ્થિતિ મા આ રાશિના જાતકો વધુ સ્ટ્રોંગ બની જતા હોય છે.

ધન પ્રાપ્તિ ના ઉપાયો :

ભૌતિક જરૂરીયાતો ને પૂર્ણ કરવા નાણાં ની આવશ્યકતા હોય છે. જ્યારે તમારો સમય ખરાબ ચાલી રહ્યો હોય ત્યારે તમારા દ્વારા ગમે તેટલો કઠોર પરિશ્રમ કરવામાં આવે તો પણ ફળ ની પ્રાપ્તિ થતી નથી, આવી પરિસ્થિતિમા આ સિંહ રાશિના જાતકોએ કાળા કુતરા ને રોટલી નું સેવન કરાવડાવવું , આ ઉપાય અજમાવવા થી આ જાતકો ની નાણાં સંબધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.

જીવન મા ઉન્નતિ મેળવવા માટે ના ઉપાયો:

જીવનમા સ્થિરતા, ઉન્નતિ તેમજ સમસ્યાઓ થી રક્ષણ મેળવવા માટે સૂર્ય નંગ ને ગળામા ધારણ કરો. આ ઉપરાંત રવિવાર ના દિવસે ઉપવાસ કરો. નિયમિત સૂર્યદેવ ને જળ અર્પણ કરો તથા તેમનું પૂજન કરો. આ સીવાય આંકડા ના છોડ પર દૂધ અર્પણ કરો.

વૈવાહિક જીવન ની સમસ્યાઓ ને દૂર કરવા :

જો તમારું વૈવાહિક જીવન તણાવમયી ચાલી રહ્યું હોય તો ઘર ની છત પર શનિવારે ઘોડા ની નાળ લગાવવી. જો ઘરમા વધારા નો ભંગાર પડ્યો હોય તો તેને તાત્કાલીક દૂર કરવું. આવુ કરવાથી તમારા વૈવાહિક જીવનમા શાંતિ બની રહેશે. પ્રેમ-સંબંધ મજબૂત બનશે તથા તમારો અને તમારા જીવનસાથી વચ્ચે નો સંબંધ ગાઢ બનશે.

Leave a Reply

Top