
મિત્રો તમને ખબર હશે કે જે ઘર ની અંદર વાસ્તુ સંબંધિત દોષ હોય ત્યાં હંમેશાં નકારાત્મક ઉર્જા જોવા મળે છે. જેના કારણે કોઇ કામમાં મન નથી લાગતું. જેના કારણે ધન સંબંધિત કામોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને વાસ્તુ વિશેષક પં. મનીષ શર્મા જણાવ્યા છે ઘણા ઘરના વાસ્તુ દોષ દૂર કરવાના ઉપાયો.
ઘર માં પોતું મારતી વખતે કરો આ ઉપાય
જ્યારે ઘરમાં ગૃહિણી પોતું કરે છે ત્યારે પોતાના પાણીમાં થોડું આખુ મીઠું મિક્સ કરવું જોઇએ. આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જા નાશ દૂર થાઈ છે અને પવિત્રતા વધે છે. આ ઉપાય લાંબા સમય સુધી કરવાથી બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
એક વાટકી આખુ મીઠું હંમેશા રાખો બાથરૂમમાં
તમારા ઘરમાં રહેલા વાસ્તુદોષ ને દૂર કરવા માટે એક વાટકીમાં આખુ મીઠું ભરો અને વાટકી બાથરૂમમાં મૂકી દો. આ ઉપાયથી ઘરની નકારાત્મકતા નાશ પામે છે. સમયાંતરે વાટકીનું મીઠું બદલતા રહેવું.
ઘરમા કરો દરરોજ ગૌમૂત્રનો છંડકાવ
તમારા ઘરની પવિત્રતા જાળવી રાખવા માટે નો આ બેસ્ટ ઉપાય છે. આ માટે તમારે રોજ સવારે ગૌમૂત્રનો છંડકાવ કરવો જોઇએ. જો આ કામ રોજ ન કરી શકાય તો દરેક અમાસ અને પૂનમના દિવસે જરૂર કરવો જોઇએ.
ઘરમાં હંમેશા રાખો આ શુભ વસ્તુઓ
લાફિંગ બુદ્ધા, ગોલ્ડન ફિશ, ફેંગશુઇનો કાચબો, ફેંગશુઇના સિક્કા જેની શૂભ વસ્તુઓ થી નિવાસ સ્થાન પરની નકારાત્મક ઉર્જા દૂર થાઈ છે અને બધી જ મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે.