You are here
Home > Articles >

જો તમારે પણ સગો ભાઈ હોય તો ક્યારેય પણ છોડશો નહિ કે સંબંધો તોડશો નહિ, વાંચો શા માટે

પ્રતિક અને સલિલ છેલ્લા ત્રણ-ચાર વર્ષો થી એકબીજા ને બોલાવતા ના હતા. બંને ભાઈઓ નો વ્યવસાય એક જ હતો વકિલાત. બંને નિપુણ વકીલ હતા. એક ભાઈ સિવિલ ના કેસ લડતો અને બીજો ભાઈ ફોજદારી ના કેસ લડતો. એવી પરિસ્થિતિ ક્યારેય સર્જાતી જ નહોતી કે બંને ભાઈઓ એ કેસ લડવા માટે સામસામે ઉતરવુ પડે. પણ એકવાર સંજોગોવશાત એક કેસ એવો આવ્યો કે ગુનેગાર બંને પ્રકાર ના ગુના મા સંડોવાયેલો હતો અને તે બંને ભાઈઓ કોર્ટ મા કેસ લડવા માટે સામસામે આવી ગયા.

આજ કેસ ના લીધે બંને વચ્ચે ના સંબંધો મા તિરાડ પડી ગઈ. કારણ કે , આ કેસ મા એક ની જીત બીજા માટે હાર નુ કારણ બની. બસ આ જ દિવસ થી બંને વચ્ચે બોલવા ના સંબંધો પણ પૂર્ણ થઈ ગયા અને સમય જેમ-જેમ વિતતો ગયો તેમ-તેમ તેમના સંબંધો મા કડવાહટ પણ વધતી ગઈ. બધા જ સગા સબંધીઓ મા આ વાત ફેલાઈ ગઈ કે બંને ભાઈઓ વચ્ચે ખટપટ ચાલી રહી છે ત્યારબાદ તો કોઈ પણ શુભ પ્રસંગ પર બધા લોકો ની નજરો આ બંને ભાઈઓ પર જ હોય છે.

તે બંને ના એકબીજા પ્રત્યે ના વલણ અને વર્તન અન્ય લોકો માટે આનંદ નુ કારણ બનતા. તેમના માતા એ એક વખત બંને ને એક જગ્યાએ બેસાડી ને સમજાવવા નો પ્રયાસ પણ કર્યો કે , તમે બંને એક જ માં ના પેટ મા ઉછેર્યા છો તમે એક જ પિતા ની આંગળી પકડી ને ચાલવા નુ શીખ્યા છો તો શા માટે આવુ વર્તન કરો છો ? બધુ જ ભૂલી જાવ અને સાથે મળી ને રહો. પરંતુ , બંને મા થી કોઈએ પણ માતા ની આ વાત ને ધ્યાન મા ના લીધી.

તેમને એમ બોલી ને ચૂપ કરાવી દીધા કે તમને આમા કશો જ ખ્યાલ ના પડે તમે રહેવા દો. બંને ભાઈ એક બીજા ના કટ્ટર વિરોધી બન્યા. આ પીડા તેના માતા માટે ખુબ જ અસહ્ય હતી અને આ કારણોસર તેમનુ સ્વાસ્થ્ય પણ અનેકવાર કથળી જતુ. અવાર-નવાર છાતી મા દર્દ , ચક્કર આવવા , ખેંચ આવવી પરંતુ , તેણે કોઈ ને પણ આ વાત ની જાણ ના થવા દીધી. પ્રતિક અને સલિલ ના માતા-પિતા માટે જીવન સાવ નિરસ બની ગયુ હતુ.

પરંતુ , ભાગ્ય મા જ્યા સુધી જીવવા નુ લખ્યુ હશે ત્યા સુધી જીવવુ જ પડે. એક દિવસ બધા લોકો પોતપોતાના કામ પર ચાલ્યા ગયા અને પ્રતિક તથા સલિલ ના માતા ને છાતી મા અસહ્ય દુઃખાવો ઉદ્દભવ્યો. તુરંત જ બાજુ મા રહેલા પાડોશીએ તેમના પિતા ને ફોન કર્યો અને આ અંગે જાણ કરી અને તુરંત જ તેમને દવાખાને લઈ ગયા. પ્રતિક અને સલિલ ને પણ આ વાત ની જાણ થતા તેઓ પણ દવાખાને દોડી આવ્યા હતા. પ્રતિક પિતા ની ડાબી તરફ બેઠો અને સલિલ પિતા ની જમણી તરફ બેઠો.

બંને તેના પિતા ને તેની માતા ની તબિયત વિશે પૂછે છે પરંતુ , એકબીજા સાથે વાત કરવા નુ ટાળે છે. પરંતુ , માતા ને થોડા સમય બાદ હોશ આવે છે અને જુએ છે તો બંને પુત્રો તેમની સામે ઊભા છે તેમને એમ થયુ કે તેમની તબિયત બગડવા ને લીધે એકબીજા સાથે બોલવા મંડયા અને પ્રસન્ન થઈ ગયા. પરંતુ તેમનો આ ભ્રમ થોડા જ ક્ષણો મા તૂટયો અને ફરી નિરાશ થઈ ને પોતાની આંખો મીંચી દીધી.

પ્રતિક અને સલિલ ના પિતા ના હ્રદય મા ફાળ પડી કે શુ તેની પત્ની બંને પુત્રો ને સાથે જોવા ની ઈચ્છા લઈ ને જ મૃત્યુ પામી જશે. તેમના પુત્રો ના હ્રદય નહી પીગળે ? તે તેમની માતા ની આટલી નાની એવી ઈચ્છા પૂર્ણ નહી કરે. દરેક માતા-પિતા ની એવી ઈચ્છા હોય છે કે તેમના સંતાનો એકસાથે સંપ થી રહે. માતાએ ફરી આંખો ખોલી અને તેમની આંખો મા નિરાશા નિહાળી ને પ્રતિક બોલ્યો , જો અમારા બોલવા થી તારી તબીયત સુધરી જતી હોય તો હુ તારા માટે બોલવા માંડુ.

આ વાત સાંભળી ને તે મારા પર ક્રોધિત થઈ ગઈ અને કહ્યુ કે , તમે બંને સગા ભાઇઓ છો. તમે એક બીજા સાથે બોલો તો મારા માટે નહી તમે તમારા માટે બોલો અને જો એક બીજા સાથે હળી-મળી ને રહેશો તો તમારી તાકાત વધશે. આટલુ બોલતા જ તેમનો શ્વાસ અધ્ધર ચડી ગયો અને પ્રતિક તથા સલિલ ના પિતા એ તુરંત જ નર્સ ને બૂમ પાડી. નર્સે આવી ને તેમને ઈંજેક્શન લગાવ્યા અને બધા ને રૂમ મા થી બહાર કાઢયા.

દાકતરે આવી ને જણાવ્યુ કે , દર્દી પાસે કોઈપણ તણાવ ભરેલી વાતો ના કરવી. પ્રતિક અને સલિલ ના મન મા થયુ કે માતા પોતાની અંતિમ ઘડીઓ ગણી રહી છે અને જો આ સમય વીતી ગયો તો તેની ઈચ્છા તેના મન મા લઈ ને એ અસંતોષ ની લાગણી લઈ ને જ ચાલી જશે. આ સમયે બંને ને પોતાના બાળપણ ના સંસ્મરણો યાદ આવ્યા કે , કેવી રીતે બંને નાના હતા ત્યારે નાની-નાની વસ્તુ માટે એકબીજા સાથે ઝઘડતા અને થોડી જ ક્ષણો મા આ બધુ ભૂલી ને એકબીજા સાથે રમવા માંડતા.

જો નાનપણ મા એકબીજા ની ભૂલો ભૂલવી આટલી બધી સરળ હતી તો અત્યારે કેમ નહી ? જ્યારે નાનપણ મા માતા ની બધી જ વાતો નુ પાલન કરતા હતા તો શુ અત્યારે માતા ની એક ઈચ્છા નુ માન ના રાખી શકીએ. જ્યાર થી તે બંને એ એકબીજા સાથે બોલવા નુ બંધ કર્યુ છે ત્યાર થી માતા આ દુઃખ થી પીડાઈ રહી છે. કેમ , તેઓ લાગણીવિહિન અને અહંકારી બની ગયા છે કે તેમને માતા નુ આ દુઃખ ના દેખાયુ.

આમ , બંને ના મન ને અનેક પ્રકાર ના પ્રશ્નો ઘેરી વળ્યા હતા અને બંને પસ્તાવા ની લાગણી અનુભવી રહ્યા હતા અને બંને ની આંખો અશ્રુ થી છલકાઈ રહી હતી. પછી બંને ભાઈઓ એ એકબીજા ની સમક્ષ આવી પોતપોતાની ભૂલો સ્વિકારી અને બંને એકબીજા ને ભેટી ગયા. આ દ્રશ્ય તેમના પિતાએ નિહાળ્યુ અને અત્યંત પ્રસન્ન થઈ ગયા અને મનોમન તેમની પત્ની માટે દુઆ માંગવા લાગ્યા કે , તુ જલ્દી સાજી થઈ જા.

તારા બંને પુત્રો ફરી એક થઈ ગયા છે. થોડા સમય બાદ દાકતરે રૂમ મા જવા માટે અનુમતી આપી અને જ્યારે બંને ભાઈઓ એકબીજા ના હાથ મા હાથ પરોવી ને રૂમ મા પ્રવેશ્યા.આ દ્રશ્ય જોઈ ને તેમના માતા ના હ્રદય મા હર્ષોલ્લાસ ની લાગણી છવાઈ ગઈ. માતાએ પ્રભુ નો આભાર માન્યો કે તેમના આશીર્વાદ થી તેમના પુત્રો વચ્ચે રહેલી તમામ કડવાહટો દૂર થઈ ગઈ અને તે બંને એક થઈ ગયા.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top