You are here
Home > Jyotish >

જો તમારી હથેળી મા બનતું હોય આવું નિશાન તો થઈ જશો માલામાલ, મળશે રાજયોગ નુ સુખ

મનુષ્ય ની હથેળી ઘણા રહસ્યો થી ભરેલી છે. આ સાથે જ ઘણા વ્યક્તિઓ ની હથેળી મા અમુક જુદા-જુદા પ્રકાર ના નિશાનો પણ જોવા મળતા હોય છે. આ નિશાનીઓ મા ઘણી એવી નિશાનીઓ પણ હોય છે કે જેના વિશે કદાચ તમને પણ ખ્યાલ ન હોય અથવા તો આ નિશાનીઓ સૂચવે છે તે વાત થી અજાણ હોય. આ નિશાનીઓ માનવી ના ભાગ્ય સાથે સંકળાયેલી હોય છે. જો હથેળી મા ત્રિકોણ અથવા તો ત્રિભુજ નુ કોઈ નિશાન બનેલું હોય તો તે વ્યક્તિ જરૂર થી રાજયોગ ના સુખ ને ભોગવે છે. તો ચાલો જાણીએ હથેળી ના આ નિશાન વિશે.

જો હાથ મા ક્યાંય પણ ત્રણ રેખાઓ ત્રિકોણ આકાર બનાવતી હોય અને તેઓ એકબીજા થી જોડાતી હોય તો તેને ત્રિભુજ અથવા તો ગણિત ની ભાષા મા ત્રિકોણ કહેવામા આવે છે. આ ત્રિકોણાકાર આકૃતિ સમુદ્રશાસ્ત્ર મુજબ ઘણી શુભ માનવામા આવે છે. આવા વ્યક્તિ પ્રતિભાશાળી તેમજ ભાગ્યશાળી હોય છે. હથેળી પર ત્રિભુજ જો એકદમ સ્પષ્ટપણે દેખાતો હોય તો તે ઘણો શુભ ફળદાયી હોય છે. જો ત્રિભુજ કપાયેલો અથવા ફાટેલો કે વાંકો-ચૂંકો હોય તો તે વ્યક્તિ ને થોડા ઓછો લાભ પ્રાપ્ત થાય છે.

હથેળી મા જેમ મોટો ત્રિકોણ અથવા તો ત્રિભુજ બનતો હોય તેટલી જ વધુ વ્યક્તિ ની પ્રગતિ થાય છે. ઘણી વખત આવા વ્યક્તિઓ એક શાસક, પ્રશાસક અથવા તો તેમના મા નેતૃત્વ કરવા ની ક્ષમતા ધરાવતા હોય છે. આવા લોકો પોતાના જીવન મા તમામ પ્રકાર ના ભૌતિક સુખ-સુવિધાઓ ભોગવી શકે છે. જો કોઈ વ્યક્તિ ની હથેળી મા ગુરુ પર્વત ની ઉપર ની તરફ ત્રિભુજ નો આકાર બનતો હોય તો તેને ઘણું શુભ માનવામા આવે છે. બહું જ ઓછા વ્યક્તિઓ ની કુંડળી મા આવો યોગ સર્જાતો હોય છે.

આ સાથે જ જો વ્યક્તિ ના હાથ મા શુક્ર પર્વત ઉપર ત્રિભુજ અથવા તો ત્રિકોણ બનતો હોય તો તે વ્યક્તિ સરળ તેમજ મધુરભાષી સ્વભાવ ધરાવતો હોય છે. આવા લોકો તેમના જીવન મા ઉચ્ચ સ્તર પર ઘણું સારું પ્રદર્શન કરતા હોય છે. આ સિવાય જો હથેળી ના વચ્ચે ના ભાગમા ત્રિભુજ અથવા તો ત્રિકોણ નુ નિશાન બનતું હોય તો તે વ્યક્તિ આંતરિક ઉન્નતિ કરે છે. આ સાથે જ તેના મા ઘણા સદગુણો નો વિકાસ થતો હોય છે તેમજ માનસિક રીતે વધું કર્મ પ્રધાન થતી હોય છે.

Leave a Reply

Top