You are here
Home > Jyotish >

જો તમારી પાસે પૈસા ટકતા ના હોય તો હનુમાનજીને ચઢાવેલ આ વસ્તુઓ સાથે રાખવાથી દૂર થાય છે ગરીબી

અત્યાર ના સમય મા મનુષ્ય પૈસા માટે ધનતોડ મેહનત કરે છે અને પોતાની આજીવિકા મુજબ પોતાનું જીવન પસાર કરે છે. દરેક મનુષ્ય ની ઈચ્છા હોય છે કે તેની પાસે પુષ્કળ પૈસો હોય જેથી તે પોતાના દરેક સપનાઓ પુરા કરી શકે. પરંતુ આજ વાત કરવામાં આવે છે કે વ્યક્તિ પૈસા તો ઘણા કમાતો હોય તે છતાં પૈસા તેની પાસે ટકતા નથી. જો તમારી પાસે પણ રૂપિયા ટકતા નથી અને ઘણા સમય થી તમે પણ ગરીબી મા જીવો છો તો તંત્રશાસ્ત્ર મા સુચવેલા આ હનુમાનજી ના ચમત્કારી ઉપાય કરવાથી લાભ થઇ શકે છે.

હાલ થોડા સમય પેહલા કોલકાતા ના એક જ્યોતિષ ડૉ. દીક્ષા રાઠીએ જણાવ્યું કે તંત્રશાસ્ત્ર મુજબ કે હનુમાનજી ને ચઢાવેલી વસ્તુઓ ઘર મા રાખવાથી ઘણી બાધાઓ દુર થઇ જાય છે. જો ઘર ઉપર ખરાબ નજર નો પ્રભાવ હોય તો તેનાથી પૈસા મા નુકસાન થાય છે, દેણું વધે છે, ઘર મા માંદગી તેમજ કંકાસ સતત રહે છે અને નૌકરી તેમજ ધંધા મા પણ નુકસાન થાય છે. આ બધી જ મુશ્કેલીઓ થી છુટકારો મેળવવા હનુમાનજી ને ચઢાવેલી અમુક ખાસ વસ્તુઓ તમારી પાસે રાખો, જેની શુભ અસર થી તકલીફો દૂર થઈ શકે છે.

પ્રથમ વસ્તુ છે હનુમાનજી ને ચઢાવેલા ફૂલ

બજરંગબલી ને ચઢાવવા મા આવતા ફૂલો ને તેમને ચરણે લગાવેલું સિંદૂર લઈ એક લાલ કપડાં મા બાંધી લો અને ત્યારબાદ તેને તમારી ઓફિસ કે ઘર મા પૈસા સાથે રાખો. આવું કરવાથી પ્રગતિ ની સાથે-સાથે દેણા માંથી પણ મુક્તિ મળે છે. આ સિંદુર વાળું ફૂલ આવનારી મુશ્કેલીઓ થી પણ બચાવે છે. સમયાન્તરે જુનું ફૂલ કુંડા મા નાખી આ ફૂલ બદલતા રહેવું જોઈએ.

બીજી વસ્તુ છે હનુમાનજી ના ચરણ સિંદૂર

મહાબલી બજરંગબલી ના જમણા પગ ના સિંદૂર લઇ તેને એક સ્વચ્છ લાલ કપડાં મા લ્ગવ્યબાદ આ કપડા ને રેશમ ના લાલ દોરા વડે બાંધી ઘર ના પ્રવેશ દ્વાર બાંધી દો અથવા તો ત્યાં લટકાવવા થી ઘર પરિવાર ના સભ્યો ને ધનલાભ તેમજ કાર્ય મા પ્રગતિ ની પ્રાપ્તિ થાય છે.

ત્રીજી વસ્તુ છે બજરંગબલી ના ખંભા નુ સિંદૂર

હનુમાનજી મહારાજ ના જમણા ખંભા નુ સિંદૂર સાથે ૩ લવિંગ લઈ એક લાલ કપડાં મા લાલ રેશમ ના દોરા વડે બાંધી ઘર ના પૂજા સ્થાન અથવા કોઇપણ ઘર ની પવિત્ર જગ્યા મા રાખવાથી ઘર માથી કલેશ તેમજ બીમારીઓ દુર થાય છે.

અંતિમ અને ચોથી વસ્તુ છે બજરંગબલી ની છાતી નું સિંદૂર તેમજ ફૂલ

મહાબલી હનુમાનજી ને સિંદૂર તેમજ ગુલાબ ના ફૂલ અર્પણ કરી તેમની પૂજા કરો. ત્યાબાદ તેમની છાતી માંથી સિંદુર અને ગુલાબ ના ફૂલ ના થોડા પાન એક ચાંદી ના માંન્દડીયા મા નાખી દો તેને ઘર ના પૂજા સ્થાન મા રાખી નિયમિત પૂજા કરો. આવું કરવાથી ઘર મા કલેશ રેહતો નથી તેમજ સુખ-સમૃદ્ધિ માવધારો થાય છે. આ બનાવેલ તાવીજ કે માંન્દડિયું બુરી નજર થી પણ રક્ષણ આપે છે.

Leave a Reply

Top