You are here
Home > Jyotish >

જો તમારી સેલેરી પણ આવતા જ પુરી થઈ જતી હોય તો સવારના સમયે ઉઠીને તરત જ કરો આ એક ઉપાય

મિત્રો, મોટા ભાગ ના લોકો સાથે એવું બનતું હોય છે કે તેમની પાસે નાણાં આવતા ની વેંત ખર્ચ થઈ જતા હોય છે એટલે કે તેમના હાથ માં નાણાં ટકતા જ ના હોય. આપણા માંથી પણ ઘણા લોકો આ સમસ્યા થી પીડાતા હોય છે અને આવું તો બીજા પણ અન્ય ઘણા લોકો ભોગવતા હશે કે પૈસા આવે ને તુરંત જ ખર્ચ થઈ જાય પરંતુ , આવું ક્યાં કારણોસર થાય છે તેની કોઈ વૈજ્ઞાનિક સાબિતી તો ના મળે પરંતુ , આ સમસ્યા ને દૂર અવશ્ય કરી શકાય.

હાલ , તમને આ લેખ માં તમને અમુક એવા ઉપાય વિશે જણાવીશું જે અજમાવવા થી તમે તમારી તમામ આર્થિક સમસ્યા માંથી મુક્તિ મેળવી શકશો. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સમસ્યા સૂર્ય સાથે સંકળાયેલી છે એવું માનવામાં આવે છે. કારણ કે , જો તમારી કુંડળી માં સૂર્ય નું સ્થાન મજબૂત હોય તો તમે જીવન મા અઢળક માન-સન્માન , પ્રતિષ્ઠા , સમૃદ્ધિ અને નાણાં મેળવી શકો.

પરંતુ , જો સૂર્ય યોગ્ય સ્થાને ના હોય તો તમારે અનેક આર્થિક સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે. પરંતુ , હાલ જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ એ તમારા જીવન માં રહેલી તમામ આર્થિક સમસ્યાઓ ને દૂર કરશે. તો ચાલો જાણીએ આ અમુક અસરકારક ઉપાયો વિષે વિસ્તાર થી.

ઉપાય :
તમારા જીવનમાં પ્રવર્તી રહેલી આર્થિક સમસ્યાઓ ને દૂર કરવા માટે તથા તમારી પાસે નાણાં ટકી રહે તે માટે નિયમિત પરોઢે ઉઠીને સ્નાન કરીને સૂર્ય નું પૂજન કરવું તથા નિયમિત સૂર્યદેવ ને જળ અર્પણ કરવું. તાંબા ના પાત્ર માં જળ ભરીને તેમાં કેસર ઉમેરીને આ જળ સૂર્યદેવ ને અર્પણ કરવું. આ જળ અર્પણ કરતા સમયે મન માં આદિત્યસ્રોતમ નું પઠન કરવું.

આ સિવાય અન્ય એક ઉપાય એવો છે કે તમે રાત્રે સુવા જતા પૂર્વે એક ગ્લાસ માં દૂધ ભરીને તે ગ્લાસ ને તમારા માથા પાસે રાખવું અને પરોઢે સૂર્ય ઉદય થાય તે પહેલા ઉઠીને સ્નાન કરી સૂર્યોદય થાય એટલે એક બાવળ ના વૃક્ષ પાસે જઈ ને આ બાવળ ના વૃક્ષ ના મૂળ પાસે આ ગ્લાસ માં ભરેલું દૂધ રેડી દેવું.

લોકો એવું માને છે કે જો તમે આ ઉપાયો અજમાવો તો તમારા પર માતા લક્ષ્મી ની અસીમ કૃપા બની રહે અને દૂધ ચડાવવા જતા સમયે એક વાત ની વિશેષ કાળજી લેવી કે દૂધ જયારે ચડાવો છો ત્યારે તમારું મુખ સૂર્ય તરફ એટલે કે પૂર્વ દિશા તરફ હોવું જોઈએ.

જો તમે આ ઉપાય અજમાવશો તો તમારા ઘર માં સાક્ષાત લક્ષ્મી માતા નો નિવાસ થશે અને તમારા ઘર માં તમારું પરિશ્રમ કરીને મેળવેલું ધન ટકી રહેશે તેનો ક્યાંય ખોટી જગ્યાએ વ્યય થશે નહિ એટલે કે તમારું વોલેટ ક્યારેય પણ ખાલી રહેશે નહિ તેમાં હંમેશા નાણાં રહેશે તથા તમારા જીવન ની તમામ આર્થિક સમસ્યાઓ દૂર થશે અને તમારા જીવન માં આર્થિક સ્થિરતા જળવાશે.

Leave a Reply

Top