You are here
Home > Articles >

જો તમારુ બાળક પણ અંગ્રેજી માધ્યમમા ભણે છે અને જો તેને ગુજરાત ભાષા પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ ગયો છે તો આ લેખ જરૂર વાંચો

મિત્રો આજની અડ્વાન્સ પેઢી માં બધા ગુજરાતી માતા-પિતાની એક જ ઈચ્છા હોય જ કે એમનું બાળક ગમે એટલું ભણે-ગણે અને અંગ્રેજી માં આગળ વધે પણ પોતાની માતૃભાષા પ્રત્યે એમનો પ્રેમ ક્યારેય ઓછો ના થાય.

મિત્રો તમે એક માણસ ને જાણીતા હશો કે લોકલાડીલા હાસ્ય કલાકાર છે અને એક ઉમદા સાહિત્યકાર ભાઈ શ્રી સાંઈરામ દવે એ સામાન્ય પ્રશ્નો પૂછીને એમના અનુભવો ને આધારે ખુબ જ સરસ સાંઈટીપ્સ આપી છે, જે આવા દરેક માં-બાપ ને મદદરૂપ થશે.

જે વાલીઓ નું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે છે? અને તેને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ નથી, તો આવા વાલીઓ એ નીચેના અમુક પ્રશ્નો તેમની જાતને જરૂર પૂછવા જોઈએ.

શું આપણું બાળક ઘરમાં શબ્દકોશ-જોડણીકોશ બોલે છે ?
શું આપણું બાળક સવારે ભજન પ્રભાતિયા સાંભળીએ છે?
શું આપણે ઘરમાં ગુજરાતી સામયિકો આવે છે ?
શુ તમે તમારા બાળક ને કવિ સંમેલન, ડાયરા કે માતૃભાષાને લગતા કાર્યક્રમોમા સાથે લઈ જાઓ છો ?

આ બધા પ્રશ્નો ના તમે આપેલા જવાબ જ કદાચ તમારી સમસ્યા નું નિરાકરણ કરી દેશે, તેમ છતાં સાંઈરામ ભાઈ દવે એ આપેલ અમુક ટિપ્સ પર વાલીઓ ને એક નજર ફેરવવી જોઈએ.

મિત્રો તમારા બાળક માટે શ્રેષ્ઠ કવિ-લેખક શ્રીઓની માહિતી વિકીપેડીયામાં ઉપલબ્ધ છે. જેનો તમારે અને તમારા બાળક ને ભરપૂર ઉપયોગ કરવો જોઈએ.

મિત્રો આજે યુ-ટ્યુબ બધા ને આવડે છે અને બધા તેનો સારી રીતે ઉપયોગ પણ કરે છે. તેના પર ઉપલબ્ધ જાણીતા કવિ-લેખક, હાસ્ય કલાકાર, લોક સાહિત્ય કલાકાર, કાવ્ય સંમેલન, નાટક, વગેરે વિડીયો ઉપલબ્ધ છે. તેને ડાઉનલોડ કરી ઇ-લાઇબ્રેરી બનાવો અને સમયાંતરે તેનો ઉપયોગ થતો રહે તેવો પ્રયત્ન કરો.

વધુમાં તમારી ઘરે ગુજરાતી મેગેઝિન, ન્યુસ પાપેર અને સારા આર્ટીકલ ના પેપર મંગાવો જેને તમે અને તમારા બાળક ને વંચાવો.

મિત્રો અંગ્રેજી એ એક ભાષા છે. જેને ભગવાન ન બનાવો. નહિતર અન્ય કોઈપણ ભગવાન કે ભાષા માટે બાળકને શ્રદ્ધા નહી રહે, આ સચાઈ ની વાત તમે સમજો અને બાળકને પણ સમજાવો.

Leave a Reply

Top