You are here
Home > Articles >

જો તમે પણ તમારા બાળકો સાથે આ પ્રકારનું વર્તન કરતાં હોય તો આજથી બંધ કરી દેજો, આવા વ્યવહારથી તેના પર શું અસર પડે છે એ ખાલી જાણો એકવાર

મિત્રો , આપણે ઘણાં માતા-પિતા ના મુખ થી એવું સાંભળ્યું હશે કે, એમનું બાળક અત્યંત તોફાની છે તથા તે કોઈનું સાંભળતો નથી. ઘણાં બાળકો તોફાની હોય પણ છે અને જયાં જાય ત્યાં પોતાની તોફાની તરીકે ની છાપ છોડીને આવે છે. જેના કારણે તેમના માતા-પિતા તેમના પર ખૂબ જ ગુસ્સે થતાં હોય છે અને ઘણીવાર તેમને મારતા પણ હોય છે. પરંતુ , આ પ્રકાર નું વર્તન બાળક ને ગેરમાર્ગે પણ દોરી શકે છે.

બાળક એ પ્રભુ નો સાક્ષાત્કાર કરાવતું સ્વરૂપ છે. જો તેમની યોગ્ય રીતે સાર-સંભાળ રાખવામાં આવે અને યોગ્ય રીતે તેમનો ઉછેર કરવામાં આવે તો જ તેમના માં સંસ્કારો નું સિંચન થાય. તો ચાલો જાણીએ બાળકો સાથે ઝબરદસ્તી કરવાના પરિણામો શું-શું આવે?

 • જો બાળક ને માર મારીને શાંત પાડવામાં આવે તો તે નફફટ બની જાય છે.
 • જો બાળક ને કોઈ લાલચ આપીને શાંત પાડવામાં આવે તો તે લાલચુ બની જાય છે.
 • જો બાળક ની કુટેવો સુધારવા માટે તેને વારંવાર ધાક-ધમકી આપવામાં આવે તો તેનામાં તે કુટેવનું પ્રમાણ વધતું જાય.
 • બાળક ને હંમેશા તેમના દ્વારા કરવામાં આવેલા કાર્ય અંગે ની પ્રશંસા કરીને તેમને પ્રોત્સાહીત કરો જેથી તેમની અંદર રહેલો ટેલેન્ટ વિકસે.

 • બાળક ને વધુ પડતા લાડ ના લડાવવા. વધુ પડતાં લાડ લડાવવાથી તેનો સ્વભાવ જીદ્દી બને છે.
 • બાળક ને વધુ પડતી સ્વતંત્રતા ના આપવી કારણ કે તેના લીધે તે સ્વચ્છંદી બને છે અને કોઈ તેના પર નિયંત્રણ લાદે તો તેને જરા પણ ગમતું નથી.
 • બાળક ને વધુ પડતો ભય ના બતાવવો કારણકે તેના લીધે તે ડરપોક બને છે.

 • બાળકો પર વધુ પડતી રોક-ટોક ના કરવી કારણકે, તેના લીધે તેમનો સ્વભાવ જડ જેવો બને છે.
 • બાળકો માં રહેલી સારી ટેવો ને બિરદાવી જેથી તેમનામાં આત્મવિશ્વાસ વધે.
 • બાળક ઘરમાં હોય ત્યાં સુધી ઘરમાં કોઈપણ પ્રકારનો કલેશ કરવો નહી.

 • બાળક ની સ્વમાન ની લાગણી કયારેય ના ઘવાય તેની વિશેષ કાળજી રાખવી.
 • બાળક ને હંમેશા પ્રેમ અને હુંફ આપતાં રહેવું.
 • બાળકો ની નજર સમક્ષ સેવાકાર્યો કરવા જેથી તેમનામાં પણ આ સેવાભાવના ની વૃતિ જાગે.
 • બાળકો પર અમુક પ્રકારની જવાબદારી સોંપો જેથી તે સ્વાવલંબી બને.
 • કયારેય પણ અન્ય લોકો ની સમક્ષ પોતાના બાળક ની મશ્કરી ના કરવી તેવું કરવાથી તે લઘુતાગ્રંથિ થી પીડાય છે.
 • બાળક ની હાજરી માં કયારેય પણ અસત્ય ના બોલવું કારણકે , બાળક મોટાભાગ ની વસ્તુઓ તેના માતા-પિતા પાસે થી જ શીખે છે.

 • બાળકની હાજરીમાં વડીલોનું માન-સન્માન કરવું જેથી તેમનામાં પણ આ વૃતિ આવે.
 • બાળક દ્વારા સોંપાયેલું કાર્ય અત્યંત ધ્યાન થી કરવું જો તેમાં કોઈપણ પ્રકાર ની ત્રુટી સર્જાય તો તેમનો સ્વભાવ ચીડિયો બની જાય છે.
 • બાળક ને હંમેશા કોઈપણ વસ્તુ કેટલા પરિશ્રમ પછી પ્રાપ્ત થાય છે તેના મહત્વ તથા તે પરિશ્રમ વિશે જણાવો જેથી તેમનામાં ચોરી જેવા દુર્ગુણ નો પ્રવેશ ના થાય.
 • બાળકો ને નિયમિત અલગ-અલગ પ્રકારની બૌધ ધરાવતી વાર્તાઓ સંભળાવવી જેથી તેમની સર્જનાત્મક શક્તિ માં વૃદ્ધિ થાય.
 • બાળક ની સાથે કયારેય પણ તોછડાઈ ભરેલું વર્તન ના કરવું તેનાથી તે ઉદ્ધત બને છે.

 • બાળક સાથે બાળક બનીને રહેવું જેથી તૈમની આત્મિયતા માં વૃદ્ધિ થાય.
 • બાળક નો ઉછેર જો અપમાનજનક વાતાવરણ મા થાય તો તેમનો વિકાસ રૂંધાય છે.
 • બાળક ને જો વધુ પડતા નાણાં ખર્ચ માટે આપવામાં આવે તો તેના દ્વારા નાણાં બિનજરૂરી જગ્યાએ વેડફી નાખવામાં આવે છે.
 • બાળક નો ઉછેર જો કંકાસ ભરેલા વાતાવરણ માં થાય તો તેનો સ્વભાવ ઝઘડાલું બને.

 • બાળકનો ઉછેર જો શાંતિમયી વાતાવરણ માં થાય તો તેમનો સ્વભાવ શાંત રહે છે.
 • બાળક પર જો વારંવાર અન્યાય થાય તો તેમનો સ્વભાવ ક્રોધમયી બને છે.
 • બાળક નો ઉછેર જો મમતા ભરેલા વાતાવરણમાં થાય તો તેનો સ્વભાવ સ્નેહ ભરેલો બને છે.

 • ઘરના બધા જ સદસ્યો એકસાથે હળી-મળી ને રહે તો તેમનામાં પણ આ ગુણ વિકસે છે.
 • જો ઘરના સદસ્યો એકબીજા સાથે શિસ્તપૂર્વક વ્યવહાર કરે તો તેમના માં પણ આ શિસ્ત નો ગુણ જન્મે છે.
 • બાળકો ને નિયમિત ધાર્મિક સ્થળે લઈ જવા જેથી તેમનામા ધાર્મિક ગુણતત્વો નો પણ વિકાસ થાય છે.

મિત્રો, બાળકો એક કુમળા છોડ જેવા હોય છે જો તમે તેમના પર વધુ પડતું દબાણ આપશો તો તેમનો વિકાસ રૂંધાઈ જશે અને જો વધુ પડતી છૂટછાટ આપશો તો તે ગેરમાર્ગે દોરાશે માટે બાળકો નું યોગ્ય રીતે જતન કરવુ અને તેમની સાર-સંભાળ રાખવી.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top