You are here
Home > Health >

જો તમે પણ વધુ વજન થી પરેશાન છો તો બસ કરી લો આ કામ, વીસ દિવસમા જોવા મળશે પરિણામ

મિત્રો, આજકાલ લોકો વ્યસ્તતા ભરેલા શેડ્યુલ ના કારણે અનેકવિધ બીમારીઓ ના શિકન્જા મા આવી જાય છે. આમાં ની એક સમસ્યા મોટાપો છે. હાલ, વર્તમાન સમયમા મોટાપા ને કોઈ બીમારી થી ઓછું માનવામાં આવતું નથી. કારણ કે, આ મોટાપા ની સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે લોકો દિન-પ્રતિદિન અનેકવિધ પ્રકાર ના ઉપચારો અજમાવતા હોય છે. બજાર મા મળતી તમામ પ્રકારની મેડિસિન નું પણ સેવન કરે છે, તેમ છતાં તેના થી કોઈ વિશેષ લાભ પ્રાપ્ત થતો નથી.

આજે આ લેખ મા અમે તમને પેટ ની ચરબી ઘટાડવા માટે ના અમુક ઉપચારો વિશે જણાવીશું. આ ઉપચાર ને અજમાવવા થી તમે થોડાંક જ દિવસોમા તમારું વજન નિયંત્રણ મા લાવી શકશો. આ સાથે જ તમને અમુક વ્યાયામ ની પદ્ધતિઓ તથા ડાયટ નું કોમ્બિનેશન પણ જણાવીશું, જે તમને થોડાં જ દિવસ મા પાતળા બનાવી દેશે. મોટાપા ની સમસ્યા નો સીધો સંબંધ તમારા ડાયટ સાથે હોય છે.

જો તમે તમારું બોડી સ્લિમ બનાવવા ઇચ્છતા હોવ તો તમારે તમારા ડાયટમા પ્રોટીનયુક્ત આહાર નો સમાવેશ કરવો પડશે, જેમાં ઈંડા, ફિશ, દાળ તથા સી ફૂડ નો સમાવેશ થાય છે. આ સિવાય એ વાતનું પણ અવશ્યપણે ધ્યાન રાખવું કે તમારે કેટલું અને ક્યારે આહાર નું સેવન કરવું? તમારે દર બે-બે કલાકે થોડા-થોડા આહાર નું સેવન કરવું, જેથી તમારું વજન નિયંત્રણ મા રહે અને વધે નહીં. આ નો અર્થ એવો થયો કે તમે જે એક સમયે જેટલું આહાર નું સેવન કરો છો, તેને એક વારમા નહીં પરંતુ, ત્રણ થી ચાર ભાગ માં વિભાજીત કરી ને ૨-૨ કલાક ના અંતરાળે લેવું.

આ ઉપરાંત તમારે ડાયટમા ફાઈબરયુક્ત ભોજન નો પણ સમાવેશ કરવાનો છે, જેથી વધારા નું ફેટ નિયંત્રણ મા રહે. આહાર મા ફાઈબર તથા પ્રોટીન જેવા પોષકતત્વો ની માત્રા વધુ લેવા થી તમારા મા ઉર્જા નો સંચાર થાય છે, તમે સ્ફૂર્તિ સાથે કાર્ય કરી શકો છો. આ સાથે જ તમારી કેલરી પણ બર્ન થાય છે અને વજન નિયંત્રણ મા રહે છે. ડાયટ ની સાથે તમારે સાઈડ પ્લેન્ક વર્કઆઉટ પણ કરવું જોઈએ, જે તુરંત તમારા પેટ ની ચરબી ને ઘટાડે છે.

સાઈડ પ્લેન્ક કરવાની યોગ્ય વિધિ :

સાઈડ પ્લેન્ક કરવા માટે સૌપ્રથમ પેટ ના બળે ચતા સૂઈ જાવ. ત્યારબાદ તમારી કોણી ને વાળો અને તમારી બાજુઓ ના આગળ ના ભાગ પર તમારા શરીર નું વજન લાવો. ત્યારબાદ શરીર ને એકદમ સીધું રાખો. આ ક્રિયા દરમિયાન પેટ ની માંસપેશીઓ જરાપણ ઢીલી ના રહેવી જોઈએ. આ ઉપરાંત માથા પર કોઈપણ જાત ન દબાણ ના લાવી સીધા જુઓ. તમે જેટલી મિનિટ સુધી આ સ્થિતિ મા રહી શકો તેટલી મિનિટ રહેવાનો પ્રયત્ન કરવો. પ્લેન્ક વર્કઆઉટ દરમિયાન ધીમે-ધીમે શ્વાસ લેતા રહેવું અને છોડતા રહેવું. આ ક્રિયા નિયમિત કરવા થી ૨૦-૨૫ દિવસમા તમને તેની અસર જોવા મળશે.

નોંધઃ આ આર્ટિકલ ફક્ત સામાન્ય માહિતી માટે છે. આ કોઈપણ રીતે નિદાન નો સચોટ વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશાં ફેમિલી ડોક્ટર નો સંપર્ક સાધવો.

Leave a Reply

Top