
મિત્રો, જો આપણે પૌરાણિક શાસ્ત્રોનુ માનીએ તો તે પ્રમાણે અમુક છોડ એવા હોય છે, જેને ઘરે રોપવા ખૂબ જ શુભ માનવામા આવે છે કારણકે, આ નાની-નાની વનસ્પતિઓમા દેવી-દેવતા વસે છે. અમુક વનસ્પતિઓને ઘરમા રોપવાથી ક્યારેય પણ તમારે આર્થિક સમસ્યાઓ નો સામનો કરવો પડતો નથી, તો ચાલો જાણીએ કઈ છે આ પાંચ વનસ્પતિઓ.
લક્ષ્મણ રોપ :
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે લક્ષ્મણનો રોપ એ માતા ધનાલક્ષ્મીને પોતાની તરફ આકર્ષિત કરવામા પણ સક્ષમ છે. જો આ રોપને ઘરે લગાવવામા આવે તો ક્યારેય નાણાંની તંગી અનુભવાતી નથી. આ ઉપરાંત ઘરમા સુખ-શાંતિ અને સમૃધ્ધિથી ભરપૂર વાતાવરણ રહેશે.
મની-પ્લાન્ટ રોપ :
આ મની-પ્લાન્ટ ને જો અગ્નિ દિશામા રાખવામા આવે તો તે યોગ્ય માનવામા આવે છે. આ દિશાના પ્રભુ શ્રી ગણેશ છે તથા પ્રતિનિધિ શુક્ર છે. આ દિશામા જો તમે આ મની-પ્લાન્ટ નો રોપ લગાવો છો તો તમારા ઘરમા ક્યારેય નાણાંની અછત સર્જાશે નહી અને તમારુ જીવન સુખમય રહેશે.
તુલસીનો રોપ :
શાસ્ત્રો પ્રમાણે તુલસીને ઘરમા લક્ષ્મીમાતાનુ બીજુ સ્વરૂપ માનવામા આવે છે. જો પૂર્વ દિશા અથવા તો ઇશાન ખૂણામા તુલસીનો રોપ લગાવવામા આવે તો તમને જીવનમા સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળશે. આ ઉપરાંત જીવનમા ક્યારેય પણ નાણાંની તંગી નહી સર્જાય.
હર-સિંગાર રોપ :
હર-સીંગાર દરેક વ્યક્તિના ઘર અને પ્રાંગણમા જોવા મળી શકે છે. આ લોકોના ઘરોમા વિશેષ સુખ અને સમૃદ્ધિ હોય છે. તેમના ઘર અપાર સંપત્તિથી ભરપૂર હોય છે. તેમને ક્યારેય પણ કોઈપણ વસ્તુની કમી નથી હોતી.
ક્રુસુલા રોપ :
એવી માન્યતાઓ છે કે, જો તમે આ રોપને રોપો તો નાણા તેને પોતાની તરફ આકર્ષિત કરે છે તેથી, જો તમારે તમારા ઘરમા આ રોપ ને લગાવો છો, તો તમારા ઘરમા ક્યારેય પણ આર્થિક નાણાભીડ ની સમસ્યા સર્જાશે નહી અને તમારા વ્યવસાયમા બરકત આવશે.