You are here
Home > Articles >

જો તમને પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના નાણાં નથી મળ્યા તો તમે અહીં કરી શકો છો ફરિયાદ

જો કોઈ જરૂરિયાતમંદ ખેડૂત ને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નાણાં પ્રાપ્ત નથી થઈ રહ્યા તો તમારે તણાવ લેવા ની કંઈ જ જરૂર નથી. આ સમસ્યા ને દૂર કરવાનું નિરાકરણ છે. તમે આ વિશે સીધી કેન્દ્રિય કૃષિ મંત્રાલય માં ફરિયાદ કરી શકો છો. આ યોજના એ મોદી સરકાર દ્વારા ખેડૂતો માટે રજૂ કરેલી સૌથી વિશાળ અને વિશિષ્ટ યોજના છે. મોદી સરકાર દ્વારા અવારનવાર નવીનતમ પ્રયાસો કરવામાં આવે છે જેના લીધે ખેડૂતો ની સમસ્યાઓ દૂર થાય.

આ યોજના નો લાભ લઈને હાલ ૩.૯૪ કરોડ ખેડૂતો નાણાં મેળવી ચૂકયા છે. જો તમે હજુ પણ આ યોજના ના લાભ થી વંચિત છો તો સૌથી પહેલા તમે તમારા રેવેન્યુ અધિકારી તથા કૃષિ અધિકારી નો સંપર્ક કરવો. જો ત્યાંથી કોઈ યોગ્ય પ્રત્યુતર પ્રાપ્ત ના થાય તો તમે [email protected] પર જઈ ને તમારી ફરીયાદ આ એડ્રેસ પર મેઈલ કરો. આ ઉપરાંત તમે ૦૧૧-૨૩૩૮૧૦૯૨ પર કોલ કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો.

અમુક અહેવાલો માં એવી પણ ફરિયાદો જાણવા મળી છે કે અમુક ખેડૂતો ની આ યોજનામાં નોંધણી થઈ ગઈ હોવા છતા તેમના ખાતા માં નાણાં જમા થયા નથી જ્યારે અમુક ખેડૂતો ના ખાતા માં બે-બે વખત આ નાણાં જમા થઈ ચૂકયા છે તો અમુક ને પહેલી વખત ના નાણાં મળી ચૂક્યા છે પરંતુ , બીજી વખત ના નાણાં નથી મળ્યા. આમ , હાલ ખેડૂતો આવી અનેક પ્રકાર ની સમસ્યાઓ થી ઘેરાયેલા છે.

આવી પરિસ્થિતિ માં ખેડૂતો એ સૌપ્રથમ લેખપાલ તથા કૃષિ અધિકારી ની મુલાકાત લઈને તેમને પૂછવુ જોઇએ કે આ યોજના અંતર્ગત તેમના નામ ની નોંધણી થઈ છે કે નહી. જો નોંધણી થઈ ગઈ હોય તો પૈસા ના આવવાના કારણ વિશે પૂછવુ અને જો આ અંગે કોઈ યોગ્ય પ્રત્યુતર ના મળે તો સીધો જ ૦૧૧-૨૩૩૮૧૦૯૨ આ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવો અને અધિકારીઓ તરફ થી આ યોજના અંગે યોગ્ય માહિતી પ્રાપ્ત નથી થઈ રહી તેવી ફરિયાદ નોંધાવી.

આ ઉપરાંત તમે આ યોજના ના વેલફેયર વિભાગ નો પણ સંપર્ક કરી શકો છો. તમે ૦૧૧-૨૩૩૮૨૪૦૧ ફોન નંબર પર કોલ કરીને તથા [email protected] પર મેઈલ કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો. કેન્દ્રીય કૃષિ રાજય મંત્રી કૈલાશ ચૌધરી જણાવે છે કે , જો કોઈ ખેડૂ મિત્ર ને આ યોજના નો લાભ નથી મળી રહ્યો તો તેમની આ સમસ્યા નું નિરાકરણ લાવવું એ અમારી ફરજ છે અને અમે અવશ્ય આ સમસ્યાઓ નું યોગ્ય નિરાકરણ લાવશું.

વિશેષ માં કૈલાશજી એમ પણ કહે છે કે , ટેકનીકલ ખરાબી ના કારણે જે-જે ખેડૂતો ના ખાતા માં પૈસા નથી પહોંચ્યા તે અંગે ની પણ યોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે. અમારો પૂરતો પ્રયત્ન રહેશે કે આ યોજના નો લાભ દરેક ખેડૂત સુધી પહોંચે. આ યોજના અંતર્ગત હાલ યુ.પી. માં ૧,૨૦,૨૩,૧૭૪ ખેડૂતો લાભ લઈ ચૂકયા છે તથા મહારાષ્ટ્ર માં ૩૧,૫૬,૨૯૮ , બિહાર માં ૬,૪૬,૧૫૯ તેમજ રાજસ્થાન માં ૨૮,૨૦,૪૪૧ અને ગુજરાત માં ૨૯,૭૪,૫૨૦ ખેડૂતો આ યોજના નો લાભ લઈ ચૂકયા છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top