You are here
Home > Janva Jevu/Tips >

જો તંદુરસ્ત રહેવુ હોય તો ભોજન ના સેવન બાદ આ છ મોટી ભૂલ ક્યારેય ના કરશો

મિત્રો, આપણે નિયમિત આહાર ગ્રહણ કરતાં સમયે અનેક એવી ભૂલો કરીએ છીએ કે જે આપણી હેલ્થ માટે નુકશાનદાયી સાબિત થઈ શકે છે. દાક્તરો દ્વારા અપાતી સલાહ અનુસાર આહાર નું સેવન નિયમિત યોગ્ય સમયે થવું જોઈએ અને ક્યારેય પણ તમારી ભૂખ ને મારવી ના જોઈએ. આજે આ લેખમા આપણે અમુક એવી બાબતો વિશે ચર્ચા કરીશું જેના વિશે આપણે આહાર નું સેવન કર્યા બાદ પણ કાળજી રાખવી પડશે.

પાણી નું સેવન ના કરવું :

આહાર ગ્રહણ કરીએ તે દરમિયાન અથવા તો આહાર નું સેવન કર્યા બાદ ક્યારેય પણ તુરંત જ પાણી નું સેવન ના કરવું. મોટાભાગ ના લોકો ને આહાર નું સેવન કરતી વખતે પાણી પીવા ની ટેવ હોય છે તથા અમુક લોકો ને આહાર નું સેવન કર્યા બાદ તુરંત પાણી પીવા ની આદત હોય છે, જે આપણી હેલ્થ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

દાક્તરો નાં મત અનુસાર કોઈએ આહાર ગ્રહણ કરતા સમયે તથા આહાર ગ્રહણ કર્યા ના તુરંત બાદ ક્યારેય પણ પાણી નું સેવન ના કરવું જોઈએ. હંમેશાં આહાર ગ્રહણ કર્યા ના કમ સે કમ અડધી કલાક બાદ પાણી નું સેવન કરવું જોઈએ. ફક્ત આટલું જ નહી પરંતુ, ઠંડા પાણી નું ક્યારેય પણ સેવન ના કરવું જોઈએ. ઠંડા પાણી નું સેવન કરવાથી પાચનતંત્ર અસ્ત વ્યસ્ત થઈ જાય છે. તેથી જમ્યા બાદ હમેંશા નવશેકા પાણી નું સેવન કરવું જોઈએ.

ચા અથવા કોફી નું સેવન ટાળો :

મોટાભાગ ના લોકો ને આહાર ગ્રહણ કર્યા બાદ ચા અથવા કોફી નું સેવન કરવાની આદત હોય છે. જે જરાપણ યોગ્ય નથી. દાક્તરો ના કથન મુજબ જમ્યા બાદ તુરંત જ ચા અથવા કોફી નું સેવન કરવાથી આહારમા સમાવિષ્ટ લોહતત્વ નાશ પામી જાય છે અને શરીર ને પુરતા પ્રમાણ મા પ્રોટીન પ્રાપ્ત થતું નથી.

આહાર ગ્રહણ કરીને તુરંત જ સૂઈ ના જાવું જોઈએ :

બપોર ના ભોજન લીધા ની સાથે જ ક્યારેય પણ તુરંત સૂઈ ના જવું જોઈએ. હંમેશાં આહાર ગ્રહણ કર્યા બાદ અડધો કલાક સુધી વોકીંગ પર જવું જોઈએ અને ત્યારબાદ સૂઈ જવું જોઈએ. આહાર ગ્રહણ કર્યા બાદ તુરંત ઊંઘ લેવા થી આહાર નું યોગ્ય રીતે પાચન થતું નથી અને પેટ મા દર્દ થવાની શક્યતાઓ મા વૃદ્ધિ જોવા મળે છે. માટે આ બધી સમસ્યાઓ થી પીડાવું ના પડે એટલે જમીને ક્યારેય પણ તુરંત સુવા જવું નહિ.

જ્યુસ નું સેવન ના કરવું :

જમ્યા બાદ જ્યુસ નું સેવન કરવું એ યોગ્ય ગણાતું નથી કારણ કે આ વસ્તુ નું સેવન આપણી પાચન ની પ્રક્રિયા મા અવરોધરૂપ બને છે. તેથી જમ્યા બાદ તુરંત જ જ્યુસ નું સેવન ના કરવુ જોઈએ. જમ્યા ના ઓછા મા ઓછા બે કલાક બાદ જ જ્યુસ નું સેવન કરવું યોગ્ય ગણવામાં આવે છે.

ધૂમ્રપાન ના કરવું :

મોટાભાગ ના લોકો જમ્યા બાદ ધૂમ્રપાન કરવાની આદત ધરાવતાં હોય છે , જે તેમની હેલ્થ ને ખૂબ જ બહોળા પ્રમાણ મા અસર કરે છે. જમ્યા બાદ ક્યારેય ભૂલ થી પણ ધૂમ્રપાન ના કરવું તથા મદિરા નું સેવન કરવું નહીં.

ઠંડી અને ગરમ વસ્તુ નું એકસાથે સેવન ના કરવું જોઈએ :

ક્યારેય પણ જમવામા એકીસાથે ઠંડી અને ગરમ વસ્તુઓ નું સેવન ના કરવું જોઈએ. ઘણા લોકો ને દહીં નું સેવન કર્યા બાદ તેના પર દૂધ નું સેવન કરવાની આદત હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે જરાપણ યોગ્ય નથી. દહીં અને દૂધ નું એકીસાથે સેવન કરવાથી પેટ મા ગડબડ થાય છે. આવી જ રીતે, પનીર પર દહીં, દૂધ, ચા અથવા કોફી નું ક્યારેય ભૂલ થી પણ સેવન ના કરવું.

જમ્યા બાદ એક જગ્યાએ બેસી ના રહેવું :

જમ્યા બાદ લોકો તુરંત જ તેમની ખુરશી પર બેસી ને પોતાનું કાર્ય કરવાનું શરૂ કરી દે છે. દાક્તર ના જણાવ્યા અનુસાર કોઈએ પણ આહાર ગ્રહણ કર્યા બાદ તુરંત ખુરશી પર બેસવું ના જોઈએ. નિયમિત આહાર ગ્રહણ કર્યા બાદ કમ સે કમ ૧૦ મિનિટ ચાલો અને ત્યારબાદ જ ખુરશી પર બેસી ને કાર્ય કરો.

Leave a Reply

Top