You are here
Home > Articles >

જો વારંવાર રગ જકડાઈ જતી હોય તો આ બીમારી હોય શકે, લક્ષણ અને કારણ જાણી કરી લો આ કારગર ઉપાય

મિત્રો, ઘણીવાર અચાનક જ આપણી ડોક અને ખંભા ની નીચેવાળા ભાગમા અસહ્ય પીડા થવા લાગે છે. આ પીડા ખૂબ જ સહન ન થાય તેવો હોય છે. જો આ દુઃખાવો અમુક દિવસો સુધી રહે અને દવા નુ સેવન કરવાથી પણ રાહત મળતી નથી તો એવામા તમે સર્વાઇકલ સ્પાંડિલાસિસ ની સમસ્યા ના શિકાર બની શકો છો.

જેથી, આજે અમે તમને આ લેખમા સર્વાઇકલ સ્પાંડિલાઇસિસ જેવી ગંભીર સમસ્યા ના લક્ષણ, કારણ અને ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ જેથી તમે આ બીમારી ના શિકાર ના બનો અને જો આ બીમારી થી તમે પીડાતા હોવ તો તેનુ નિદાન કઈ રીતે કરવુ તેના વિશે પણ માહિતી આપીશુ.

સર્વાઇકલ સ્પાંડિલાઇસિસ સમસ્યા ના લક્ષણો :

આ સમસ્યામા ડોક મા દર્દ તથા તેની સાથે-સાથે માંસપેશીઓ જકડાઇ જવી, કેટલીક વાર તો આ દર્દ ખંભા, માથા અને પીઠ ના ભાગથી થઇને પગ સુધી પહોંચી જાય છે. આ સમસ્યા મા વિશેષ કરીને માથાના પાછળના ભાગમા ખૂબ જ દર્દ થાય છે. આ દર્દ માથાના ઉપરના ભાગ ને અસર કરે છે તો અમુક સમયે માથાના નીચેના ભાગની તરફ વધી જાય છે.

આ સમસ્યા મા અમુક કિસ્સા મા અસમાન્ય લક્ષણ પણ જોવા મળે છે. જેમ કે, છાતીમા અસહ્ય દર્દ નો અનુભવ થવા લાગે, હૃદય મા સોજો ચડી આવે છે. કેટલીક વાર તો આ સમસ્યા મા ઇજા વગર પણ ગરદન, ખભા અને હાથમા અસહ્ય દર્દ થાય છે, આ સાથે જ દર્દીને કમજોરી અને ઝણઝણાટી નો એહસાસ પણ થવા લાગે છે.

આ સમસ્યા ના મુખ્ય કારણો :

સતત ડોક અને માથુ ઝુકાવીને કાર્ય કરવુ, લાંબા સમય સુધી એક જગ્યા પર બેસીને કાર્ય કરવુ , સ્મોકિંગ કરવુ , બેઠા-બેઠા સૂઇ જવુ , લાંબા સમય સુધી ખંભા ના ટેકે મોબાઈલ પર વાત કરવી.

આ સમસ્યા ના નિવારણ માટેના ઉપાયો :

પેઇનકિલર્સ નું સેવન કરવુ, યોગા અને વ્યાયામ કરવા, ડોક ની સર્જરી દ્વારા નસો પર દબાણ ઓછુ કરવુ. ગળાના સ્નાયુઓ જકડાઈ નહિ તે માટે ની દવાઓ નુ સેવન કરવુ , ડોકની મૂવમેન્ટ ને નિયંત્રિત કરવા માટે સર્વાઇકલ બેન્ડ નો ઉપયોગ કરવો. તો આ હતા સર્વાઇકલ સ્પાંડિલાઇસિસ સમસ્યા ના મુખ્ય લક્ષણો, કારણો અને ઉપાયો.

પરંતુ, મિત્રો જો તમે તમારી જીવનશૈલી ની અનિયમિતતા ને દૂર કરી નિયમિતતા કેળવો અને જંકફૂડ ના સેવન ને ઘટાડી ને ઘર ના પૌષ્ટિક અને સાત્વિક આહાર ને પ્રાધાન્ય આપો તો આવી કોઈપણ સમસ્યા તમને થઈ શકતી નથી અને તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

Leave a Reply

Top