You are here
Home > Articles >

જૂની સાવરણીને ક્યારેય પણ આ દિવસે ના ફેંકશો બહાર નહીતર થઈ શકે છે લક્ષ્મી માતાનુ અપમાન

મિત્રો , સાવરણી એ આપણા ઘર નુ મહત્વ નુ તથા અભિન્ન અંગ છે. આ સાવરણી ની સહાયતા વડે આપણે ઘર ની સાફ-સફાઈ કરી ને ઘર ને સ્વચ્છ તથા ચોખ્ખુ રાખી શકીએ છીએ. પરંતુ , દરેક વસ્તુ ની જેમ સાવરણી ની પણ એક નિશ્ચિત સમયમર્યાદા હોય છે. જેમ આપણે કોઈપણ વસ્તુ તૂટી જાય અથવા તો ભાંગી જાય તો તે વસ્તુ ને ઘર ની બહાર ફેંકી દેતા હોઈએ છીએ. એવી જ રીતે જ્યારે સાવરણી પણ તૂટી ભાંગી જાય એટલે ઘર ની બહાર ફેંકી દેવી જોઈએ.

પરંતુ , અહી એ પ્રશ્ન થાય છે કે , આ જૂની તુટેલી સાવરણી ને ઘર ની બહાર ફેંકવા માટે કયો દિવસ શુભ ગણાય ? આ વાત સાંભળી ને તમને થોડા સમય માટે હસવુ અવશ્ય આવશે કે કઈ સાવરણી ને બહાર ફેંકવા માટે તિથિ , વાર કે સમય જોવા ની આવશ્યકતા થોડી પડે ? પરંતુ , લોકો ની અજ્ઞાનતા ને દૂર કરતા તમને જણાવી દઉ કે આપણા પ્રાચિન શાસ્ત્રો મા આ ઘર ની સાફ-સફાઈ નુ કાર્ય કરતી સાવરણી ને લક્ષ્મીજી નુ સ્વરૂપ માનવા મા આવ્યુ છે.

જો તમારે તમારી જૂની તથા તૂટેલી સાવરણી ને ઘર ની બહાર ફેંકવી હોય તો તેના માટે અમાસ ના દિવસ ને શુભ ગણવા મા આવે છે. તમે અમાસ ના દિવસે તમારા ઘર મા થી આ જૂની સાવરણી નો નિકાલ કરી શકો છો. કારણ કે , આ દિવસે જૂની સાવરણી ફેંકવા થી કોઈપણ પ્રકાર નો દોષ લાગતો નથી.

ગુરૂવાર તથા શુક્રવાર ના દિવસે ના કરવુ આ કાર્ય :
ક્યારેય ભૂલ થી પણ આ દિવસે સાવરણી ઘર મા થી બહાર ના ફેંકવી. આમ , કરવા થી સાક્ષાત લક્ષ્મી માતા રુષ્ટ થઈ ને સદાય ને માટે ચાલ્યા જાય છે.

આવુ કરવા થી સમસ્યાઓ વધે છે :
જો સાવરણી તૂટી ગઈ હોય અને તે સમગ્ર ઘર મા આમ–તેમ વિખેર ઊડતી હોય તો તે તમારા ઘર મા દરિદ્રતા લાવવા નુ કારણ બની શકશે. તમારા ઘર મા ધન ની ઉણપ સર્જાવા માંડશે તથા આ પ્રકારે સાવરણી ઘર મા વેર-વિખેર કરવી તે અપશુકન ગણાય છે તે તમારી સમસ્યાઓ વધારી શકે છે.

સાવરણી ની ખરીદી માટે આ દિવસ ગણાય છે શુભ :
જો તમારા ઘર ની સાવરણી જૂની થઈ ગઈ હોય અથવા તો તૂટી ગઈ હોય અને તમે નવી સાવરણી ખરીદવા ઈચ્છતા હોવ તો નવી સાવરણી મંગળવાર , શનિવાર અથવા તો અમાસ ના દિવસે ખરીદવી અત્યંત શુભ ગણાય છે. તદુપરાંત આ જ દિવસોએ તમારી નવી સાવરણી વાપરવા ની શરૂઆત કરો તો ઘર મા રહેલા તમામ દોષો દૂર થઈ જશે.

સાવરણી થી ક્યારેય પણ આ કાર્ય ના કરશો :
જો જમીન પર જમવા નુ ઢોળાયેલુ હોય તો તેને ક્યારેય પણ સાવરણી થી સાફ ના કરવુ જોઈએ. આમ , કરવા થી સૌપ્રથમ માતા અન્નપૂર્ણા નારાજ થાય છે. આ ઢોળાયેલી વસ્તુ ને સૌપ્રથમ કપડા થી સાફ કરી ત્યારબાદ અહી સાવરણી નો ઉપયોગ કરવો.

કયારેય ના કરશો આ કાર્ય :
જો જમીન પર સાવરણી પડેલી હોય અને તમારે તે સાવરણી ની બીજી તરફ જવુ હોય તો ક્યારેય પણ સાવરણી ને ટપી ને ના જવુ. આમ , કરવા થી લક્ષ્મી માતા ક્રોધિત થઈ જાય છે. આ ઉપરાંત ક્યારેય પણ સાવરણી બેડ ની નીચે ના રાખવી. કારણ કે , તેના થી પતિ-પત્નિ ના સંબંધો વચ્ચે તિરાડ પડે છે.

સાવરણી રાખવા માટે આ દિશા છે યોગ્ય :
ઘર મા સાવરણી રાખવા માટે નુ એક યોગ્ય સ્થાન હોવુ છે આવશ્યક. સાવરણી રાખવા માટે ઉત્તર દિશા ને શ્રેષ્ઠ ગણવા મા આવે છે. આ ઉપરાંત એક વાત ની વિશેષ કાળજી રાખવી કે ક્યારેય પણ સૂર્યાસ્ત બાદ કચરો ના વાળવો. તેમ કરવા થી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top