You are here
Home > Articles >

જુઓ હૃદય ને થરથરાવી દે તેવો આ ફોટો, જે આપણા દેશની વર્તમાન સ્થિતિને વર્ણવે છે

મિત્રો, આપણા દેશમા વર્તમાન સમયમા એવા ઘણા બધા બાળકો છે જે ભૂખ્યા સુવા પર મજબુર છે પરંતુ મધ્ય પ્રદેશથી જે ઘટના સામે આવી છે તે જોઇને કોઈનું પણ હૈયું ચિરાઈ જાય. આ તસવીર સરકારનાં દાવાઓની પોલ ખોલવા માટે પર્યાપ્ત છે. ભોપાલ પોલીસને આ બાળક બસ સ્ટોપ પાસેથી મળી આવ્યુ છે અને તે એટલુ નબળુ છે કે તેનુ વજન ફક્ત ૧.૩ કિલો છે.

પોલીસ દ્વારા માતાની શોધખોળ હાથ ધરાઈ :

મધ્યપ્રદેશ સરકાર હાલ ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકો માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડ્યાના દાવા કરે છે પરંતુ, આ દાવા કેટલા અંશ સુધી સાચા છે તે ફક્ત આ એક ફોટોમા દેખાય આવે છે. ૧૦ દિવસનુ એક બાળક ભોપાલ પોલીસને બસ સ્ટોપ પર મળી આવ્યુ. આ બાળક ફક્ત ૧.૩ કિલોગ્રામનુ છે અને તેને તરછોડી દેવામા આવ્યુ. હાલ, આ બાળક ભોપાલના દવાખાનામા સારવાર લઇ રહ્યુ છે અને તેની માતાની શોધખોળ કરવામાં આવી રહી છે.

બસસ્ટોપ પાસેના શો-રૂમની બહાર બાળકને મૂકીને ચાલી ગઈ માતા :

ભોપાલના બાગસેવનિયા વિસ્તારની પોલીસને આ બાળક કાર શો-રૂમની સામેથી મળ્યું. હોશંગાબાદ શો-રૂમની સામેના બસ સ્ટોપ પર તેની માતા આ બાળકને છોડીને જતી રહી. પોલીસે આસાપાસનાં વિસ્તારમાં તેની માતાની શોધખોળ હાથ ધરી પરંતુ, હજુ સુધી તેની કોઈ ખબર મળી નથી.

સિક્યુરિટી ગાર્ડ દ્વારા આપવામા આવી માહિતી :

બસ સ્ટોપની પાસે આવેલા એક ઓટોમોબાઈલ કંપનીનાં સિક્યુરિટી ગાર્ડનુ કહેવુ એવુ છે કે, ત્રણ-ચાર દિવસથી એક સ્ત્રી પોતાના બે બાળક સાથે આ જ વિસ્તારમા ઘૂમી રહી હતી. આ સ્ત્રી આસપાસનાં ઘરોમા ખાવાપીવાની ચીજવસ્તુઓ માંગતી હતી. ગાર્ડને શંકા છે કે, આ બાળક તે જ મહિલાનુ હોય શકે છે.

આ બાળક છે કુપોષિત :

આ બાળકની માતા વિશે કોઈ માહિતી ના મળતા પોલીસ તેને દવાખાને લઈને ગઈ, આ બાળક ખૂબ જ નબળું છે અને હાલ તેને આઈ.સી.યુ. મા દાખલ કરવામા આવ્યુ છે. હાલ, પણ બાળકની માતાની શોધખોળ ચાલુ છે.

Leave a Reply

Top