You are here
Home > Articles

કાળી ગાયને ઘાસ ખવડાવશો તો તમને પ્રાપ્ત થશે અનેક ફાયદાઓ, જેના લાભ જાણીને તમે પણ મુકાઈ જશો આશ્ચર્યમાં

મિત્રો , પૌરાણિક સમયકાળ થી દરેક ધર્મ માં ગાય નુ પૂજન માતા તરીકે કરવામાં આવે છે પરંતુ , હિંદુ ધર્મ માં ગાય ના પૂજન નું વિશેષ મહત્વ રહેલું છે. આપણે સૌ જાણીએ પ્રભુ નારાયણે પણ જયારે શ્રી કૃષ્ણ સ્વરૂપે ધરતી પર માનવ અવતાર ધારણ કર્યો તો ત્યારે તેમણે પણ ગૌમાતા ની ખૂબ જ સેવા કરેલી. લોકો માં એવી માન્યતાઓ પણ છે કે જો તમે ગૌમાતા નું નિયમિત સાચા હૃદય થી અને નિષ્ઠા થી પૂજન કરો છો તો મૃત્યુ બાદ તમને ગૌલોક માં વાસ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે.

શાસ્ત્રો માં ગાય ને કામધેનુ તરીકે સંબોધિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત શાસ્ત્રો માં એવું પણ કહેવાયું છે કે જો તમે નિયમિત ગૌમાતા નું પૂજન કરો તો તમારા તમામ પાપ ધોવાઈ જાય છે. ગૌમાતા નું નિયમિત પૂજન કરવા થી તમારા મન ની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ ઉપરાંત જો તમે નિયમિત કાળી ગાય ને ઘાસચારા નું સેવન કરાવડાવો તો તમને પુણ્ય ની પ્રાપ્તિ થઈ શકે છે.

તમારા તમામ પાપો ધોવાઈ જાશે :
શાસ્ત્રો મુજબ જો કાળી ગૌમાતા ના મૂત્ર ને નહાવાના પાણી મા ૨ બૂંદ જેટલું ઉમેરી તે પાણી થી નિયમિત સ્નાન કરવામાં આવે તો તમારા તમામ પાપો માંથી તમને મુક્તિ મળે. આ ઉપરાંત જે લોકો ના ઘર માં કાળી ગૌમાતા વસવાટ કરે છે તેમના ઘરે સદૈવ સુખ-શાંતિ નું વાતાવરણ બની રહે છે.

તીર્થ સ્નાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય :
જો તમે કાળી ગાય ને નિયમિત ઘાસચારા નું સેવન કરાવડાવો તો તમારા તમામ પાપો માંથી તમને મુક્તિ પ્રદાન થાય છે અને તમને તીર્થ સ્નાન કર્યા બાદ જે પુણ્ય ની પ્રાપ્તિ થાય છે તેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે.

પૃથ્વી ની પ્રદક્ષિણા કર્યા જેટલું પુણ્ય અર્જિત થાય :
જો સવાર માં ઉઠીને તમે સાચા હૃદય થી , ભક્તિ ભાવ થી અને નિશ્ઠાપૂર્વક ગૌમાતા ની સેવા કરીને જો તેમની ફરતે પ્રદક્ષિણા કરવામાં આવે તો પૃથ્વી ની પ્રદક્ષિણા કર્યા સમાન નું પુણ્ય અર્જિત થાય છે.

મળે છે ૩૩ કરોડ દેવગણો ના આશિષ :
એ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે ગૌમાતા માં ૩૩ કરોડ દેવતાઓ નો વાસ થાય છે. જો તમે સવાર માં ઉઠીને ગૌમાતા નું પૂજન-અર્ચન કરો છો તો તમને ૩૩ કરોડ દેવગણો નો આશિષ મળે છે.

કુંડળી દોષ માંથી મળે છે મુક્તિ :
જો કુંડળી માં કોઈપણ પ્રકાર નો કુંડળી દોષ હોય અને આ દોષ ના કારણે તમે કોઈ સમસ્યા થી પીડાતા હોવ તો તેમાંથી મુક્તિ મેળવવા માટે નિયમિત કાળી ગાય ને ઘાસચારા નું સેવન કરાવડાવો.

સકારાત્મક ઉર્જા નું નિર્માણ થશે :
જો તમારા ઘર ની આસપાસ ગૌમાતા વસવાટ કરતા હોય અથવા તો અહીં થી પસાર થતા હોય તો તમારા ઘર માંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘર ની આસપાસ સકારાત્મક ઉર્જા નું નિર્માણ થશે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top