You are here
Home > Bollywood >

કામ વગર ઘરે ખાલી બેસી લેશે પરંતુ કોઈ પાસે નથી માંગતા કામ ની ભીખ, જાણો ક્યાં છે આ પાંચ જાણીતા સ્ટાર્સ…

મિત્રો, બોલીવુડ ફિલ્મજગતમા અનેકવિધ એવા કલાકારો છે, જેમને લગભગ કામ મળવાનુ બંધ થઈ ગયુ છે અને ખૂબ જ લાંબા સમય બાદ ક્યારેક-ક્યારેક તે ફિલ્મી પડદા પર જોવા મળે છે. વાસ્તવમા વર્તમાન સમયમા એટલા યુવા કલાકારો આવી ગયા છે કે, આ અભિનેતાઓને જોવામા લોકોનો રસ ખૂબ જ ઓછો થઈ ગયો છે પરંતુ, તેમના ચાહકો આજે પણ તેમને જોવાનુ ખૂબ જ પસંદ કરે છે.

બોલીવુડ ફિલ્મજગતમા મોટાભાગે કામ માંગવા પર જ કામ મળતુ હોય છે અને અનેકવિધ કલાકારો ફિલ્મ પ્રોડ્યુસર અને ફિલ્મ નિર્માતાના સંપર્કમા રહેતા હોય છે જેથી, તેમને કામ મળી રહે પરંતુ, આજે આ લેખમા અમે તમને બોલિવૂડ ફિલ્મજગતના પાંચ એવા સ્વાભિમાની અભિનેતાઓ વિશે જણાવીશુ, જે ક્યારેય પણ કોઈપણ પાસે કામની ભીખ માંગતા નથી.

સુનીલ શેટ્ટી :

એક સમયે આ અભિનેતાનુ નામ સુપરસ્ટારની યાદીમા સામેલ હતુ. લોકોની વચ્ચે આ અભિનેતા એક્શન હીરોના રૂપમા વધારે પ્રસિદ્ધ હતા. દેખાવમા તે સાધારણ હોવા છતાપણ શ્રેષ્ઠ અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. નકારાત્મક કિરદાર હોય કે સકારાત્મક તેણે પોતાનો અભિનય દરેક વ્યક્તિત્વમા શ્રેષ્ઠ આપેલ છે. વર્ષ ૨૦૦૧ મા આવેલી ફિલ્મ “ધડકન” માટે તેને બેસ્ટ વિલન ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂક્યો છે પરંતુ, હવે તે ખુબ જ ઓછી ફિલ્મોમાં નજર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સુનિલ પોતાની પત્ની સાથે મળીને સાઈડ બિઝનેસ કરે છે.

સની દેઓલ :

૯૦ ના દાયકામા આ અભિનેતા ફિલ્મજગતના સુપરસ્ટાર તરીકે ઓળખાતા. તેમણે તે સમયમાં જિદ્દી , ઘાતક , બોર્ડર અને ગદર જેવી અનેકવિધ સુપરહિટ ફિલ્મો આપી છે પરંતુ, તેમનુ સ્ટારડમ હાલ ક્યાંક ખોવાઈ ગયુ છે. તેમણે વર્ષ ૨૦૧૧ મા પોતાની છેલ્લી હિટ ફિલ્મ “યમલા પગલા દીવાના” આપી હતી. ત્યારબાદ તેમણે અનેકવિધ એક્શન ફિલ્મોમાં કામ કર્યું પરંતુ, તેમને પહેલાં જેવી સફળતા પ્રાપ્ત થઈ નહીં. જો કે આજે તેમની પાસે પૈસાની કોઇ જ કમી નથી પરંતુ, તેમછતા તે સાદુ જીવન જીવવામા વિશ્વાસ રાખે છે. તેમણે આજ સુધી ક્યારેય પણ કોઈ નિર્માતા આગળ કામની ભીખ માંગી નથી.

બોબી દેઓલ :

૯૦ ના દાયકામા આ કલાકાર પણ એક જાણીતા અભિનેતા હતા. તે સમયમાં તેમણે અનેકવિધ સુપરહિટ ફિલ્મો આપી હતી પરંતુ, વર્તમાન સમયમા તેમની પાસે એકપણ ફિલ્મ નથી. જો કે, વર્ષ ૨૦૧૧મા આવેલી ફિલ્મ “યમલા પગલા દીવાના” સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમા તેમની સાથે સની દેઓલ અને ધર્મેન્દ્ર હતા. ત્યારબાદ તેમના ખાતામા એક પણ સુપરહિટ ફિલ્મ આવી નથી. હાલમા જ તે રેસ-૩ મા પણ નજર આવ્યા હતા પરંતુ, ફિલ્મ ફ્લોપ સાબિત થઈ અને તેમના કામની કોઈ ખાસ પ્રશંસા કરવામાં આવી નથી.

તુષાર કપુર :

બોલીવુડ ફિલ્મજગતના દિગ્ગજ અભિનેતા જીતેન્દ્ર ના પુત્ર તુષાર કપૂર છે. તેમણે પણ બોલિવૂડની અમુક ફિલ્મોમા કામ કર્યું છે પરંતુ, આવડત હોવા છતા પણ તે પોતાનો જાદુ દર્શકો પર ચલાવી શક્યા નહીં. તેની બહેન એકતા કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી પ્રોડ્યુસર છે. તુષારને ગોલમાલ સિરીઝમા પોતાના અભિનય માટે ઓળખવામાં આવે છે. તેમણે પણ ક્યારેય કોઈની પાસે કામની માંગણી કરી નથી.

અક્ષય ખન્ના :

હાલ થોડા સમય પહેલા આવેલી ફિલ્મ સેકશન-૩૭૫ ના અભિનેતા અક્ષય ખન્ના પણ બોલિવૂડ ફિલ્મોમા ખુબ જ ઓછા નજર આવે છે પરંતુ, તેમછતા લોકો તેમની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. તે બોલિવૂડ ફિલ્મજગતના એક શ્રેષ્ઠ અભિનેતા છે. તેમના વિશે પણ આ વાત કહેવી યોગ્ય છે કે, તેમને ફિલ્મોમા કામ મળે અથવા ના મળે, તે ક્યારેય પણ કોઈ નિર્માતા અથવા ડાયરેક્ટર પાસે કામ માંગવા જતા નથી.

Leave a Reply

Top