You are here
Home > Health >

કમર, ઢીંચણ અથવા તો હોય સાંધા નો દુખાવો તેનાથી છુટકારો મેળવવા સેવન કરો આ એક ચીજ નુ

મિત્રો, વર્તમાન સમય ની વ્યસ્તતા ભરેલી જીવનશૈલી અને ખાણીપીણી ની ખરાબ આદત ના કારણે લોકો માં આવશ્યક પોષકતત્વો ની કમી જોવા મળે છે. જો આ પોષકતત્વો માં ના એક પોષકતત્વ કેલ્શિયમની વાત કરીએ તો વિશેષ કરીને સ્ત્રીઓ માં કેલ્શિયમની ઉણપ જોવા મળતી હોય છે. જે સ્ત્રીઓ લાંબા સમયકાળ સુધી બાળક ને સ્તનપાન કરાવે તેમના માં પણ કેલ્શિયમની ઉણપ વધુ પડતી જોવા મળતી હોય છે.

શરીરમાં દુખાવાની ફરિયાદ હાલ સામાન્ય બની ચુકી છે :

શરીરમાં કેલ્શિયમની કમી વર્તાય તો હાડકાં મા દર્દ થવા માંડે છે. તમે જો નોંધ્યું હશે તો દરેક વ્યક્તિ ને શરીર ના કોઈ ને કોઈ હિસ્સા માં દર્દ થતો હોવાની સમસ્યા જણાતી જ હોય છે. કમર નો દર્દ , ઘૂંટણ મા દર્દ, પગ ની પાની મા દર્દ વગેરે ની ફરિયાદ હાલ ના યુગમા સાવ સામાન્ય બની ગઈ છે.

આ દર્દ માંથી મુક્તિ મેળવવા માટે મોટાભાગના લોકો પેઈન કિલર નું સેવન કરતા હોય છે પરંતુ, એક સમય બાદ તે પણ અસર કરવાનું છોડી દે છે. આવી પરિસ્થિતિમાં જો તમે તમારા ડાયટ પર થોડું વિશેષ ધ્યાન આપો તો અનેક પ્રકાર ની સમસ્યાઓ માંથી મુક્તિ મેળવી શકો છો. તમારા રસોઈઘર માં જ એક વસ્તુ એવી છે જે તમને દરેક પ્રકારના સાંધાના દર્દ માંથી મુક્તિ અપાવી શકે છે.

તમારા રસોઈઘર મા જ છુપાયેલો છે આ સમસ્યા નું અસરકારક નિદાન :

જાયફળ ને અંગ્રેજીમા ‘Nutmeg’ તરીકે ઓળખવામા આવે છે. જાયફળ ખૂબ જ સહેલાઈ થી માર્કેટમાં પ્રાપ્ત થઈ રહે છે અને મુખ્યત્વે લોકોના ઘરમાં ગરમ મસાલા તરીકે તેનો ઉપયોગ કરતો હોય છે. ફોસ્ફરસ અને કેલ્શિયમ થી ભરપૂર જાયફળ ના સેવન થી હાડકા મજબૂત બને છે. આ ઉપરાંત તેનાથી શરીર માં થતી અસહ્ય પીડામાંથી પણ રાહત મળે છે.

આ જાયફળ નો ઉપયોગ કેવી રીતે કરશો , તેના વિશે માહિતી આપીએ :

સૌપ્રથમ જાયફળ ને યોગ્ય રીતે ક્રશ કરીને તેનો પાવડર બનાવી લ્યો. નિયમિત પરોઢે ભૂખ્યા પેટે ૧ ગ્લાસ નવશેકા પાણીમાં થોડો પાવડર મિક્સ કરીને તેનું સેવન કરો. થોડાક જ દિવસમા તમને તેની અસર દેખાશે. તમે ઈચ્છો તો તલના તેલ મા જાયફળને ઘસીને સહેજ ગરમ કરો અને ત્યારબાદ ઠંડુ પડે એટલે શરીર ના જે ભાગ માં દર્દ થતો હોય ત્યાં તેનાથી માલિશ કરવી , જેથી આ દર્દ દુર થાય.

Leave a Reply

Top