You are here
Home > Articles >

કરશનદાસ બાપુ ના મૃત્યુ ના સમાચાર વાઈરલ થતા પરબધામ દ્વારા કરવામા આવ્યો આ ખુલાસો

મિત્રો, કોરોના વાયરસને લાગતા હાલ સોશિયલ મીડિયામા અનેકવિધ સંદેશો વાયરલ થઇ રહ્યા છે અને તેમા સંતો-મહંતો નુ નામ લઈને લોકોને ઉકાળો પીવા માટે જણાવવા મા આવે છે અને કહે છે કે આ ઉકાળા નુ સેવન કરવાથી કોરોના માથી મુક્તિ મળી જાય છે અથવા કોરોના થતો નથી પરંતુ, કોરોના વાયરસથી બચવા માટે ના ઉપાયો દર્શાવતા સોશિયલ મીડિયામા વાયરલ થયેલા આ મેસેજો અફવા છે. કારણ કે, હાલ થોડા દિવસો પેલા સોશિયલ મીડિયામા પરબધામ કરશનદાસ બાપુના નામે એક મેસેજ ખૂબ જ વાયરલ થયો હતો.

આ મેસેજ વાયરલ થયા બાદ પરબધામ વતી સોશિયલ મીડિયામા વાયરલ થયેલો આ મેસેજ ખોટો હોવાનો ખુલાસો કરવામા આવ્યો હતો. સોશિયલ મીડિયામા વાયરલ થયેલા આ મેસેજમા એવુ જણાવવામા આવ્યુ હતુ કે, “ પરબ ના આ મહંત કરશનદાસ બાપુ દેવ થઈ ગયા છે અને તેમણે તેમના અંતિમ શ્વાસ સમયે લોકોને ઉકાળો પીવા માટે જણાવ્યુ હતુ અને જે વ્યક્તિઓ તેમની સ્મશાનયાત્રા પહેલા ઉકાળા નુ સેવન કરશે તેમને કોરોના વાયરસ લાગુ પડશે નહી.”

આ મેસેજ વાયરલ થયા બાદ પરબધામ વતી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી જેમા કરશનદાસ બાપુના સમાધિ લેવા બાબતે તથા સોશિયલ મીડિયામા આ વાયરલ થયેલા મેસેજને લઈને ખુલાસો કરવામા આવ્યો હતો. પરબધામ દ્વારા કરવામા આવેલી આ પોસ્ટમા એવુ લખાણ કરવામા આવ્યુ હતુ કે,’ સત દેવીદાસ સાથે જણાવવાનુ કે પરબધામના હાલના મહંતશ્રી કરશનદાસ બાપુ તથા સર્વે સાધુ સંપૂર્ણપણે નિરોગી તથા સ્વસ્થ છે.

સોશિયલ મીડિયા અને અન્ય કોઈ જાહેરાત મારફતે કરવામા આવતી વાતો ફક્ત અફવા છે તેમની સમગ્ર સેવક સમુદાય તથા શ્રાધ્ધળુઓ એ નોંધ લેવી. પરબધામના આશ્રિત તથા સનાતન ધર્મના આશ્રિત દરેક વ્યક્તિઓએ આ પ્રકાર ની અફવા થી ભરમાવુ નહિ અને આવી અફવા થી દૂર રહેવુ.

Leave a Reply

Top