You are here
Home > Articles >

અમદાવાદ : કોરોનાની સમસ્યામા કર્તવ્યભાવના નુ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરુ પાડતી તબીબ કૃતિ સિંઘલ

મિત્રો, અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમા આવેલી કોવિડ હોસ્પિટલમા દાકતર કૃતિ સિંઘલ એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે. દાકતર કૃતિ સિંઘલ નવેમ્બર મહિનામાં એક બાળકીના માતા બન્યા છે. બાળકીના જન્મ થયાના એક મહિનામાં જ તેઓ ફરી પાછા ફરજ પર હાજર થયા હતા. દાકતર કૃતિ સિંઘલ અત્યારે કોવિડ હોસ્પિટલ ખાતે આઈ.સી.યુ.મા કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી રહ્યા છે.

છેલ્લા ત્રણ મહિનાથી તેઓએ પોતાની છ મહિનાની વહાલસોયી દીકરીનું મોઢું પણ જોયુ નથી. તેઓની માર્ચ મહિનામાં ટર્મ પૂર્ણ થવાની હતી પરંતુ કોરોનાના કારણે પરીક્ષા યોજાઈ શકી નથી. દાકતર કૃતિ સિંઘલ જણાવે છે કે ‘હુ અત્યારે સમાજ અને રાષ્ટ્રની સેવા કરી રહી છું જેનો મને ખૂબ આનંદ છે પરંતુ, હુ માતા તરીકે મારી ફરજ નિભાવવા માટે અસક્ષમ છું. મારી સાસુની ઉંમર પણ વધુ છે જે મારી દીકરીની સાર-સંભાળ રાખી રહ્યાં છે.’

દાકતર કૃતિ સિંઘલ વધુમા જણાવે છે કે ‘મારી દીકરીની અને પરિવારની ખૂબ જ યાદ આવે છે પરંતુ દર્દઓની સારવાર બહુ જરૂરી છે. દર્દી નાજુક હાલતમાં હોય છે એટલે તેમનું ધ્યાન રાખવું પડે કારણકે દર્દીઓના સગાને કોરોના વોર્ડમાં ચેપ ન લાગી જાય તે માટે પ્રવેશ આપવામાં આવતો નથી’. પોતાના પતિ અને દીકરીનું મોઢું વિડીયો કોલિંગ દ્વારા નિહાળીને તેઓ પરિવારની સાથે-સાથે નોકરીને પણ ન્યાય આપી રહ્યા છે. કર્તવ્યભાવનાનું ઉત્તમ ઉદાહરણ દાકતર કૃતિ સિંઘલે પુરૂ પાડ્યું છે, તે ખરા અર્થમા કોરોના વોરિયર છે.

દાકતર કૃતિ સિંઘલે ઉમેર્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં અમને ખૂબ જ સારી રીતે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મારા પરિવાર સાથે મને રહેવા નથી મળતું તે વાતનો અફસોસ છે પરંતુ હોસ્પિટલ એ મારો બીજો પરિવાર છે કામના સમય પછી અમે બધા આનંદથી રહીએ છીએ. દાકતર કૃતિ સિંઘલ ને એ વાતનું ગૌરવ પણ છે કે એમની દીકરીને જ્યારે સમજ આવશે ત્યારે ચોક્કસ કહેશે કે મારી મમ્મી પણ કોરોના વોરિયર છે.

Leave a Reply

Top