You are here
Home > Articles >

કરૂણતા / પ્લેટફોર્મ પર માતાના કફન સાથે રમતા બાળકને જોઈ સ્ટેશન પરના લોકોની આંખોમા અશ્રુની ધાર

મિત્રો, હાલ દેશમા કોરોના વાયરસના હાહાકાર ના કારણે લૉકડાઉન લગાવવામા આવ્યુ છે ત્યારે બીજી બાજુ શ્રમિકો રોજગારી નહીં મળતા પોતાના વતન તરફ જવા માટે મરણીયા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે એક હૃદયને થરથરાવી નાખે તેવી ઘટના બિહારના મુજ્જફનગર રેલવે સ્ટેશન પર બની હતી. હાલ, કાળઝાળ ગરમી અને ભૂખથી કકળતી એક સ્ત્રીએ રેલવે સ્ટેશન પર જ દમ તોડ્યો હતો અને તેનુ નાનુ એવુ બાળક તેની માતા પર ઓઢાડવામા આવેલ કફન હટાવવાનો પ્રયત્ન કરી રહ્યુ હતુ. આ ઘટના નજરે જોનારની આંખોમા નિરંતર અશ્રુ વહી રહ્યા હતા.

ગુજરાત તરફથી ટ્રેનમા બેસીને બિહાર પહોંચી હતી આ સ્ત્રી :

સોશિયલ મીડિયા પર શેર કરવામા આવી રહેલી ક્લિપમા તમે જોઇ શકશો કે સ્ત્રી જમીન પર પડેલી છે અને તેને કપડાથી ઢાંકવામા આવી છે પરંતુ, તેનુ નાનુ એવુ નિર્દોષ બાળક તેના ‘કફન’ સાથે રમી રહ્યો છે અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ, બાળકની કાલીઘેલી રમતનો માતા ઉતર આપી શકે તેમ નહોતી. કારણકે,તીવ્ર ગરમી, ભૂખ અને ડિહાઇડ્રેશનને કારણે આ માતનુ અવસાન થયુ હતુ. આ સ્ત્રી મજૂર ટ્રેન દ્વારા મુઝફ્ફરપુર પહોંચી હતી.

માતાના કફન સાથે રમતા બાળકને જોઇને સૌ કોઇની આંખોમા આવી ગયા અશ્રુ  :

આ સ્ત્રીના ઘરના સદસ્યો એ જણાવ્યુ હતુ કે, ટ્રેનમા કાઇ ખાવા-પીવાનુ નહીં મળતા આ સ્ત્રીનુ સ્વાસ્થ્ય કથળ્યુ હતુ. તેણી શનિવારે ગુજરાતથી ટ્રેનમાં સવાર થઇને સોમવારે મુજફ્ફરપુર આવી પહોંચી અને થોડા જ સમયગાળામાં સ્ટેશન પર જ તેનું મોત નિપજ્યું હતું. જો કે, આ અંગે હજી સુધી કોઇ પુષ્ટી થઇ નથી. તેણીનું શબ સ્ટેશન પર જ પડ્યું હોવાથી તેનું બાળક તેને વારંવાર જગાડવાનો પ્રયાસ કરી રહ્યું ત્યારે આ ઘટનાને જોઇને પ્લેટફોર્મ પરથી પસાર થતાં લોકો જોઇને ભાવુક થયા હતા. અંતે એક બાળકે તેને ત્યાંથી હટાવ્યો હતો.

આ સિવાય અઢી વર્ષના એક બાળકનુ સ્ટેશન પર થયુ મૃત્યુ :

આ ઉપરાંત મુજફ્ફરપુર સ્ટેશન પર એક અઢી વર્ષના બાળકનુ માતાના ખોળામા જ મૃત્યુ નીપજ્યુ હતુ. મૃતક બાળકના પરિવારજનોનુ કહેવું છે કે, ભીષણ ગરમીને કારણે અને ટ્રેનમાં ખાણી-પીણી નહીં મળવાને કારણે બાળકની તબિયત બગડી અને સ્ટેશન આવતા જ બાળકે દમ તોડી દીધો હતો.

Leave a Reply

Top