
વજન ઘટાડવા માટે કસરત કરવી જેટલી જરૂરી છે તેટલું જ જરૂરી એ પણ છે કે તમે યોગ્ય પ્રકાર નો આહાર લો. આ બે માંથી કોઈપણ બાબત પ્રત્યે ની બેદરકારી તમને વજન ઘટાડવામા સારું પરિણામ આપશે નહીં. પેટ ની ચરબી ઘટાડવા તેમજ વજન ઘટાડવા માટે પોષણયુક્ત ખોરાક, ઉચ્ચ ફાઇબર તેમજ ઓછા કેલરી વાળા ખોરાક લેવુ પણ જરૂરી બને છે. જો તમે તમારું વજન ઘટાડવા માંગતા હોય અને તમારા શરીર ને સુડોળ બનાવવા માંગતા હોય, તો તમારે તમારી ડાઈટમા ખજૂર નું સેવન કરવું જોઈએ.
આ એક એવું ફળ છે કે જે તમારા વજન ને નિયંત્રિત રાખવા ની સાથોસાથ સ્વાસ્થ્ય ને પણ ઘણા લાભ આપે છે. આ સાથે જ તે શરીર ના ઝેરી પદાર્થો ને બહાર કાઢવામા તેમજ સુગર ને નિયંત્રિત રાખવા તેમજ બળતરા ઘટાડવામા મદદ કરે છે. આ ખજૂર મા ૪૪ થી ૮૮ ટકા કાર્બ્સ, ૬.૪ થી ૧૧.૩ ટકા ફાઇબર, ૨.૩ થી ૫.૬ ટકા પ્રોટીન તેમજ ૦.૨ થી ૦.૫ ટકા ચરબી હોય છે. આ સિવાય આયર્ન, મેગ્નેશિયમ, કોપર, કેલ્શિયમ તેમજ જરૂર પૂરતા વિટામિન હોય છે. તો ચાલો જાણીએ કે ખજૂર કેવી રીતે વજન ઘટાડવામા મદદરૂપ થાય છે.
ઉચ્ચ ફાઇબર
આ ખજૂર મા ઉચ્ચ ફાઇબર હોવા ને લીધે આંતરડા મા શોષણ ની પ્રક્રિયા ધીમી કરે છે, જેથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું-ભરેલું લાગે છે. આ ફાઇબર આંતરડાં મા શોર્ટ ચેન ફેટી એસીડ ના ઉત્પાદન મા મદદરૂપ થાય છે, જેના થી પાચન પ્રક્રિયા ને મદદ મળે છે અને મેટાબોલિઝમ મા પણ વધારો કરે છે. જેના લીધે તમારું વજન ઝડપ થી ઓછું થવા લાગે છે કેમ કે ધીમું મેટાબોલિઝમ એ સ્થૂળતા માટે જવાબદાર હોય છે.
અનસેચ્યુરેટેડ ફેટી એસિડ
તમામ ચરબીવાળા ખોરાક સ્વાસ્થ્ય માટે ખરાબ નથી હોતા. આ ખજૂર મા અનસેચ્યુરેટેડ ચરબીવાળું એસિડ હોય છે, જે વિવિધ કારણો ને લીધે થતી બળતરા તેમજ ઈજા ને ઘટાડવામા મદદરૂપ થાય છે. આ ખજુર હ્રદય માટે પણ ફાયદાકારક છે તેમજ સાથોસાથ કોલેસ્ટરોલ ઘટાડવામા પણ મદદરૂપ સાબિત થાય છે. આ સિવાય તે તમારા શરીર ને તંદુરસ્ત તેમજ સ્વસ્થ રાખવામા મદદ કરે છે.
પ્રોટીન નો સારો એવો સ્રોત છે ખજૂર
જ્યારે પણ તમે વજન ઓછો કરવા નો પ્રયાસ કરો ત્યારે આ મહત્વ નું છે કે તમે સારા પ્રમાણ મા પ્રોટીન નુ સેવન કરો. આ પ્રોટીન માટે તમારા આહાર મા ખજૂર નો ઉપયોગ કરવો. આ ખજુર તમારા શરીર ને પુષ્કળ માત્રા મા પ્રોટીન પૂરું પાડે છે. આ સિવાય પ્રોટીન તમારા સ્નાયુઓ ના નિર્માણ તેમજ જાળવણી માટે મદદરૂપ થાય છે.
ગળ્યુ ખાવા ની ઈચ્છા થાય તો ખાવ ખજૂર
વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે સૌથી વધુ પડકારજનક બાબત હોય છે ગળ્યા ખોરાક નુ સેવન, તેઓ પોતાની જાત ને ગળ્યું ખાવા થી રોકી શકતા નથી. જો તમને પણ ગળ્યું ખાવા ની ઈચ્છા થાય તો તમારે આ ખજૂર ખાવુ જોઈએ. આ ફક્ત તમારી ગળ્યું ખાવા ની ઈચ્છા પર જ નિયંત્રણ નહીં કરે પણ તમને સ્વાસ્થ્ય ને થતા અન્ય નુક્સાન પણ નહી થવા દે અને આ ખોરાક ના સેવન પણ તમને લાભ પોહાચાડશે.
કેવી રીતે અને કેટલા પ્રમાણમા કરવું જોઈએ ખજુર નુ સેવન ?
આ ખજૂર તમારું વજન નિયંત્રિત કરવા મા મદદરૂપ થાય છે, તો એનો અર્થ એ નથી કે આપણે વધુ પ્રમાણ મા ખજૂર નુ સેવન કરીએ. તેથી ઓછા પ્રમાણ મા તેનું સેવન ફાયદાકારક છે, વધારે સેવન કરવા થી તમારું વજન વધી પણ શકે છે. જો તમને ગળ્યું ખાવાનું પસંદ હોય અને ગળ્યું ખાવા ની ઈચ્છા થતી હોય તો તમારા મોઢા ની ઈચ્છા ને સંતોષવા દિવસ મા ૪ થી ૫ ખજૂર ખાવા જોઈએ.
આ ખજુર ના સેવન થી ભૂખ પણ શાંત થાય છે. જો તમે ઈચ્છો તો તમે ખજૂર ને કાપી ને તેના સલાડ તરીકે અથવા તો ડેઝર્ટ તરીકે કટકા કરેલ ખજૂર ઉમેરી શકો છો અથવા તો તમે તેને એક ગ્લાસ ગરમ દૂધ સાથે પણ સેવન કરી શકો છો. આ સિવાય તમે ખજૂર ને ઉકાળી ને નાસ્તા મા અથવા તો દહીં, કસ્ટર્ડ, ચટણી, કેક વગેરે મા પણ ઉમેરીને તેનો ઉપયોગ કરો શકો છો.