You are here
Home > Health >

ખાલી દાંતને સાફ કરવા માટે જ નહીં પરંતુ બીજા ઘણા ઉપયોગમા આવે છે લીમડો, અન્ય ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

જો ભારત ના આયુર્વેદ મુજબ આગળ વધીએ તો તેમાં લીમડા ને ઘણો એક દવા સમાન માનવામાં આવે છે. લીમડા ના ઉપયોગ થી ઘણી બીમારીઓ મા એક ચમત્કારિક અસર જોવા મળે છે. તેનો નિયમિત ઉપયોગ ઘણી બીમારીઓ ને દુર રાખવામાં મદદરૂપ થાય છે. તો ચાલો જાણીએ લીમડા ના કેટલાક પ્રયોગો વિશે જે માનવ શરીર ની ઘણી બીમારીઓ ને જડ માંથી દુર કરી શકે છે.

લીમડા ના લાભો:

લીમડા નો ઉપયોગ જખમ, હર્પીસ, લોહી ને શુદ્ધ કરવામાં ઘણો ફાયદાકારક જણાય છે. તેના પાન નો રસ પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તેના રસ નો ઉપયોગ કરવાથી શરીર ના રંગ મા પણ સુધારો જોવા મળે છે.લીમડા ના પાન નો રસ અને દેશી મધ ને ૨:૧ ના ગુણોત્તર મા ભેળવી પીવાથી કમળા ની બીમારી મા ઘણો ફાયદો થાય છે. તેમજ રસ ને કાન મા નાખવા થી કાન સંબંધિત બીમારીઓ થી પણ છુટકારો મળે છે.

આ સિવાય લીમડા ના પાન નુ પીણું ડાયાબિટીસ ના દર્દીઓ ને ઘણો ફાયદો પોહ્ચાડે છે. તેના નિત્ય પ્રયોગ થી રક્ત મા વધતા સુગર નું સ્તર નિયંત્રણ મા રહે છે. તેનાથી શરીર ની અંદર રહેલ ગંદકી દૂર થાય છે. તેના થી વાળ ની ગુણવત્તા, ત્વચા અને પાચનતંત્ર થી લગતી બીમારીઓ દુર થાય છે અને તેમાં સુધારો આવે છે. આ પીણું મેલેરિયા જેવા ગંભીર રોગ મા પણ ખુબજ ઉપયોગી સાબિત થાય છે. તે કોઇપણ જાત ના વાયરસ ને વધતા અટકાવે છે અને પીતાશય સારી રીતે કાર્ય કરે તેથી તેની ક્ષમતા ને મજબૂત બનાવે છે.

આ લીમડા નો રસ સગર્ભાવસ્થા સમયે લેબર પેન થી છુટકારો મેળવવા માટે યોનિ મા થતી પીડા ની અસર ને ઘટાડે છે. તેમજ ઘણા સગર્ભા બહેનો આ રસ થી મસાજ કરે છે જેથી ગર્ભાશય તેમજ તેના આજુબાજુ નો સોજો મસાજ દ્વારા ઉતરી જાય છે. આ સિવાય ભૂખ લાગવાનું શરૂ થાય છે, ઝાડા સારા થાય છે અને તાવ નથી આવતો. જો તાવ હોય તો તાપમાન પણ ઊંચું નથી હોતું.

આ લીમડા ના રસ ના માત્ર બે ટીપાં જ આંખો મા નાખવાથી તેનો પ્રકાશ વધે છે. આના પ્રયોગ થી નેત્રસ્તર દાહ ની સમસ્યા થી પણ છુટકારો મળે છે અને તેને સાફ કરે છે. તેના થી શરીર મા રહેલ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. આ સિવાય લીમડા નો રસ નિયમિત મહિના મા સતત દસ દિવસ સુધી પીવા મા આવે તો હૃદય સંબંધિત તકલીફો દુર રહે છે.

Leave a Reply

Top