You are here
Home > Health >

ખાલી ખાવામા જ નહી પરંતુ માનવી ના શરીર માટે પણ સ્વાસ્થ્યવર્ધક છે મકાઈ ના રેશા, જાણીલો તેના ઉપયોગ ની રીત…

મિત્રો, ચોમાસાની ઋતુમા મકાઈ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. આ મકાઈનો સ્વાદ વધારવા માટે તેને અનેકવિધ જુદી-જુદી રીતે બનાવવામા આવે છે. શુ તમને ખ્યાલ છે કે મકાઈના રેશા પણ આપણા માટે ખુબ જ ઉપયોગી છે. સામાન્ય રીતે મકાઈના વાળને લોકો ફેંકી દેતા હોય છે પરંતુ, તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તે આપણા શરીરમા પ્રવેશતી અનેકવિધ બીમારીઓને અટકાવે છે. તો ચાલો આજે આ લેખમા આપણે મકાઈના સેવનથી સ્વાસ્થ્યને થતા લાભો વિશે માહિતી મેળવીએ.

કીડની સ્ટોન સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થાય :

દાક્તરોના મત મુજબ મકાઈના રેશાનો ઉપયોગ કિડની સ્ટોનની સમસ્યા સામે રક્ષણ મેળવવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. જ્યારે તમારી કિડની મા નાના-નાના ક્રિસ્ટલ એકત્રિત થઈ જાય છે તો તે પથરીનુ સ્વરૂપ લઈ શકે છે. જેના કારણે તમારે ઘણીવાર અસહ્ય પીડાનો સામનો પણ કાવો પડે છે. મકાઈના રેશાનુ સેવન કરવાથી તમને પેશાબ વારંવાર આવે છે અને તેનાથી કિડની સ્ટોનનુ જોખમ પણ ઘટી જાય છે.

મૂત્ર સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થાય :

યૂરિનરી ટ્રેક્ટ ઈંફેક્શન એ સૂક્ષ્મજીવોથી થનાર સંક્રમણ છે. મહત્તમ યુ.ટી.આઈ. એ બેક્ટિરિયના કારણે થતુ હોય છે પરંતુ, ક્યારેક-ક્યારેક તે ફંગસ અને વાયરસના કારણે પણ ફેલાય છે. આ સમસ્યાના નિવારણ માટે મકાઈના રેશા એન્ટી-ઈંફ્લેમેટરી એજન્ટના રૂપમા કાર્ય કરે છે. તે પેશાબમા થતીં બળતરાને અટકાવે છે. આ ઉપરાંત મકાઈના રેશાની ચા બનાવીને તેનુ સેવન કરવાથી મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સોજો ઉતરી જાય છે. તેના સેવનથી મૂત્ર માર્ગમા બેક્ટીરિયા બનવાનુ જોખમ ઘટી જાય છે.

બ્લડપ્રેશર નિયંત્રિત રહે :

હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે મકાઈના રેસા ખુબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. મૂત્રવર્ધક હોવાને કારણે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામા સહાયરૂપ બને છે. ઉંદર પર કરવામા આવેલ એક અભ્યાસ મુજબ મકાઈના વાળના અર્કથી એંજિયોટેનસિન-કંવર્ટિંગ અંજાઈમની ગતિવિધિ ઓછી થઇ જાય છે અને બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે.

મોટાપાની સમસ્યામાંથી મુક્તિ મળે :

મોટાભાગના લોકો શરીરમા વોટર રિંટેશન અને ઝેરીલા પદાર્થ જામી જવાને કારણે જાડાપણાની સમસ્યાથી ગ્રસ્ત થઈ જાય છે. મકાઈના રેસા આ વસ્તુને શરીરની બહાર કાઢવામા સહાયરૂપ બને છે અને તેનાથી વજન ઘટવાની પ્રક્રિયા પણ તેજ બને છે.

Leave a Reply

Top