You are here
Home > Jyotish >

ખરાબ કે બુરી નજર લાગવાના લક્ષણો જાણો તેમજ તેનાથી બચવાના ઉપાયો પણ જાણી લો

આપળે ઘણી વાર સાંભળ્યું હશે ખરાબ નજર લાગવા વિશે તેમજ તેની માન્યતાઓ વિશે. ઘણા વ્યક્તિઓ આ વાત ને અંધવિશ્વાસ સાથે જોડતા હોય છે પરંતુ એવું જરૂરી નથી કે દરેક વાત અંધશ્રધ્ધા જ હોય. એવું પણ ઘણી વાર જોવા મા આવ્યું છે કે બાહ્ય શક્તિઓ ની અસર માનવ શરીર તેમજ તેના જીવન પર છે. ઘણી વસ્તુઓ આપણી આજુબાજુ હોવા છતાં તેને નરી આંખે જોઈ શકાતી નથી.

ઘણી વાર આ અદૃશ્ય શક્તિ માનવ જીવન પર ઉર્જા રૂપે સકારાત્મક તેમજ નકારાત્મક બન્ને અસરો દેખાડતી હોય છે. જો તેની અસર આપળી વિરુદ્ધ હોય તો તે નકારાત્મક ઉર્જા માનવામાં આવે છે અને તેને સામાન્ય ભાષા મા નજર લાગવું કેહવામાં આવે છે.

આવી નકારાત્મક ઉર્જા થી મનુષ્ય ને ઘણી પરિસ્થિતિ માંથી પસાર થવું પડે છે પછી તે વ્યક્તિ ના સ્વાસ્થ્ય થી લગતી હોય કે પછી આર્થિક કે માનસિક. તો આજે આવી ખરાબ નજર અથવા નકારાત્મક ઉર્જા થી બચવાના ઉપાયો વિશે આ આર્ટીકલ મારફતે વાત કરવામાં આવી છે.

ખરાબ કે કાળી નજર ના લક્ષણો :

ઘર અથવા પરિવાર મા ધન થી લગતી મુશ્કેલી આવવી અથવા તો ધંધા મા વગર કારણે નુકશાન થવું. ઘર મા અચાનક ઘર કંકાસ કે પ્રેમ સંબંધો મા કડવાશ આવવી. નજર થી પીડાતા વ્યક્તિ ની આંખો ભારે થવી. તેને ઊંઘ ના આવવી અને ગભરામણ થવું. માથા મા દુખાવા સાથે ઉલ્ટી કે ચક્કર આવવા.

જો બાળક નાનું હોય તો સતત રુદન કરવું અને મોટું હોય તો તેનો સ્વભાવ ચીડિયો થઈ જાય. ગર્ભવતી મહિલાઓ ના સ્વાસ્થ્ય બગડવું અથવા ધાવણ મા અવરોધ આવવો. આ સાથે કોઇપણ કામ કરવા જતા હોવ પણ સફળતા ન મળવી જેવા અસંખ્ય કારણો હોય છે જે આવી ભારે નજર થી થાય છે.

આ નજર ને દુર કરવા ના ઉપાયો :

જો કોઇપણ નાના બાળક ને નજર લાગી હોય તો બે લાલ સુકા મરચા સાથે મીઠું અને રાઈ બાળક ના માથા ઉપર થી સાત વાર ફેરવી તેને બાળી નાખવાથી તે બળવા ની સાથે ધુમાડો થશે અને તેની સાથોસાથ ખરાબ નજર પણ દૂર થઈ જશે.

જયારે માનસિક તણાવ થી કોઇપણ વ્યક્તિ પિડાતો હોય તો સિંધુ નમક લઇ તે પીડિત વ્યક્તિ ની નજર ઉતારી એક પાણી ના ગ્લાસ મા નાખી દેવું. જેમ-જેમ નમક ઓગળશે તેમ-તેમ આ ખરાબ નજર નો પ્રભાવ ઓછો થતો જાશે.

જો નૌકરી-ધંધા ઉપર નજર લાગી હોય તો એક આખું લીંબુ અને લીલાં મરચા ને કાળા દોરા સાથે ઘર કે દુકાન ના મુખ્ય દરવાજા પર લટકાવી દો. તેમજ આ સાથે દરેક શનિવારે પ્રભુ સ્મરણ કરી તેને બદલતા રેહવું. આવું કરવાથી થોડા જ સમય મા આ તકલીફ થી છુટકારો મળશે.

આવી નજર મોટેભાગે ગર્ભવતી મહિલાઓ ઉપર વધુ જોવા મળે છે તેથી તેમને ઘર ની બહાર જતા સમયે પોતાની સાથે લીંબડા ના પાન રાખવા અને જયારે ઘરે પાછા આવો ત્યારે આ પાન ને બાળી નાખવા. જેથી કોઇપણ ખરાબ અસર જો લાગી હશે તો દુર થઇ જાશે.

Leave a Reply

Top