You are here
Home > Life Style >

ખરતા વાળ ની સમસ્યા માટે ચમત્કાર સમાન છે આયુર્વેદ ના આ દસ બેસ્ટ ઉપાયો

મિત્રો, ૧૮ વર્ષની બાળા હોય કે ૬૫ વર્ષની વૃદ્ધા, સૌ કોઈ ની એક જ ફરિયાદ હોય છે. “મારા વાળ ખરી રહ્યા છે.” વાળ ખરવા એ કોઈ બીમારી નથી પરંતુ, વાળ ખરવા એ શારીરિક તથા માનસિક સમસ્યાનું એક માત્ર લક્ષણ છે. વાળ ખરવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે. જેમ કે રક્ત , કેલ્શિયમ કે ઝીંકની ઉણપ, લો બ્લડપ્રેશર, ખોળા ની સમસ્યા , સોરાયસીસ, અપૂરતી ઊંઘ , એસિડીટી, અવ્યવસ્થિત ભોજન અને જીવનશૈલી, તણાવ વગેરે.

પુરુષોમા મુખ્યત્વે માથાના આગળ ની તરફ ના વાળ અથવા તો વચ્ચે ની તરફ ના વાળ ખરી પડે છે અને આસપાસ ના વાળ જળવાઈ રહે છે. આ સમસ્યા ત્યારે ઉદ્ભવે છે જ્યારે શરીરમા ટેસ્ટેસ્ટેરોન હોર્મોનનું બેલેન્સ અસ્ત-વ્યસ્ત થઈ જાય છે. પુરુષોમા આ સમસ્યા આનુવંશિક પણ હોઈ શકે છે. આવા કિસ્સામા લીપીડ પ્રોફાઈ નો રિપોર્ટ કઢાવવો પણ આવશ્યક બને છે. આ સિવાય માથા પરના વાળના જથ્થાને ઘટાડવા પાછળ ના અનેક પરિબળો મા એક મહત્ત્વનું કારણ કોલેસ્ટેરોલ પણ છે.

કોલેસ્ટ્રોલ નું અસ્ત-વ્યસ્ત પ્રમાણ એ હૃદય ની બીમારી ને આમંત્રણ આપે છે અને આ જ કારણોસર માથામા અકાળે ટાલ જેવી સમસ્યા ઉદ્ભવે છે. આ સિવાય વાળ ખરવાના બાહ્ય કારણોમા મુખ્યત્વે તેલ ના નાંખવાની ફેશન તથા જ્વલંતશીલ પદાર્થ ધરાવતા શેમ્પુ અને સ્પ્રે નો ઉપયોગ જવાબદાર ગણી શકાય છે. હવે આપણે એ તો માહિતી મેળવી લીધી કે કયા-કયા કારણોસર વાળ ખરવાની સમસ્યા ઉદ્ભવે છે તો હવે આપણે આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવશું? તથા અમુક ઘરગથ્થુ ઉપચારો વિશે ચર્ચા કરીશું.

ઉપાય :

સૌપ્રથમ ઉપચાર છે કે નિયમિત રાત્રે સૂતા પૂર્વે ગાય ના દૂધ નું સેવન કરવું. આ ઉપરાંત રાત્રે સૂતી વખતે હાથ-પગના તળિયે કાંસા ની વાડકી થી ગાયનું ઘી ઘસવું જેથી, તમને આ સમસ્યા માંથી મુક્તિ મળી શકે છે. આ સિવાય ગળીના છોડના પર્ણો, ભાંગરો, આમળા, બહેડા, બ્રાહ્મી વગેરે ઔષડિયા ને કોપરેલ ના તેલ મા મિક્સ કરીને તૈયાર કરેલ હેર ઓઈલ ને માથાના જડમૂળ સુધી પહોંચે તેવી રીતે હળવા હાથે આંગળીઓ ના ટેરવાં થી મસાજ કરવું.

આ ઉપરાંત નાની વય મા પડતી ટાલમા કોકોનટ ઓઇલ અને તેની સાથે હાથીદાંત-રસવંતીની ભસ્મની પેસ્ટ બનાવીને તેને વાળ પર ઘસવામાં આવે તો વાળ ફરી ઉગાવાની સંભાવના માં વૃદ્ધિ થઈ શકે છે. જો તમે શિકાકાઈ, જેઠીમધ ને એક પાત્ર માં મિક્સ કરી તે પેસ્ટ થી હેર વોશ કરો છો તો તમારા વાળ સ્વચ્છ થઈ જાય છે. આ નુસખા થી ખોળો તથા ખંજવાળ ની સમસ્યા પણ તાત્કાલિક દૂર થાય છે તથા વાળ ના જથ્થા માં વૃદ્ધિ થાય છે અને વાળ ચમકીલા બને છે.

જો તમે તુરિયાના ટુકડા કરી તેને સુકવી ક્રશ કરી લો, ત્યારબાદ આ મિશ્રણમાં એટલું કોકોનટ તેલ મિક્સ કરો કે તે ડૂબી જાય. નિરંતર ૪ દિવસ સુધી તેલમાં આ પાવડર પલાળી રાખી અને ત્યારબાદ આ મિશ્રણ ને એક બોટલમાં ભરી , આ તેલ થી નિયમિત વાળ મા માલિશ કરવાથી વાળ કાળા અને મુલાયમ બને છે તથા વાળ અકાળે સફેદ નથી થતાં. આ ઉપરાંત ગ્રીન ટીને વાટી ને વાળમાં લગાવવામાં આવે તો પણ વાળ ખરતા અટકે છે.

ગ્રીન ટી ને સૌથી પહેલા ઉકાળીને ગાળી લેવી અને હેર વોશ કરતાં સમયે આ પાણી થી વાળ ધોવા. તે વાળમાં કંડીશનર તરીકે કાર્ય કરે છે અને વાળને લાંબા અને કાળા બનાવે છે. આ સિવાય તેમાં રહેલી શુષ્કતાને દૂર કરે છે. દહીંમાં લીંબૂનો રસ ઉમેરીને તેને વાળ પર લગાવવામાં આવે તો પણ વાળ ખરવાની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકાયછે. આ પેસ્ટ તૈયાર કરીને ૩૦ મિનિટ સુધી વાળમાં લગાવી રાખવી અને ત્યારબાદ વાળ વોશ કરી નાખવા. આ એક અસરકારક નુસખો છે જે તમારા વાળમા એક નવો જીવ ફૂંકી દેશે.

આ ઉપરાંત જો તમે ખોળા ની સમસ્યા થી પીડાતા હશો તો તેમાંથી પણ મુક્તિ મળશે. મધમાં અનેકવિધ ઔષધીય ગુણતત્વો સમાવિષ્ટ હોય છે તે તો સૌ કોઈ જાણે છે, આપણા વાળ માટે પણ મધ અત્યંત લાભદાયી છે. મધને વાળમાં લગાવવાથી વાળ ખરતા અટકી જાય છે. આ ઉપરાંત વાળ સાથે સંકળાયેલી બીમારીઓ પણ દૂર થાય છે અને વાળ તંદુરસ્ત રહે છે. જો તમે ગરમ જેતૂનના તેલ મા ૧ ચમચી મધ અને ૧ ચમચી તજનો પાવડર મિક્સ કરી તેનું પેસ્ટ તૈયાર કરો.

નહાવા જતા પૂર્વે આ પેસ્ટને વાળમાં લગાવો અને થોડા સમય બાદ હેર વોશ કરી લો. એના કારણે તમારી વાળ ખરવા ની સમસ્યા નો અંત આવશે. તજ અને મધને મિક્ષ કરી વાળમાં લગાવવાથી વાળ ખરતા બંદ થઈ જશે. મધ ઘણી બિમારીઓમા કારગર નિવડે છે જેથી મધના ઉપયોગથી ખરતા વાળની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે. મેથી એક એવી શાકભાજી છે જે અનેકવિધ પોષકતત્વો થી ભરપુર છે. ફક્ત તેના પર્ણો જ નહીં પરંતુ, તેના બીજ પણ ખુબ જ ઉપયોગી છે. મેથીના પાણીનો ઉપયોગ વાળ સફેદ થતા અટકાવે છે.

તાજા આમળા ના રસને પણ વાળ માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. શુષ્ક આમળાના ચૂરણનું પેસ્ટ તૈયાર કરીને તેને વાળમા લગાવવાથી વાળ કાળા અને સોફ્ટ બની જાય છે અને સફેદ વાળની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે. માથા ના જે ભાગ પર વાળ ઉગતા ના હોય ત્યાં લીંબુ નું ફાડું નિયમિત ઘસતા રહેવું. જેથી ત્યાં વાળ ઉગવા માંડશે. કીસમીસ અને એળીયાને એક પાત્ર મા ક્રશ કરી માથા પર લેપ લગાવીને સુઈ જવું. આ નુસખો અમાવવાથી માથાની ટાલની સમસ્યા દુર થાય છે.

અડદની દાળ ને પાણીમા પલાળીને તેને ક્રશ કરીને રાત્રે સુતી વખતે માથા પર લેપ લગાવવો. ત્યારબાદ સવારે માથા પર ઘી લગાડી થોડા સમય માટે કુમળા તડકામા બેસવું. લાંબા સમય સુધી આ નુસખો અજમાવવાથી વાળ ખરતા અટકે છે. આ સિવાય રાત્રે પાકા કેળા ને છુંદી, મસળી તેમાં લીંબુનો રસ ઉમેરીને મીશ્રણ તૈયાર કરીને માથા પર લગાવી સુઈ જવું. ત્યારબાદ સવારે સાદા પાણીથી વાળ વોશ કરી લેવા. ચારેક માસ સુધી નિયમિત આ નુસખો અજમાવવો. તાજા ગોમુત્રમાં જાસુંદનાં ફુલ ક્રશ કરી રાત્રે સુતી વખતે વાળ પર લગાવી પરોઢે ધોઈ નાખવાથી વાળ ખરતાં અટકે છે.

વાળ ની જાણવણી કરવા માટે ધ્યાન માં રાખવા જેવી અમુક વિશિષ્ટ બાબતો :

હેરડ્રાયર નો બને તેટલો ઓછો ઉપયોગ કરવો. કારણ કે, તેમાં થી મળતી ગરમ હવા વાળ ને શુષ્ક બનાવી દે છે જેના કારણે ખરતા વાળ ની સમસ્યા વધે છે. જો તમે શરાબ નું સેવન કરતા હોવ તો તેનું પ્રમાણ ઘટાડી દેવું. કારણ કે, તેના કારણે વાળ શુષ્ક બની જાય છે. આ ઉપરાંત વાળમાં એવી ચીજવસ્તુઓ પણ ઓછી વાપરવી જેમાં આલ્કોહોલ આવતું હોય. આને કારણે વાળ તૂટવા માંડે છે.

સૂતી વખતે વાળમાં ભરાવેલા બેન્ડ અને ક્લિપ્સ કાઢીને સૂવું. સાટિનના કવર વાળા તકિયા નો ઉપયોગ કરો જેથી વાળને નરમી નો અનુભવ થાય. આમ કરવાથી વાળના તૂટવાની સંખ્યા ઘટી જશે. ભીના વાળમાં કાંસકો ના ફેરવવો.

નોંધ : આ ઉપરોક્ત તમામ ઉપચારો કોઈ વિશેષજ્ઞ નું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ નુસખા જણાવવા નો હેતુ ફક્ત માહિતી આપવા પૂરતો જ સીમિત છે.

Leave a Reply

Top