
મિત્રો, વેરાવળ ના એક ખુબજ જાણીતા અને નામચીન સિનિયર સિટીઝન, આ ઉપરાંત આપણાં દેશના એક ઉત્કૃષ્ટ સામાજિક કાર્યકર્તા અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ શરીર મા રહેલી વધારા ની ચરબી દૂર કરવા માટે ની અમુક વિશિષ્ટ માહિતી આપી છે તથા એક નાનો એવો પ્રયોગ પણ જણાવ્યો છે , જેના વિશે આજે આપણે આપણાં આજ ના આ લેખ મા ચર્ચા કરીશું. ખેતસીભાઈ ના મત મુજબ હાલ ની વર્તમાન સમય ની આધુનિક જીવનશૈલીએ આપણાં શરીર મા ચરબી વધવા માટે નું સૌથી મોટું કારણ બન્યું છે.
તેમના મત મુજબ ભોજન ના સેવન મા અનિયમિતતા , ઊંઘ મા અનિયમિતતા , ખાંડ અને નમક નું વધુ પડતું સેવન , અવાર-નવાર ક્રોધિત થઈ જવું આ તમામ કારણો તમારા શરીરમા મેદસ્વિતા વધારે છે. જો તમે તમારી આ આધુનિક જીવનશૈલીમા થોડા ઘણાં પરિવર્તન લાવો અને આ કારણો ને નિયંત્રણ મા લાવો એટલે કે ભોજન નું યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમા સેવન , ઊંઘ મા નિયમિતતા , નમક તથા ખાંડ ના સેવન મા નિયંત્રણ તથા ક્રોધ પર નિયંત્રણ લાવો તો તમે અવશ્યપણે મેદસ્વિતા માંથી મુક્તિ મેળવી શકો છો.
આ સાથે જ તેમણે વજન ઘટાડવા માટે મેથી ના દાણા નો ઘરગથ્થુ પ્રયોગ પણ જણાવ્યો છે. ખેતસીભાઈ જણાવે છે કે, એક માસ સુધી નિરંતર આ મેથી ના દાણા નો પ્રયોગ અજમાવવા મા આવે તો પેટ માંથી વાયુ, ગેસ અને કબજિયાત ની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. આ પ્રયોગ ખૂબ જ અસરકારક છે તેવું તેઓ જણાવે છે. ભારત ના રસોઈ ઘર ની અંદર મસાલા તરીકે ઉપયોગમા લેવાતા મેથીના દાણા વિશે તો તમે સૌ જાણતા જ હશો.
ભોજન મા જો મેથી ના દાણા ઉમેરવામાં આવે તો તેના કારણે રસોઈ નો સ્વાદ અને સુગંધ બંને જ પરિવર્તિત થઈ જતા હોય છે. મેથી નો સ્વાદ સામાન્ય રીતે થોડો એવો કડવો હોય છે. મેથી નો ઉપયોગ આજ થી હજારો વર્ષ પૂર્વે થી ભારતીય રસોઈઘર ની અંદર કરવામાં આવતો હતો. આપણે ત્યાં મેથી નો ઉપયોગ શાક, કઢી, દાળ ઉપરાંત અનેકવિધ પ્રકાર ના વ્યંજનો બનાવવા માટે કરવામા આવે છે.
મેથી ની અંદર ભરપૂર પ્રમાણમા પ્રોટીન્સ, વિટામિન્સ આ સિવાય ફાઇબર, વિટામીન સી, નિયાસીન, પોટેશિયમ, આયર્ન અને અલ્કલોઇડ વગેરે પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. મેથીના દાણા નું સેવન આપણા શરીર માટે ખૂબ જ લાભદાયી છે, મેથી ની અંદર સમાવિષ્ટ બધા જ પોષક તત્વો આપણા શરીર ની અંદર થતી અનેકવિધ પ્રકારની સમસ્યાઓ ને દૂર કરવા માટે લાભદાયી સાબિત થાય છે.
પ્રયોગ :
ખેતસીભાઈ ના જણાવ્યા મુજબ મેદસ્વીતા માંથી મુક્તિ મેળવવા માટે સૌ પ્રથમ ૫૦ ગ્રામ મેથી ના દાણા લઈ ને તેને રાત્રે સૂતા પૂર્વે એક પાત્ર મા થોડું પાણી ભરીને પલાળીને રાખી મુકો, ત્યારબાદ વહેલી પરોઢે ઉઠીને તેમાંથી પાણી નિતારી ને આ મેથી ના દાણા ને નરણા કોઠે ચાવીને તેનું સેવન કરી લ્યો.
આ પ્રયોગ તમે નિરંતર એક માસ સુધી અજમાવો અને ત્યારબાદ તમને સ્વયં ને તમારા શરીરમા થતા સકારાત્મક પરિવર્તનો નો એહસાસ થશે. મેથીના દાણા મા પુષ્કળ પ્રમાણમા ફાઇબર નામ નું પોષકતત્વ સમાવિષ્ટ હોય છે. જેથી તેનું સેવન કરવાના લીધે તમારા શરીર ની અંદર જામેલી વધારા ની ચરબી દૂર થઈ જાય છે તથા તમારા વજન મા પણ તમને નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.