You are here
Home > Articles >

ખુશખબર : ૧ લાખ રૂપિયાની લોન જોઈતી હોય તો તુરંત ભરી દેજો આ ફોર્મ

મિત્રો, હાલ આપણા દેશ પર કોરોના અને લોકડાઉન એ બે એવી તલવારો લટકી રહી છે કે જેના કારણે નાના-નાના વ્યવસાય કરતા લોકોની સ્થિતિ કફોળી બની છે માટે તેને ફરી કાર્યરત કરવા માટે સરકાર દ્વારા લોનની વ્યવસ્થા કરવામા આવી છે. હાલ, આ લોન અંગેના ફોર્મ બહાર પાડવામા આવી શકે. સી.એમ.ઓ. અશ્વિની કુમાર દ્વારા જાહેરાત કરવામા આવી હતી કે, ગુરુવારના રોજથી કો-ઓપરેટિવ બેન્ક અને ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેન્ક સહિત રાજ્યમા ૯ હજાર કરતા પણ વધુ આઉટલેટ પર આ “આત્મનિર્ભર યોજના” અંગેના લોનના ફોર્મનુ વિતરણ કરવામા આવશે.

કો-ઓપરેટિવ બેન્કના માધ્યમ દ્વારા ૧ લાખ રૂપિયાનુ ધિરાણ આપવા માટે સરકાર દ્વારા આ સ્કીમ બહાર પાડવામા આવી છે. આ સ્કીમનો લાભ નાના દુકાનકારો, મજુરો  તથા જુદા-જુદા ગામમા ફરી-ફરીને વસ્તુ વહેંચીને પોતાનુ ગુજરાન ચલાવતા હોય તેવા સામાન્ય વર્ગના લોકોનો સમાવેશ કરવામા આવ્યો છે. હાલ લોકડાઉન દરમિયાન આ લોકોને થયેલ આર્થિક નુકશાનીની ભરપાઈ કરવા માટે આ યોજના બહાર પાડવામા આવી છે.

હાલ લોકડાઉન-૪ મા લોકોને અમુક વિશેષ પ્રકારની છૂટછાટ આપતા રાજ્યનુ જનજીવન ધીમે-ધીમે ફરી જીવંત થયુ છે. સી.એમ.ઓ. અશ્વિની કુમારે એમ પણ જણાવ્યુ કે, હાલ મુખ્યમંત્રીએ જે-તે જિલ્લા મથકોના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી લોકડાઉન-૪ મા અપાયેલી છૂટછાટ અને તેના અમલીકરણ વિશે ચર્ચા કરી હતી અને આ ચર્ચા પર સમીક્ષા પણ કરી હતી.આ યોજના અંતર્ગત કયા-ક્યા વ્યવસાયને લોન મળવાપાત્ર થશે અને કયા વ્યવસાયોને નહી તે સહકારી બેન્ક તથા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા નક્કી કરવામા આવશે. આ લોન ત્રણ વર્ષ ની મુદત સાથે મળશે, જેમા પહેલાના ૬ માસનો સમય મોરેટિયમ પિરિયડ તરીકે ગણાશે.

કોને લોન મળશે તથા કોને નહી મળે તે નિર્ણય બેન્ક દ્વારા લેવામા આવશે :

આ સ્કીમનો લાભ લેવા માટે ધંધાર્થીઓ તથા બેન્કો ૨૧ મે થી લઈને ૩૧ ઓગસ્ટ સુધી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીઓને એપ્લાય કરી શકે છે. વ્યાપારી લોન માટે એપ્લાય કરશે ત્યારબાદ બેન્ક દ્વારા લોન મંજુર કરવી કે નહી તેનો નિર્ણય મોડામા મોડો ૩૧ ઓક્ટોબર સુધી લેવાનો રહેશે. આ લોન માટે એપ્લીકેશન કરનાર વ્યક્તિના ખાતામા ૧૫મી નવેમ્બર સુધીમા પૈસા જમા થઈ જશે તથા સરકાર દ્વારા વ્યાજમા પણ સહાય મળશે. આ લોનની પ્રોસેસ માટે કોઈપણ વધારાના કે છુપા ચાર્જીસ વસૂલવામા આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.

Leave a Reply

Top