You are here
Home > Articles >

કોઈ માણસને કાનખજૂરો એ કરડી જાય અથવા તો કાનમાં ઘૂસી જાય ત્યારે શું કરવું અને શું ના કરવું?

મિત્રો , હાલ ઉનાળા ની ઋતુ નું સમાપન થઈ ગયું છે અને ચોમાસાની ઋતુ નું આગમન થઈ રહ્યું છે એવામાં આ ઋતુ ના આગમન સાથે કીડા-મકોડા પણ પોતાના દરમાંથી બહાર આવશે. આ જીવજંતુઓ માં જો સૌથી વધુ કોઈ ખતરનાક હોય તો તે છે કાનખજૂરો. મોટાભાગ ના લોકો પાસે કાનખજૂરા અંગે કોઈ વિશેષ માહિતી હોતી નથી માટે જો કોઈ ના કાનખજૂરો ઘૂસી જાય અથવા તો કોઈ ને કાનખજૂરો કરડી જાય તો આવી પરિસ્થિતિ માં શું કરવું તે વિશે આજના લેખમાં માહિતી મેળવીશું.

તમારી જાણ ખાતર જણાવી દઈએ કે કાનખજૂરો પણ સાંપ જેટલો જ ઝેરીલો હોય છે. કાનખજૂરો પણ સાંપ ની જેમ કરડી ગયા બાદ આપણાં શરીર માં ઝેર છોડી જાય છે. જે વ્યક્તિ ને કાનખજૂરો કરડી જાય છે તેમને શ્વાસ લેવામાં ખૂબજ પીડા પહોંચે છે. આ લોકો ને એવા અસહ્ય દર્દ ની અનુભૂતિ થાય છે જેની તેમણે જીવનમાં કયારેય કલ્પના પણ ના કરી હોય.

ઘણી વખત એવી પરિસ્થીતિઓ પણ સર્જાતી હોય છે કે કાનખજૂરો કરડવાની જગ્યાએ કાનમાં ઘૂસી જતો હોય છે અને જો તે કાનમાં ઘૂસી જાય તો આપણ ને અસહ્ય પીડા નો અનુભવ કરાવે છે. કાનખજૂરો મુખ્યત્વે અંધારા માં વધુ પડતા દેખાય છે અને અંધારા ના કારણે તે કયારે આપણાં કાન માં પ્રવેશી જાય તેનો આપણ ને ખ્યાલ પણ નથી રહેતો. આ ચોમાસા ની ઋતુ માં કાનખજૂરા વધુ પડતાં જોવા મળે છે.

કાનખજૂરો કાનની અંદર જઇને ચીપકી જાય છે અને આપણ ને અત્યંત અસહ્ય પીડા નો અનુભવ કરાવે છે. એકવાર કાનખજૂરો કાન માં ઘૂસી જાય ત્યારબાદ તેને બહાર કાઢવો ખૂબજ અઘરો બને છે. કાનખજૂરો કરડે એટલે તેનું ઝેર સમગ્ર શરીર માં પ્રસરે છે અને આપણ ને નબળાઈ અનુભવાય છે તથા શ્વાસ લેવા માં પણ તકલીફ પડે છે.

કાનખજૂરો કરડે અથવા તો કાનમાં ઘૂસી જાય ત્યારે આ ઉપચાર અજમાવવા :

હાલ , અમે તમને જણાવીશું કે જયારે કાનખજૂરો કરડી જાય અથવા તો કાન માં ઘૂસી જાય ત્યારે તેનું નિદાન કેવી રીતે કરવું ? જો કોઈ વ્યક્તિ ના કાન માં કાનખજૂરો ઘૂસી જાય તો પાણી માં થોડું સિંધવ નમક ઉમેરીને આ મિશ્રણ ને કાન માં નાખવામાં આવે તો કાનખજૂરો મરી જાય છે અને તે ખરી ને કાન ની બહાર નીકળી જાય છે.

આ ઉપરાંત જો કાનખજૂરો શરીર ના કોઈ ભાગ પર ચીપકી ગયો હોય અને તેના મોઢા પાસે સાકર રાખવામાં આવે તો તે તુરંત જ શરીર છોડી દેશે તથા જો કોઈ વ્યક્તિ ને કાનખજૂરો કરડી ગયો હોય તો તે જગ્યાએ હળદર , સિંધવ નમક તથા ગાય નું ઘી ઉમેરી એક મિશ્રણ તૈયાર કરીને ત્યાં લગાવવું. આ મિશ્રણ લગાવવાથી કાનખજૂરાનું ઝેર શરીરમાં ફેલાતું નથી.

જો તમારી આસપાસ અથવા તો ઘર માં કોઈપણ વ્યક્તિ ને કાનખજૂરો કરડી લે અથવા તો કાનમાં ઘૂસી જાય તો આ ઉપરોકત ઉપચાર અવશ્ય અજમાવવા. તમને એ પણ જણાવી દઈએ કે કાનખજૂરા નું કરડવું જીવલેણ નથી પરંતુ , જો તેના કરડયા બાદ તેનું યોગ્ય નિદાન ના કરવામાં આવે તો તે માણસ માટે જીવલેણ સાબિત થઈ શકે. એવું કહેવાય છે કે જો કાનખજૂરો ઉંદર ને કરડી લે તો તેનું ઝેર ઉંદર ના શરીર માં પ્રસરવાથી તે ૩૦ જ સેકન્ડ માં મૃત્યુ પામે છે. માટે હંમેશા આપણા ઘર ને સ્વચ્છ રાખવુ અને જયા-ત્યા કચરો ના કરવો જેથી આવા જીવાણુઓ નો ઉપદ્રવ ઓછો ફેલાય.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top