You are here
Home > Jyotish >

કોઇપણ માણસ નો સારો સમય ચાલુ થતા પહેલા માતા લક્ષ્મી આપી દે છે આવા દસ સંકેતો

કેમ છે મિત્રો? મજામા, આજે આ લેખમાં અમે તમને માહિતી આપીશું કે જ્યારે વ્યક્તિનો સમય શુભ ચાલી રહ્યો હોય ત્યારે પ્રભુ તમને કેવા-કેવા સંકેત આપે છે? શુભ સમય ના આગમન ની સાથે જ વ્યક્તિના ઘરમાં કોઈપણ પ્રકારના વસ્તુ ની આવશ્યકતા રહેતી નથી. ઘરના તમામ સદસ્યો આનંદિત અને એકસાથે ભેગા મળીને રહે છે, તો આપણે આજે આ ૧૦ સંકેતો વિશે વિસ્તૃતપૂર્વક માહિતી મેળવીએ.

જો વ્યક્તિ વહેલી પરોઢે ઉઠીને સૌપ્રથમ સર્પ ના દર્શન કરે છે તો એ વ્યક્તિને શુભ સંકેત પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મી ના આશીર્વાદ થી વ્યક્તિને ઘરમાં કોઈ વાતનું દુઃખ કે કોઈ વાતની ઉણપ સર્જાતી નથી. એકાએક તમારા કોઈ સગા-સબંધી અથવા તો જેની પાસેથી નાણાં ઉછીના લેવાના છે તે વ્યક્તિ મળી જાય તો સમજવું કે તમારો શુભ સમય શરૂ થઇ ગયો છે.

જો કોઈ વ્યક્તિ વહેલી પરોઢે ઉઠીને દર્પણ મા જોવે છે અને દર્પણ મા જોઈતી વખતે જો તેમને કોઈ પરિવર્તન અને ચમક દેખાય તો સમજી જવું કે તમારા શુભ દિવસો શરૂ થઇ ગયા છે. જો તમારા નાણાં કોઈ ખોટી જગ્યાએ ખર્ચ થતા અટકી જાય તો સમજી જવું કે આવનાર સમય મા તમારી આર્થિક સ્થિતિ પ્રબળ બનશે. પરોઢ ના સમયે કોઈ કાર્ય માટે જતી વખતે જો કોઈ શિશુ અથવા કોઈ બાળા હાસ્ય સાથે તમારી સમક્ષ જોઈ તો સમજવું કે તમારો દિવસ અત્યંત શુભ રહેશે અને સફળતા તમારા કદમ ચુમશે.

સવાર માં પશુ-પક્ષીના દર્શન પણ શુભ સંકેતની અનુભૂતિ કરાવે છે, જેમ કે બિલાડી આપણાં ઘરમાં બચ્ચાને જન્મ આપે અથવા પક્ષી કોઈ ચાંદીની વસ્તુ તમારી છત પર મૂકી જાય, તો તે અત્યંત શુભ ગણવામાં આવે છે. જયારે પણ કોઈ મંગલમય કાર્ય માટે તમે ઘરની બહાર નીકળો ત્યારે કોઈપણ તમારી સામે પાણી અથવા તો દુધથી ભરેલું પાત્ર લઈને આવે તો સમજવું કે તમારો સમય અત્યંત શુભ વ્યતીત થવાનો છે.

જો વહેલી પરોઢે ઉઠીને કોઈ વ્યક્તિને કાચબા ના દર્શન થાય તો તમારે સમજવું કે તે વ્યક્તિ ટૂંક સમયમાં જ શ્રીમંત બનવાનો છે, કારણકે કાચબો એ પ્રભુ વિષ્ણુનો અવતાર મનાય છે. જો તમારા શરીરનું કોઈપણ જમણુ અંગ ફરકે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. જમણા ગાલ, હાથ કે શરીર નું કોઈપણ અંગ વ્યક્તિની સુખ-સમૃદ્ધી તરફ નિર્દેશ કરે છે. જો તમે વહેલી પરોઢે ઉઠીને કોઈ ભિક્ષુક ના દર્શન કરો છો તો તે અત્યંત શુભ ગણવામાં આવે છે અને માતા લક્ષ્મીની તેમના પર અવિરત કૃપા વરસતી રહે છે, તેમના કુટુંબ માં કોઈપણ પ્રકારની વસ્તુની ઉણપ રહેતી નથી.

Leave a Reply

Top